Ahmedabad E-Challan: દંડ ભરવામાં અમદાવાદીઓ બેદરકાર, 3 અબજથી વધુનો દંડ બાકી

લોક અદાલતમાં 1 લાખથી વધુના ચલણનો નિકાલઇ-ચલણ છાપવા સહિતના કામ પાછળ 30 કરોડનો ખર્ચ 10 અબજ દંડની ઉઘરાણીની સામે 30 કરોડનો ખર્ચ અમદાવાદ શહેરમાં વર્ષ 2015થી ઇ ચલણની શરૂઆત કરવામાં આવી છે. અને ત્યારથી આજ દિન કરવામાં આવેલ ઇ-ચલણની કાર્યવાહી બાદ હજી પણ 3 અબજથી વધુનો દંડ અમદાવાદીઓએ ભર્યો નથી. જો કે, લોક અદાલતમાં 1 લાખથી વધુ ચલણનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. જોકે મહત્વની વાત એ છે કે, ઇ-ચલણ છાપવા, કાગળ અને પોસ્ટ સહીત કુલ 30 કરોડથી વધુનો ખર્ચ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. એટલે કે 10 અબજ દંડની ઉઘરાણીની સામે 30 કરોડનો ખર્ચ ઇ-ચલણ માટે કરવામા આવ્યો છે. વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ કરનાર વાહન ચાલકોને ટ્રાફિક વિભાગ ઇ-ચલણ મોકલી રહ્યું છે. વર્ષ 2015 થી ઇ-ચલણ મોકલવાની શરુઆત કરવામાં આવી હતી. અત્યાર સુધી ટ્રાફિક વિભાગે કુલ 95 લાખ 51 હજાર 363 ઇ-ચલણ મોકલી વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે. જેમાંથી 28 લાખ 48 હજાર 848 ઇ-ચલણનો કુલ 10 અબજ 11 કરોડ 35 લાખ 32 હજાર 500 રૂપિયા દંડની વસુલાત કરવામાં આવી છે. જોકે 65 ટકા જેટલા રકમની ઉઘરાણી બાકી છે. જેમાં 65 લાખ 02 હજાર 515 ચલણનો 3 અબજ 14 કરોડ 71 લાખ 11 હજાર 700 જેટલો દંડ વસુલવાનો બાકી છે. જોકે બાકી ચલણની વસુલાત માટે કોર્ટ દ્વારા લોક અદાલતમાં દંડ વસુલવામાં આવે છે. આ તો વાત હતી, ઇ-ચલણ વાહન માલિકને મળ્યા બાદની પરંતુ ચલણ છાપવું, તેના પેપર અને પોસ્ટ વિભાગ દ્વારા જે ચલણની બજવણી થાય છે. તેના માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યોં છે. એટલે કે જે ઇ-ચલણ બનાવવામા આવે છે. તેમાં કાગળ, પ્રિન્ટીંગ અને સ્પિડપોસ્ટ વિભાગ પાછળ અત્યાર સુધી અંદાજીત 30 કરોડ નો ખર્ચ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. એટલે કે અમદાવાદ શહેરમાં જે ઇ-ચલણની બજવણી થાય છે. તેના પાછળ 20 રુપિયા અને અમદાવાદ સિવાય અન્ય શહેરોમાં કે ગ્રામ્ય વિસ્તારમાં ઇ-ચલણની બજવણી માટે પ્રતિ ચલણ 40 રુપિયાનો ખર્ચ થાય છે. એટલે કે ઇ-ચલણ છાપવા અને બજાવવા માટે અંદાજીત 30 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે. મહત્વનું છે કે, ઇ-ચલણ દ્વારા ટ્રાફિક નિયમોને તોડનાર લોકોને તો પોલીસ સુધારી શકી નથી. પરંતુ પોલીસ માટે દંડની ઉઘરાણી પણ માથાના દુખાવા સમાન બન્યું છે.

