Surendranagar : વઢવાણની 7સ્કૂલોમાં ફાયર NOCન મળતાં મામલતદાર દ્વારા રિપોર્ટ રજૂ કરાયો

મામલતદાર, TDO, પાલિકા, શિક્ષણ વિભાગ, PGVCL અને પોલીસની ટીમ તપાસમાં જોડાઇવઢવાણ ડેપ્યુટી કલેકટર દ્વારા તંત્રની સંયુકત ટીમે શાળાઓની તપાસ કરવા માટેની સુચના અપાઇ હતી ચાર પ્રાથમીક શાળા અને ત્રણ માધ્યમીક શાળામાં ફાયર એન.ઓ.સી.જોવા ન મળી હતી સુરેન્દ્રનગર-વઢવાણ વિસ્તારની સ્કૂલોમાં મામલતદાર સહિતની તંત્રની ટીમે ચેકીંગ હાથ ધરાતા સાત સ્કૂલોમાં ફાયર એન.ઓ.સી.જોવા ન મળતા શાળાની વિવિધ બાબતોની તપાસ હાથ ધરી ટીમ દ્વારા ડેપ્યુટી કલેકટર વઢવાણને રીપોર્ટ કરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ ગેમઝોનની દુર્ઘટના બાદ તંત્ર દ્વારા ફાયર એન.ઓ.સી.સહિતની બાબતોમાં કડક કાર્યવાહી કરાવાઇ રહી છે.ત્યારે વઢવાણ ડેપ્યુટી કલેકટર દ્વારા તંત્રની સંયુકત ટીમે શાળાઓની તપાસ કરવા માટેની સુચના અપાઇ હતી. જેથી વઢવાણ મામલતદાર સહિતની સંયુકત ટીમે વઢવાણ અને સુરેન્દ્રનગરની પ્રાથમીક અને હાઇસ્કૂલની શાળાઓની તપાસ કરતા ચાર પ્રાથમીક શાળા અને ત્રણ માધ્યમીક શાળામાં ફાયર એન.ઓ.સી.જોવા ન મળી હતી જેથી ટીમ દ્વારા શાળાઓના મકાન, કમ્પાઉન્ડ, વોલ, સ્ટ્રકચર સ્ટેબીલીટી, રમત ગમત મેદાન સહિતની સલામતી માટેની તમામ બાબતોની ટીમે તપાસ કરી હતી. આ સાત શાળાઓમાં ફાયર એન.ઓ.સી. ન હોવા સહિતની તપાસ કરી મામલતદાર દ્વારા વઢવાણ ડેપ્યુટી કલેકટરને રીપોર્ટ સોપાયો છે. હવે આ બાબતની તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરાય છે એની સામે સૌની નજર મંડાયેલી છે. 4 પ્રાથમિક 3 માધ્યમિક શાળામાં ફાયર એન.ઓ.સી.નો અભાવ અંકુર પ્રાઇમરી સ્કૂલ (2) સંસ્કાર એજ્યુકેશન એકેડમી (3) એસ.એન.આર.પ્રા.શાળા (4) રચના શિશું મંદિર (5) સી.યુ.શાહ અંધ કન્યા વિધ્યાલય (6) સંસ્કાર એજ્યુકેશન એકેડમી (7) કલરવ માધ્યમીક શાળા ડેપ્યુટી કલેકટરને રિપોર્ટ કરાયો છે : મામલતદાર વઢવાણ મામલતદારે જણાવેલ કે, સુરેન્દ્રનગર, વઢવાણની સાત સ્કૂલોમાં ફાયર એન.ઓ.સી. સહિત સ્કૂલની અન્ય બાબતોની સંયુકત ટીમ દ્વારા તપાસ કરી ડેપ્યુટી કલેકટરને રીપોર્ટ અપાયો છે.

Surendranagar : વઢવાણની 7સ્કૂલોમાં ફાયર NOCન મળતાં મામલતદાર દ્વારા રિપોર્ટ રજૂ કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મામલતદાર, TDO, પાલિકા, શિક્ષણ વિભાગ, PGVCL અને પોલીસની ટીમ તપાસમાં જોડાઇ
  • વઢવાણ ડેપ્યુટી કલેકટર દ્વારા તંત્રની સંયુકત ટીમે શાળાઓની તપાસ કરવા માટેની સુચના અપાઇ હતી
  • ચાર પ્રાથમીક શાળા અને ત્રણ માધ્યમીક શાળામાં ફાયર એન.ઓ.સી.જોવા ન મળી હતી

સુરેન્દ્રનગર-વઢવાણ વિસ્તારની સ્કૂલોમાં મામલતદાર સહિતની તંત્રની ટીમે ચેકીંગ હાથ ધરાતા સાત સ્કૂલોમાં ફાયર એન.ઓ.સી.જોવા ન મળતા શાળાની વિવિધ બાબતોની તપાસ હાથ ધરી ટીમ દ્વારા ડેપ્યુટી કલેકટર વઢવાણને રીપોર્ટ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ ગેમઝોનની દુર્ઘટના બાદ તંત્ર દ્વારા ફાયર એન.ઓ.સી.સહિતની બાબતોમાં કડક કાર્યવાહી કરાવાઇ રહી છે.ત્યારે વઢવાણ ડેપ્યુટી કલેકટર દ્વારા તંત્રની સંયુકત ટીમે શાળાઓની તપાસ કરવા માટેની સુચના અપાઇ હતી. જેથી વઢવાણ મામલતદાર સહિતની સંયુકત ટીમે વઢવાણ અને સુરેન્દ્રનગરની પ્રાથમીક અને હાઇસ્કૂલની શાળાઓની તપાસ કરતા ચાર પ્રાથમીક શાળા અને ત્રણ માધ્યમીક શાળામાં ફાયર એન.ઓ.સી.જોવા ન મળી હતી જેથી ટીમ દ્વારા શાળાઓના મકાન, કમ્પાઉન્ડ, વોલ, સ્ટ્રકચર સ્ટેબીલીટી, રમત ગમત મેદાન સહિતની સલામતી માટેની તમામ બાબતોની ટીમે તપાસ કરી હતી. આ સાત શાળાઓમાં ફાયર એન.ઓ.સી. ન હોવા સહિતની તપાસ કરી મામલતદાર દ્વારા વઢવાણ ડેપ્યુટી કલેકટરને રીપોર્ટ સોપાયો છે. હવે આ બાબતની તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરાય છે એની સામે સૌની નજર મંડાયેલી છે.

4 પ્રાથમિક 3 માધ્યમિક શાળામાં ફાયર એન.ઓ.સી.નો અભાવ

અંકુર પ્રાઇમરી સ્કૂલ (2) સંસ્કાર એજ્યુકેશન એકેડમી (3) એસ.એન.આર.પ્રા.શાળા (4) રચના શિશું મંદિર (5) સી.યુ.શાહ અંધ કન્યા વિધ્યાલય (6) સંસ્કાર એજ્યુકેશન એકેડમી (7) કલરવ માધ્યમીક શાળા

ડેપ્યુટી કલેકટરને રિપોર્ટ કરાયો છે : મામલતદાર

વઢવાણ મામલતદારે જણાવેલ કે, સુરેન્દ્રનગર, વઢવાણની સાત સ્કૂલોમાં ફાયર એન.ઓ.સી. સહિત સ્કૂલની અન્ય બાબતોની સંયુકત ટીમ દ્વારા તપાસ કરી ડેપ્યુટી કલેકટરને રીપોર્ટ અપાયો છે.