Rajkot TRP Game Zone : અગ્રિકાંડ બાદ ભાવનગર મનપા તંત્ર સફાળું જાગ્યું

ફાયર NOC ન હોવાથી ક્રેસન્ટ સર્કલ પાસે K મોલ સીલ અત્યાર સુધી ફાયર NOC વગર જ ધમધમી રહ્યો હતો મોલદુર્ઘટના બાદ ફાયર વિભાગ ઊંઘમાંથી જાગ્યુંભાવનગર મનપાનું ફાયર તંત્ર ગાઢ નિંદ્રામાંથી રાજકોટની ઘટના બાદ અચાનક જાગ્યું છે. રાજકોટની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. આગ લાગે એટલે કૂવો ખોદવો આ ઉક્તિ મુજબ ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં તંત્રની કામગીરી શરૂ થઇ છે. શહેરમાં આવેલ હોટલો, મોલ તેમજ રેસ્ટોરન્ટ સહિતનું હાથ ધરવામાં આવ્યું ચેકીંગ. ફાયર NOCના મામલે મનપાએ ક્રેસન્ટ સર્કલ પાસે આવેલ K મોલને સિલ મારવામાં આવ્યું.NOCના મળે ત્યાં સુધી મોલ,રેસ્ટોરન્ટ અને હોટલો ખોલી ના શકાય મહત્વનું કહી શકાય કે જ્યાં સુધી ફાયર NOCના મળે ત્યાં સુધી મોલ,રેસ્ટોરન્ટ અને હોટલો ખોલી ના શકાય પરંતુ અત્યાર સુધી આ તમામ મિલકતો ફાયર NOC વગર જ ધમધમી રહ્યા હતા રાજકોટની બનેલી ઘટના બાદ ફાયર વિભાગ ઊંઘ માંથી જાગ્યું અને તમામ હોટલો તેમજ મોલ અને રેસ્ટોરન્ટનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું અને સિલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શા માટે અત્યાર સુધી ફાયર સેફટી કે ફાયર NOC માટે કોઈ ચોક્કસ કાર્યવાહી કરતું ના હતું?મહત્વનો સવાલ ફાયર વિભાગ ઉપર થઇ રહ્યો છે કે ભાવનગરનું ફાયર વિભાગ શા માટે અત્યાર સુધી ફાયર સેફટી કે ફાયર NOC માટે કોઈ ચોક્કસ કાર્યવાહી કરતું ના હતું? શું તેઓ રાહ જોઇ રહ્યા હતા કે કોઇ દુર્ઘટના થાય પછી જ આળસ મરડીને તંત્ર જાગે કે પછી કોઇ નિર્દોષ લોકોના જીવ જાય પછી જ તંત્રના બહેરા કાને અવાજ પહોંચે છે. શુ આ રીતે જ જનતા પસંદ કરી લોકશાહીમાં દેશના નેતાઓને ચૂંટે છે અને આખરે ત્યારેજ તંત્ર જાગે જ્યારે આવી કોઇ ઘટના બને શું તેઓ રાહ જોઇ રહ્યા હતા કે કોઇ દુર્ઘટના થાય હંમેશા કોઈ દુર્ઘટના સર્જાય તે પછી ગંભીરતાનો ખ્યાલ આવે છે. ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં પણ 21 ગેમીંગ ઝોન આવેલા છે તે આંકડો આ સાથે બહાર આવ્યો છે. એટલું જ નહિ ગેમીંગ ઝોન આ હદે લોકો માટે જોખમી બની શકે છે તે બાબત પણ સામે આવી છે. અત્યારસુધી ખૂલ્લી જગ્યામાં ઓપન રેસ્ટોરેન્ટ, ઢાબા ખૂલી જતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગેમીંગ ઝોનનો આ નવો એક ટ્રેન્ડ શરૂ થયો છે. જ્યાં કમાણી ખૂબ છે. પરંતુ તેની સાથે પ્રજાની સલામતી શૂન્ય છે. રાજકોટના અગ્નિકાંડ બાદ ગાંધીનગર મ્યુનિ તંત્ર એકાએક દોડતું થઈ ગયું છે. ગઈકાલે રાતે કમિશરની અધ્યક્ષતામાં ઈમરજન્સી મિટીંગ મળી હતી. જેમાં શહેરમાં ચાલી રહેલા ગેમિંગ ઝોનની મંજુરી સહિતની બાબતોની ચકાસણી કરવા અને જ્યાં મંજુરી ના હોય અને લોકો માટે જોખમી જણાતા હોય તેવા ગેમઝોન સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

