Vadodara હરણીબોટ કાંડમાં ફરીથી રિપોર્ટ રજૂ કરવા ગુજરાત હાઇકોર્ટે સરકારને કર્યો આદેશ

24 જૂને HCએ સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ઇન્કાર કર્યો શબ્દોની માયાજાળમાં સત્ય છુપાવવાનો પ્રયાસઃ HC અધિકારીઓ જવાબદારીમાંથી છટકી શકે નહીઃ HC હરણીબોટ દુર્ઘટના મુદે હાઇકોર્ટમાં સુઓમોટો થયો હતો,ત્યારે આજે ગુજરાતહાઈકોર્ટે હરણીબોટ રિપોર્ટને લઈ નારાજગી વ્યકત કરી હતી,હાઈકોર્ટે કીધુ.શબ્દોની માયાજાળમાં સત્ય છુપાવવાનો પ્રયાસ કરાયો છે,તો અધિકારીઓ તેમની જવાબદારીમાથી છટકી નહી શકે,હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો કે રિપોર્ટ ફરીથી તૈયાર કરો,કમિશનરની જવાબદારી બનતી હોવાનો AG ( Attorney General )એ કર્યો સ્વિકાર. રાજય સરકારે હાઇકોર્ટમાંથી રિપોર્ટ પરત લીધો ગત 24 જૂને ગુજરાત હાઇકોર્ટે સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો કર્યો હતો ઇન્કાર અને વડોદરાના હરણી બોટ દુર્ઘટના મુદે સરકાર સામે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.શહેરી વિકાસ વિભાગના રિપોર્ટથી ગુજરાતહાઈકોર્ટ હતી નારાજ,હાઈકોર્ટે સરકારને કહ્યું કે આ રિપોર્ટ સ્વિકારવા યોગ્ય છે કે કેમ તે સરકાર જ કહે,વધુમાં હાઈકોર્ટે કહ્યું કે એક બાદ એક બેદરકારી અને સરકરી જવાબ ચોપડામાં જ રહે છે.હાઈકોર્ટે સરકારને કહ્યું કે કાર્યવાહીના નામ પર બેદરકારી રાખતા અધિકારીઓ સામે પગલાં લો. 21 ફેબ્રુઆરીના રોજ થઈ હતી સુનવણી વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોનાં મોત થયા હતા. આ સમગ્ર દુર્ઘટનાનાં આરોપીઓની ધરપકડ કરી જેલનાં સળીયા પાછળ ધકેલી દીધા હતા.હરણી બોટ દુર્ઘટના મામલે 21 ફેબ્રુઆરી 2024ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે સરકારે એફિડેવિટમાં સ્વીકાર્યું હતું કે, 40 જેટલી બોટમાંથી નિયમોનું પાલન ન કરતી હોય તેવી 21 બોટ બંધ કરવામાં આવી છે. તેમજ સલામતી સાધનો ન હોવાથી બોટિંગ બંધ કરાયું છે. હાઈકોર્ટમાં સરકારે રિપોર્ટ રજૂ કર્યો હતો આ સમગ્ર મામલે સરકારે હાઈકોર્ટમાં સરકારે રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં જણાવ્યું હતુ કે, તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ મૃતકોનાં પરિવારજનોને જરૂરી વિગતો કોર્ટ સમક્ષ મુકવામાં આવી છે. તેમજ સમગ્ર મામલે જીલ્લા મેજીસ્ટ્રેટનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યો હતો. તેમજ નિયમોનું પાલન ન થતું હોય તેવી રાજ્યમાં 21 જગ્યાએ બોટિંગ અને વોટર સ્પોર્ટસ બંધ કરવામાં આવ્યા છે. આ સમગ્ર બાબતે હાઈકોર્ટ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. તમામ બોટમાં લાઈફ જેકેટ તેમજ તરવૈયાઓ પણ હોવા જોઈએ. તેમજ તમામ બોટિંગ કરાવતી બોટોનું લાયસન્સ ફરજિયાત તેમજ દરેક પાસે તરવૈયા હોવા જોઈએ. સમગ્ર મામલે નિર્દોષ બાળકો અને શિક્ષકોનાં જીવ ગયા બાદ સરકારે પણ ગંભીરતા સમજી છે.સમગ્ર ઘટના શું હતી વડોદરા શહેરમાં તા. 18 જાન્યુઆરીનાં રોજ વાઘોડિયા રોડ પર આવેલ ન્યૂ સનરાઈઝ સ્કૂલનાં બાળકો તેમજ શિક્ષકો હરણી તળાવ ખાતે બોટમાં બેસી ફરી રહ્યા હતા. તે દરમિયાન હોડી પલ્ટી મારી જતા 12 બાળકો તેમજ 2 શિક્ષકોનાં મોત નિપજ્યા હતા. જે મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ત્યારે આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 18 જેટલા આરોપીઓની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા. તેમજ બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોટ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

