Gandhinagar: ટેટ-ટાટ પાસ ઉમેદવારોનો રસ્તા રોકી વિરોધ, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

ગાંધીનગરમાં ટેટના ઉમેદવારોનો વિરોધ વધુ ઉગ્રશિક્ષકોની કાયમી ભરતીની માગ સાથે આંદોલન પોલીસે પરવાનગી ન આપતા ઠેર ઠેર વિરોધ ગુજરાતની સરકારી-ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ મોટા પ્રમાણમાં ખાલી છે, ત્યારે સરકારે કાયમી ભરતી કરવાને બદલે ગત વર્ષે જ્ઞાન સહાયકની યોજના લાગુ કરીને 11 મહિના માટે કરાર આધારીત શિક્ષકોની ભરતી કરતા રાજ્યભરમાં ઉગ્ર વિરોધ સાથે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે હવે હજારો ઉમેદવારો આ કરાર આધારીત ભરતીમાં જોડાવવા માટે તૈયાર નથી અને કાયમી ભરતીની જ માગ સાથે આજે ગાંધીનગરમાં TET-TAT પાસ ઉમેદવારોએ આંદોલન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે અનેક વખત રાજ્ય સરકારમાં આ ઉમેદવારો રજૂઆત કરી ચૂક્યા છે પણ કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી. ઉમેદવારોએ એકઠા થઈ કર્યુ આંદોલન સરકાર આ વર્ષે પણ કરાર આધારીત જ્ઞાન સહાયકોની હંગામી ભરતી કરવા જઈ રહી છે અને આ માટેની પ્રોસેસની પણ શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે પરવાનગી ન આપતા ઠેર ઠેર વિરોધ ત્યારે ગાંધીનગર શહેરમાં ટેટ-ટાટના ઉમેદવારોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે. શહેરમાં ઉમેદવારો રસ્તાઓ રોકીને વિરોધ નોંધાવી રહ્યા છે. સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પોલીસે પરવાનગી ના આપતા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને જૂના સચિવાલય ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ઉમેદવારોના આંદોલનને હવે વિવિધ રાજકીય પક્ષોએ પણ સમર્થન જાહેર કર્યુ છે.  

Gandhinagar: ટેટ-ટાટ પાસ ઉમેદવારોનો રસ્તા રોકી વિરોધ, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગરમાં ટેટના ઉમેદવારોનો વિરોધ વધુ ઉગ્ર
  • શિક્ષકોની કાયમી ભરતીની માગ સાથે આંદોલન
  • પોલીસે પરવાનગી ન આપતા ઠેર ઠેર વિરોધ

ગુજરાતની સરકારી-ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ મોટા પ્રમાણમાં ખાલી છે, ત્યારે સરકારે કાયમી ભરતી કરવાને બદલે ગત વર્ષે જ્ઞાન સહાયકની યોજના લાગુ કરીને 11 મહિના માટે કરાર આધારીત શિક્ષકોની ભરતી કરતા રાજ્યભરમાં ઉગ્ર વિરોધ સાથે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે હવે હજારો ઉમેદવારો આ કરાર આધારીત ભરતીમાં જોડાવવા માટે તૈયાર નથી અને કાયમી ભરતીની જ માગ સાથે આજે ગાંધીનગરમાં TET-TAT પાસ ઉમેદવારોએ આંદોલન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે અનેક વખત રાજ્ય સરકારમાં આ ઉમેદવારો રજૂઆત કરી ચૂક્યા છે પણ કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી.

ઉમેદવારોએ એકઠા થઈ કર્યુ આંદોલન

સરકાર આ વર્ષે પણ કરાર આધારીત જ્ઞાન સહાયકોની હંગામી ભરતી કરવા જઈ રહી છે અને આ માટેની પ્રોસેસની પણ શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

પોલીસે પરવાનગી ન આપતા ઠેર ઠેર વિરોધ

ત્યારે ગાંધીનગર શહેરમાં ટેટ-ટાટના ઉમેદવારોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે. શહેરમાં ઉમેદવારો રસ્તાઓ રોકીને વિરોધ નોંધાવી રહ્યા છે. સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પોલીસે પરવાનગી ના આપતા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને જૂના સચિવાલય ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ઉમેદવારોના આંદોલનને હવે વિવિધ રાજકીય પક્ષોએ પણ સમર્થન જાહેર કર્યુ છે.