Rajkot TRP Game Zone : અગ્રિકાંડ બાદ ભાવનગર મનપા તંત્ર સફાળું જાગ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફાયર NOC ન હોવાથી ક્રેસન્ટ સર્કલ પાસે K મોલ સીલ
  • અત્યાર સુધી ફાયર NOC વગર જ ધમધમી રહ્યો હતો મોલ
  • દુર્ઘટના બાદ ફાયર વિભાગ ઊંઘમાંથી જાગ્યું

ભાવનગર મનપાનું ફાયર તંત્ર ગાઢ નિંદ્રામાંથી રાજકોટની ઘટના બાદ અચાનક જાગ્યું છે. રાજકોટની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. આગ લાગે એટલે કૂવો ખોદવો આ ઉક્તિ મુજબ ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં તંત્રની કામગીરી શરૂ થઇ છે. શહેરમાં આવેલ હોટલો, મોલ તેમજ રેસ્ટોરન્ટ સહિતનું હાથ ધરવામાં આવ્યું ચેકીંગ. ફાયર NOCના મામલે મનપાએ ક્રેસન્ટ સર્કલ પાસે આવેલ K મોલને સિલ મારવામાં આવ્યું.

NOCના મળે ત્યાં સુધી મોલ,રેસ્ટોરન્ટ અને હોટલો ખોલી ના શકાય

મહત્વનું કહી શકાય કે જ્યાં સુધી ફાયર NOCના મળે ત્યાં સુધી મોલ,રેસ્ટોરન્ટ અને હોટલો ખોલી ના શકાય પરંતુ અત્યાર સુધી આ તમામ મિલકતો ફાયર NOC વગર જ ધમધમી રહ્યા હતા રાજકોટની બનેલી ઘટના બાદ ફાયર વિભાગ ઊંઘ માંથી જાગ્યું અને તમામ હોટલો તેમજ મોલ અને રેસ્ટોરન્ટનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું અને સિલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી

 શા માટે અત્યાર સુધી ફાયર સેફટી કે ફાયર NOC માટે કોઈ ચોક્કસ કાર્યવાહી કરતું ના હતું?

મહત્વનો સવાલ ફાયર વિભાગ ઉપર થઇ રહ્યો છે કે ભાવનગરનું ફાયર વિભાગ શા માટે અત્યાર સુધી ફાયર સેફટી કે ફાયર NOC માટે કોઈ ચોક્કસ કાર્યવાહી કરતું ના હતું? શું તેઓ રાહ જોઇ રહ્યા હતા કે કોઇ દુર્ઘટના થાય પછી જ આળસ મરડીને તંત્ર જાગે કે પછી કોઇ નિર્દોષ લોકોના જીવ જાય પછી જ તંત્રના બહેરા કાને અવાજ પહોંચે છે. શુ આ રીતે જ જનતા પસંદ કરી લોકશાહીમાં દેશના નેતાઓને ચૂંટે છે અને આખરે ત્યારેજ તંત્ર જાગે જ્યારે આવી કોઇ ઘટના બને

 શું તેઓ રાહ જોઇ રહ્યા હતા કે કોઇ દુર્ઘટના થાય

હંમેશા કોઈ દુર્ઘટના સર્જાય તે પછી ગંભીરતાનો ખ્યાલ આવે છે. ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં પણ 21 ગેમીંગ ઝોન આવેલા છે તે આંકડો આ સાથે બહાર આવ્યો છે. એટલું જ નહિ ગેમીંગ ઝોન આ હદે લોકો માટે જોખમી બની શકે છે તે બાબત પણ સામે આવી છે. અત્યારસુધી ખૂલ્લી જગ્યામાં ઓપન રેસ્ટોરેન્ટ, ઢાબા ખૂલી જતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગેમીંગ ઝોનનો આ નવો એક ટ્રેન્ડ શરૂ થયો છે. જ્યાં કમાણી ખૂબ છે. પરંતુ તેની સાથે પ્રજાની સલામતી શૂન્ય છે. રાજકોટના અગ્નિકાંડ બાદ ગાંધીનગર મ્યુનિ તંત્ર એકાએક દોડતું થઈ ગયું છે. ગઈકાલે રાતે કમિશરની અધ્યક્ષતામાં ઈમરજન્સી મિટીંગ મળી હતી. જેમાં શહેરમાં ચાલી રહેલા ગેમિંગ ઝોનની મંજુરી સહિતની બાબતોની ચકાસણી કરવા અને જ્યાં મંજુરી ના હોય અને લોકો માટે જોખમી જણાતા હોય તેવા ગેમઝોન સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.