સોજિત્રા શહેરની ક્ષત્રિય મહિલાઓ રૂપાલાના વિરોધમાં ઉપવાસ પર ઉતર્યાં

ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યુંપ્રથમ દિવસે સૂત્રોચ્ચાર કરી ભાજપ વિરોધી મતદાન કરવા આહ્વાન કર્યું, મહિલાઓ તા.૭મી સુધી વિરોધ યથાવત્ રાખશે આણંદ: પરસોત્તમ રૂપાલાએ આપેલા વિવિદાસ્પદ નિવેદનનનો ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આણંદ જિલ્લાના સોજિત્રામાં રૂપાલાના વિરોધમાં ગુરૂવારથી ક્ષત્રિય મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. આગામી તા.૭મી મે એટલે કે ચૂંટણીના દિવસ સુધી આ ઉપવાસ આંદોલન ચાલુ રહેશે.રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આપેલા વિવાદાસ્પદ નિવેદન અંગે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ હતી. જો કે  ભાજપ દ્વારા આ માંગની અવગણના કરી રૂપાલાને યથાવત રાખતા હવે મામલો વધુ ગરમાયો છે. આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઠેર-ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા તથા ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાના ઉમરેઠ સહિતના વિવિધ સ્થળોએ ક્ષત્રિય સમાજ દ્વારા પ્રચાર અર્થે આવતા કાર્યકર્તાઓનો વિરોધ કરાયો હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. સાથે સાથે બુધવારે આ વિરોધને ડામવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આણંદના કમલમ કાર્યાલય ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. જો કે આ બેઠકમાં પણ કંઈ ખાસ સફળતા મળી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ગુરુવારે જિલ્લાના તાલુકા મથક સોજિત્રામાં પણ ક્ષત્રિય મહિલા સમાજનો વિરોધ જોવા મળ્યો હતો.સોજિત્રાના શ્રી ક્ષેમકલ્યાણી માતાના મંદિરે સોજિત્રા તથા આસપાસની મહિલાઓએ એકત્ર થઈ  પ્રતિક ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે. ગુરુવારથી શરૂ થયેલા આ પ્રતિક ઉપવાસ આંદોલન આગામી તા.૭મી મે એટલે કે ચૂંટણીના દિવસ સુધી જારી રહેશે. દરરોજ સવારે ૧૦ થી ૪ કલાક સુધી મહિલાઓ પ્રતિક ઉપવાસ કરી વિરોધ વ્યક્ત કરશે. પ્રથમ દિવસે મહિલાઓએ નારા લગાવી ભાજપ વિરોધી મતદાન કરવા આહ્વાન કર્યુ હતું.

સોજિત્રા શહેરની ક્ષત્રિય મહિલાઓ રૂપાલાના વિરોધમાં ઉપવાસ પર ઉતર્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું

પ્રથમ દિવસે સૂત્રોચ્ચાર કરી ભાજપ વિરોધી મતદાન કરવા આહ્વાન કર્યું, મહિલાઓ તા.૭મી સુધી વિરોધ યથાવત્ રાખશે 

આણંદ: પરસોત્તમ રૂપાલાએ આપેલા વિવિદાસ્પદ નિવેદનનનો ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આણંદ જિલ્લાના સોજિત્રામાં રૂપાલાના વિરોધમાં ગુરૂવારથી ક્ષત્રિય મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. આગામી તા.૭મી મે એટલે કે ચૂંટણીના દિવસ સુધી આ ઉપવાસ આંદોલન ચાલુ રહેશે.

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આપેલા વિવાદાસ્પદ નિવેદન અંગે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ હતી. જો કે  ભાજપ દ્વારા આ માંગની અવગણના કરી રૂપાલાને યથાવત રાખતા હવે મામલો વધુ ગરમાયો છે. આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઠેર-ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા તથા ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

જિલ્લાના ઉમરેઠ સહિતના વિવિધ સ્થળોએ ક્ષત્રિય સમાજ દ્વારા પ્રચાર અર્થે આવતા કાર્યકર્તાઓનો વિરોધ કરાયો હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. સાથે સાથે બુધવારે આ વિરોધને ડામવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આણંદના કમલમ કાર્યાલય ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. જો કે આ બેઠકમાં પણ કંઈ ખાસ સફળતા મળી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ગુરુવારે જિલ્લાના તાલુકા મથક સોજિત્રામાં પણ ક્ષત્રિય મહિલા સમાજનો વિરોધ જોવા મળ્યો હતો.

સોજિત્રાના શ્રી ક્ષેમકલ્યાણી માતાના મંદિરે સોજિત્રા તથા આસપાસની મહિલાઓએ એકત્ર થઈ  પ્રતિક ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે. ગુરુવારથી શરૂ થયેલા આ પ્રતિક ઉપવાસ આંદોલન આગામી તા.૭મી મે એટલે કે ચૂંટણીના દિવસ સુધી જારી રહેશે. દરરોજ સવારે ૧૦ થી ૪ કલાક સુધી મહિલાઓ પ્રતિક ઉપવાસ કરી વિરોધ વ્યક્ત કરશે. પ્રથમ દિવસે મહિલાઓએ નારા લગાવી ભાજપ વિરોધી મતદાન કરવા આહ્વાન કર્યુ હતું.