Surendranagar News: દારૂનુંવેચાણ બંધ કરવા ગ્રામજનો કહેવા જતાં 2શખ્સોએ ધમકી આપી, SPને-રજૂઆત-કરાઈ

વઢવાણના રૂપાવટીમાં LCB અને જોરાવરનગર પોલીસે તપાસ હાથ ધરીજોરાવરનગર પોલીસની ટીમે ગામમાં રૂબરૂ જઇ ગામલોકોની રજૂઆત સાંભળી તપાસ હાથ ધરી હતી બીજી તરફ હિજરત કરવાની ફરજ પડવા બાબતે પોલીસે બંધ મકાનની તપાસ કરી વઢવાણના રૂપાવટીમાં દેશી દારૂ વેચાણ કરવાનું બંધ કરવા ગામ લોકો કહેતા શખ્સો ધમકી આપતા હોવાની એસ.પી.ને રજૂઆત કરતા એલ.સી.બી, જોરાવરનગર પોલીસે ગામમાં લોકોની રજૂઆત સાંભળી બંન્ને શખ્સોની તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, વઢવાણ તાલુકાના રૂપાવટી ગામમાં દિપક દેવુભાઇ અને ભુપત દેવુભાઇ દેશી દારૂ વેચતા હોવાની ના પાડતા આ શખ્સોએ ગામલોકોને ધમકી આપ્યાની રજૂઆત ગ્રામજનોએ એસ.પી. ગીરીશ પંડયાને કરી હતી. તુરંત જ એલ.સી.બી. અને પી.આઇ. જે.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., જોરાવરનગર પોલીસની ટીમે ગામમાં રૂબરૂ જઇ ગામલોકોની રજૂઆત સાંભળી તપાસ હાથ ધરી હતી. પ્રાથમીક તપાસમાં ભૂપત દેવુભાઇ લાંબા સમયથી ગામમાં ન રહેતો હોવાનું અને દિપક હાજર ન મળતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી. બીજી તરફ હિજરત કરવાની ફરજ પડવા બાબતે પોલીસે બંધ મકાનની તપાસ કરતા અમુક ગામમાંથી અન્ય જગ્યાએ મજૂરી કરવા, અમુક પ્લોટમાં રહેવા ગયાનું ખુલ્યુ હતુ. આમ રૂપાવટીમાં દેશી દારૂ વેચાતાની રજૂઆત બાદ એસ.પી.એ તાત્કાલીક પોલીસ દ્વારા ચેકિંગ કરાવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપતા પોલીસે આરોપીની તપાસ હાથ ધરી છે.

Surendranagar News: દારૂનુંવેચાણ બંધ કરવા ગ્રામજનો કહેવા જતાં 2શખ્સોએ ધમકી આપી, SPને-રજૂઆત-કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વઢવાણના રૂપાવટીમાં LCB અને જોરાવરનગર પોલીસે તપાસ હાથ ધરી
  • જોરાવરનગર પોલીસની ટીમે ગામમાં રૂબરૂ જઇ ગામલોકોની રજૂઆત સાંભળી તપાસ હાથ ધરી હતી
  • બીજી તરફ હિજરત કરવાની ફરજ પડવા બાબતે પોલીસે બંધ મકાનની તપાસ કરી

વઢવાણના રૂપાવટીમાં દેશી દારૂ વેચાણ કરવાનું બંધ કરવા ગામ લોકો કહેતા શખ્સો ધમકી આપતા હોવાની એસ.પી.ને રજૂઆત કરતા એલ.સી.બી, જોરાવરનગર પોલીસે ગામમાં લોકોની રજૂઆત સાંભળી બંન્ને શખ્સોની તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, વઢવાણ તાલુકાના રૂપાવટી ગામમાં દિપક દેવુભાઇ અને ભુપત દેવુભાઇ દેશી દારૂ વેચતા હોવાની ના પાડતા આ શખ્સોએ ગામલોકોને ધમકી આપ્યાની રજૂઆત ગ્રામજનોએ એસ.પી. ગીરીશ પંડયાને કરી હતી. તુરંત જ એલ.સી.બી. અને પી.આઇ. જે.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., જોરાવરનગર પોલીસની ટીમે ગામમાં રૂબરૂ જઇ ગામલોકોની રજૂઆત સાંભળી તપાસ હાથ ધરી હતી. પ્રાથમીક તપાસમાં ભૂપત દેવુભાઇ લાંબા સમયથી ગામમાં ન રહેતો હોવાનું અને દિપક હાજર ન મળતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી. બીજી તરફ હિજરત કરવાની ફરજ પડવા બાબતે પોલીસે બંધ મકાનની તપાસ કરતા અમુક ગામમાંથી અન્ય જગ્યાએ મજૂરી કરવા, અમુક પ્લોટમાં રહેવા ગયાનું ખુલ્યુ હતુ. આમ રૂપાવટીમાં દેશી દારૂ વેચાતાની રજૂઆત બાદ એસ.પી.એ તાત્કાલીક પોલીસ દ્વારા ચેકિંગ કરાવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપતા પોલીસે આરોપીની તપાસ હાથ ધરી છે.