Gujarat Monsoon: રાજ્યના આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

ગઢડા શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો ચોમાસાના વિધિવત પ્રારંભ સમાન હળવાથી ભારે વરસાદી ઝાપટા અમરેલી જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત જોવા મળી ગઢડા શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો આવ્યો હતો. આ વાતાવરણ પછી ચોમાસાના વિધિવત પ્રારંભ સમાન હળવાથી ભારે વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક બાદ ઉકળાટનો લોકોએ અનુભવ કર્યો હતો. ગોરડકા, માંડવધાર, કેરાળા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ નોંધાયો ગઢડા શહેર અને ગામડા વિસ્તારમાં વરસાદના પગલે ચોમાસાનુ આગમન થતા ખેડૂતોમાં આશાનો સંચાર જોવા મળ્યો હતો. આ વરસાદના પગલે ગઢડા શહેર ઉપરાંત તાલુકાના રામપરા અને વાવડી ગામે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. રામપરા અને વાવડી ગામે પડેલા ધોધમાર વરસાદથી ખેતરમાં અને વોંકળામાં પાણી ભરાયા હતા. તેમજ ગઢડા પડવદર, ગુંદાળા, સમઢીયાળા, ઈંગોરાળા, ટાટમ, ગોરડકા, માંડવધાર, કેરાળા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે.  અમરેલી જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત જોવા મળી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન અલગ-અલગ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત જોવા મળી છે. અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો અમદાવાદમાં સાંજના સમયે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી મેઘમહેર યથાવત રહેતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. અમરેલીના બાબરામાં બે ઈંચ વરસાદ નોંધાયો હાલમાં અમરેલીના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો લાઠીની ગાગડીયો નદીમાં પુર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં છુટોછવાયો સામાન્ય વરસાદ પડશે. સારા વરસાદ માટે લોકોએ હજી થોડી રાહ જોવી પડી શકે છે. રાજ્યમાં આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીના બાબરામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે.

Gujarat Monsoon: રાજ્યના આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગઢડા શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો
  • ચોમાસાના વિધિવત પ્રારંભ સમાન હળવાથી ભારે વરસાદી ઝાપટા
  • અમરેલી જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત જોવા મળી

ગઢડા શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો આવ્યો હતો. આ વાતાવરણ પછી ચોમાસાના વિધિવત પ્રારંભ સમાન હળવાથી ભારે વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક બાદ ઉકળાટનો લોકોએ અનુભવ કર્યો હતો.

ગોરડકા, માંડવધાર, કેરાળા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ નોંધાયો

ગઢડા શહેર અને ગામડા વિસ્તારમાં વરસાદના પગલે ચોમાસાનુ આગમન થતા ખેડૂતોમાં આશાનો સંચાર જોવા મળ્યો હતો. આ વરસાદના પગલે ગઢડા શહેર ઉપરાંત તાલુકાના રામપરા અને વાવડી ગામે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. રામપરા અને વાવડી ગામે પડેલા ધોધમાર વરસાદથી ખેતરમાં અને વોંકળામાં પાણી ભરાયા હતા. તેમજ ગઢડા પડવદર, ગુંદાળા, સમઢીયાળા, ઈંગોરાળા, ટાટમ, ગોરડકા, માંડવધાર, કેરાળા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે.

 અમરેલી જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત જોવા મળી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન અલગ-અલગ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત જોવા મળી છે. અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો અમદાવાદમાં સાંજના સમયે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી મેઘમહેર યથાવત રહેતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.

અમરેલીના બાબરામાં બે ઈંચ વરસાદ નોંધાયો

હાલમાં અમરેલીના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો લાઠીની ગાગડીયો નદીમાં પુર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં છુટોછવાયો સામાન્ય વરસાદ પડશે. સારા વરસાદ માટે લોકોએ હજી થોડી રાહ જોવી પડી શકે છે. રાજ્યમાં આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીના બાબરામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે.