ગોંડલમાં ફેબ્રિકેશનના વેપારીને 140 યુનિટનું 2,77,33,330નું વીજ બિલ

વીજ બિલની રકમ જોઈને વેપારીને ચક્કર આવી ગયાગોંડલમાં વીજબિલની અધધધ રકમ જોઈને વેપારીને ચક્કર ચડી ગયા હતા અંતે પીજીવીસીએલે ભૂલ સ્વીકારતા વેપારીના શ્વાસ હેઠા બેઠા ગોંડલમાં વીજબિલની અધધધ રકમ જોઈને વેપારીને ચક્કર ચડી ગયા હતા. ફેબ્રિકેશન કામ કરતા વેપારીના ઘરે 140 યુનિટનું રૂ.2,77,33,330 વીજ બિલ ફ્ટકરવામાં આવ્યું હતુ. સિંગલ ફેઇસ 140 યુનિટનું વીજ બિલ 2.77 કરોડ આવતા વેપારીનો જીવ અધ્ધર થયો હતો.બાદમાં પીજીવીસીએલ દ્વારા ભુલ સુધારી લઈ રૂ. 901 નું બીલ આપતા વેપારીએ હાશકારો અનુભવ્યો હતો. ગોંડલમાં નેશનલ હાઇવે પર ઊર્જા રેસિડેન્સી માં રહેતા અને ફેબ્રિકેશનનુ કામ કરતા નાનજીભાઈ સાકરિયાના ઘરે લાઈટ બિલની અધધ રકમનું બિલ આવ્યું હતુ. તેમના મોબાઈલ પર ગત 30 તારીખે બપોરે 4.00 વાગ્યે મેસેજ આવ્યો હતો. મેસેજમાં રકમ જોઈને નાનજીભાઈને ચક્કર આવી ગયા હતા. તેમણે પોતાની કોઈ ભૂલ નથી થતીને તેનું વેરીફઈ કરવા માટે મેસેજને બે ત્રણ વાર ધ્યાનથી વાંચ્યો હતો. મેસેજ વાંચીને તેમને પોતાની આંખો પર વિશ્વાસ થતો ન હતો. સિંગલ ફેઇસ અને 140 યુનિટ રીડિંગનું રૂ.2,77,33,330 બિલનો મેસેજ આવ્યો હતો. 2.77 કરોડની રકમ વાંચીને નાનજીભાઈ ઘરે દોડી આવ્યા હતા. તેમણે મીટરમાં વપરાયેલા યુનિટ વાંચ્યા હતા. બિલમાં ગત માસમાં વપરાયેલા યુનિટ પણ ચકાસ્યા હતા. 140 યુનિટ વીજળીનો વપરાશ નું આશરે રૂ. નવસો થી હજાર નું બિલ થાય છે. તેની સામે વીજ કંપની 2.77 કરોડ વીજબિલ આવ્યુ હતું. બીલ અંગે વિજ કંપની માં સંપર્ક કરતા PGVCL ના નાયબ ઈજનેરે જણાવ્યું હતું કે ભુલ થઈ હોઈ આંકડો મિસ્ટેક થઈ ગયો હોય અથવા તો પંચિંગ મિસ્ટેક થઇ ગઇ હોઈ શકે છે.

ગોંડલમાં ફેબ્રિકેશનના વેપારીને 140 યુનિટનું 2,77,33,330નું વીજ બિલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વીજ બિલની રકમ જોઈને વેપારીને ચક્કર આવી ગયા
  • ગોંડલમાં વીજબિલની અધધધ રકમ જોઈને વેપારીને ચક્કર ચડી ગયા હતા
  • અંતે પીજીવીસીએલે ભૂલ સ્વીકારતા વેપારીના શ્વાસ હેઠા બેઠા

ગોંડલમાં વીજબિલની અધધધ રકમ જોઈને વેપારીને ચક્કર ચડી ગયા હતા. ફેબ્રિકેશન કામ કરતા વેપારીના ઘરે 140 યુનિટનું રૂ.2,77,33,330 વીજ બિલ ફ્ટકરવામાં આવ્યું હતુ. સિંગલ ફેઇસ 140 યુનિટનું વીજ બિલ 2.77 કરોડ આવતા વેપારીનો જીવ અધ્ધર થયો હતો.બાદમાં પીજીવીસીએલ દ્વારા ભુલ સુધારી લઈ રૂ. 901 નું બીલ આપતા વેપારીએ હાશકારો અનુભવ્યો હતો.

ગોંડલમાં નેશનલ હાઇવે પર ઊર્જા રેસિડેન્સી માં રહેતા અને ફેબ્રિકેશનનુ કામ કરતા નાનજીભાઈ સાકરિયાના ઘરે લાઈટ બિલની અધધ રકમનું બિલ આવ્યું હતુ. તેમના મોબાઈલ પર ગત 30 તારીખે બપોરે 4.00 વાગ્યે મેસેજ આવ્યો હતો. મેસેજમાં રકમ જોઈને નાનજીભાઈને ચક્કર આવી ગયા હતા. તેમણે પોતાની કોઈ ભૂલ નથી થતીને તેનું વેરીફઈ કરવા માટે મેસેજને બે ત્રણ વાર ધ્યાનથી વાંચ્યો હતો. મેસેજ વાંચીને તેમને પોતાની આંખો પર વિશ્વાસ થતો ન હતો. સિંગલ ફેઇસ અને 140 યુનિટ રીડિંગનું રૂ.2,77,33,330 બિલનો મેસેજ આવ્યો હતો.

2.77 કરોડની રકમ વાંચીને નાનજીભાઈ ઘરે દોડી આવ્યા હતા. તેમણે મીટરમાં વપરાયેલા યુનિટ વાંચ્યા હતા. બિલમાં ગત માસમાં વપરાયેલા યુનિટ પણ ચકાસ્યા હતા. 140 યુનિટ વીજળીનો વપરાશ નું આશરે રૂ. નવસો થી હજાર નું બિલ થાય છે. તેની સામે વીજ કંપની 2.77 કરોડ વીજબિલ આવ્યુ હતું. બીલ અંગે વિજ કંપની માં સંપર્ક કરતા PGVCL ના નાયબ ઈજનેરે જણાવ્યું હતું કે ભુલ થઈ હોઈ આંકડો મિસ્ટેક થઈ ગયો હોય અથવા તો પંચિંગ મિસ્ટેક થઇ ગઇ હોઈ શકે છે.