Vadodara હરણીબોટ કાંડમાં ફરીથી રિપોર્ટ રજૂ કરવા ગુજરાત હાઇકોર્ટે સરકારને કર્યો આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 24 જૂને HCએ સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ઇન્કાર કર્યો
  • શબ્દોની માયાજાળમાં સત્ય છુપાવવાનો પ્રયાસઃ HC
  • અધિકારીઓ જવાબદારીમાંથી છટકી શકે નહીઃ HC

હરણીબોટ દુર્ઘટના મુદે હાઇકોર્ટમાં સુઓમોટો થયો હતો,ત્યારે આજે ગુજરાતહાઈકોર્ટે હરણીબોટ રિપોર્ટને લઈ નારાજગી વ્યકત કરી હતી,હાઈકોર્ટે કીધુ.શબ્દોની માયાજાળમાં સત્ય છુપાવવાનો પ્રયાસ કરાયો છે,તો અધિકારીઓ તેમની જવાબદારીમાથી છટકી નહી શકે,હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો કે રિપોર્ટ ફરીથી તૈયાર કરો,કમિશનરની જવાબદારી બનતી હોવાનો AG ( Attorney General )એ કર્યો સ્વિકાર.

રાજય સરકારે હાઇકોર્ટમાંથી રિપોર્ટ પરત લીધો

ગત 24 જૂને ગુજરાત હાઇકોર્ટે સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો કર્યો હતો ઇન્કાર અને વડોદરાના હરણી બોટ દુર્ઘટના મુદે સરકાર સામે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.શહેરી વિકાસ વિભાગના રિપોર્ટથી ગુજરાતહાઈકોર્ટ હતી નારાજ,હાઈકોર્ટે સરકારને કહ્યું કે આ રિપોર્ટ સ્વિકારવા યોગ્ય છે કે કેમ તે સરકાર જ કહે,વધુમાં હાઈકોર્ટે કહ્યું કે એક બાદ એક બેદરકારી અને સરકરી જવાબ ચોપડામાં જ રહે છે.હાઈકોર્ટે સરકારને કહ્યું કે કાર્યવાહીના નામ પર બેદરકારી રાખતા અધિકારીઓ સામે પગલાં લો.

21 ફેબ્રુઆરીના રોજ થઈ હતી સુનવણી

વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોનાં મોત થયા હતા. આ સમગ્ર દુર્ઘટનાનાં આરોપીઓની ધરપકડ કરી જેલનાં સળીયા પાછળ ધકેલી દીધા હતા.હરણી બોટ દુર્ઘટના મામલે 21 ફેબ્રુઆરી 2024ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે સરકારે એફિડેવિટમાં સ્વીકાર્યું હતું કે, 40 જેટલી બોટમાંથી નિયમોનું પાલન ન કરતી હોય તેવી 21 બોટ બંધ કરવામાં આવી છે. તેમજ સલામતી સાધનો ન હોવાથી બોટિંગ બંધ કરાયું છે.

હાઈકોર્ટમાં સરકારે રિપોર્ટ રજૂ કર્યો હતો

આ સમગ્ર મામલે સરકારે હાઈકોર્ટમાં સરકારે રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં જણાવ્યું હતુ કે, તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ મૃતકોનાં પરિવારજનોને જરૂરી વિગતો કોર્ટ સમક્ષ મુકવામાં આવી છે. તેમજ સમગ્ર મામલે જીલ્લા મેજીસ્ટ્રેટનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યો હતો. તેમજ નિયમોનું પાલન ન થતું હોય તેવી રાજ્યમાં 21 જગ્યાએ બોટિંગ અને વોટર સ્પોર્ટસ બંધ કરવામાં આવ્યા છે. આ સમગ્ર બાબતે હાઈકોર્ટ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. તમામ બોટમાં લાઈફ જેકેટ તેમજ તરવૈયાઓ પણ હોવા જોઈએ. તેમજ તમામ બોટિંગ કરાવતી બોટોનું લાયસન્સ ફરજિયાત તેમજ દરેક પાસે તરવૈયા હોવા જોઈએ. સમગ્ર મામલે નિર્દોષ બાળકો અને શિક્ષકોનાં જીવ ગયા બાદ સરકારે પણ ગંભીરતા સમજી છે.

સમગ્ર ઘટના શું હતી

વડોદરા શહેરમાં તા. 18 જાન્યુઆરીનાં રોજ વાઘોડિયા રોડ પર આવેલ ન્યૂ સનરાઈઝ સ્કૂલનાં બાળકો તેમજ શિક્ષકો હરણી તળાવ ખાતે બોટમાં બેસી ફરી રહ્યા હતા. તે દરમિયાન હોડી પલ્ટી મારી જતા 12 બાળકો તેમજ 2 શિક્ષકોનાં મોત નિપજ્યા હતા. જે મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ત્યારે આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 18 જેટલા આરોપીઓની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા. તેમજ બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોટ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.