Ahmedabad E-Challan: દંડ ભરવામાં અમદાવાદીઓ બેદરકાર, 3 અબજથી વધુનો દંડ બાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોક અદાલતમાં 1 લાખથી વધુના ચલણનો નિકાલ
  • ઇ-ચલણ છાપવા સહિતના કામ પાછળ 30 કરોડનો ખર્ચ
  • 10 અબજ દંડની ઉઘરાણીની સામે 30 કરોડનો ખર્ચ

અમદાવાદ શહેરમાં વર્ષ 2015થી ઇ ચલણની શરૂઆત કરવામાં આવી છે. અને ત્યારથી આજ દિન કરવામાં આવેલ ઇ-ચલણની કાર્યવાહી બાદ હજી પણ 3 અબજથી વધુનો દંડ અમદાવાદીઓએ ભર્યો નથી. જો કે, લોક અદાલતમાં 1 લાખથી વધુ ચલણનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. જોકે મહત્વની વાત એ છે કે, ઇ-ચલણ છાપવા, કાગળ અને પોસ્ટ સહીત કુલ 30 કરોડથી વધુનો ખર્ચ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. એટલે કે 10 અબજ દંડની ઉઘરાણીની સામે 30 કરોડનો ખર્ચ ઇ-ચલણ માટે કરવામા આવ્યો છે.

વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ કરનાર વાહન ચાલકોને ટ્રાફિક વિભાગ ઇ-ચલણ મોકલી રહ્યું છે. વર્ષ 2015 થી ઇ-ચલણ મોકલવાની શરુઆત કરવામાં આવી હતી. અત્યાર સુધી ટ્રાફિક વિભાગે કુલ 95 લાખ 51 હજાર 363 ઇ-ચલણ મોકલી વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે. જેમાંથી 28 લાખ 48 હજાર 848 ઇ-ચલણનો કુલ 10 અબજ 11 કરોડ 35 લાખ 32 હજાર 500 રૂપિયા દંડની વસુલાત કરવામાં આવી છે. જોકે 65 ટકા જેટલા રકમની ઉઘરાણી બાકી છે. જેમાં 65 લાખ 02 હજાર 515 ચલણનો 3 અબજ 14 કરોડ 71 લાખ 11 હજાર 700 જેટલો દંડ વસુલવાનો બાકી છે. જોકે બાકી ચલણની વસુલાત માટે કોર્ટ દ્વારા લોક અદાલતમાં દંડ વસુલવામાં આવે છે.

આ તો વાત હતી, ઇ-ચલણ વાહન માલિકને મળ્યા બાદની પરંતુ ચલણ છાપવું, તેના પેપર અને પોસ્ટ વિભાગ દ્વારા જે ચલણની બજવણી થાય છે. તેના માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યોં છે. એટલે કે જે ઇ-ચલણ બનાવવામા આવે છે. તેમાં કાગળ, પ્રિન્ટીંગ અને સ્પિડપોસ્ટ વિભાગ પાછળ અત્યાર સુધી અંદાજીત 30 કરોડ નો ખર્ચ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. એટલે કે અમદાવાદ શહેરમાં જે ઇ-ચલણની બજવણી થાય છે. તેના પાછળ 20 રુપિયા અને અમદાવાદ સિવાય અન્ય શહેરોમાં કે ગ્રામ્ય વિસ્તારમાં ઇ-ચલણની બજવણી માટે પ્રતિ ચલણ 40 રુપિયાનો ખર્ચ થાય છે. એટલે કે ઇ-ચલણ છાપવા અને બજાવવા માટે અંદાજીત 30 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે. મહત્વનું છે કે, ઇ-ચલણ દ્વારા ટ્રાફિક નિયમોને તોડનાર લોકોને તો પોલીસ સુધારી શકી નથી. પરંતુ પોલીસ માટે દંડની ઉઘરાણી પણ માથાના દુખાવા સમાન બન્યું છે.