Vadodaraની SSG હોસ્પિટલમાં ગંભીર બેદરકારી,કોલ્ડ રૂમના યુનિટ બગડતા મૃતદેહને ડ્રોવરમાં મૂકાતા વિવાદ

6માંથી 3 યુનિટ બગડતા કોલ્ડરૂમનું મેનેજમેન્ટ ખોરવાયું યુનિટ બગડતા આખી રાત મૃતદેહો બહાર મૂકી રખાયા હજુ પણ એસ.એસ.જી હોસ્પિટલમાં કોલ્ડ રૂમમાં સુવિધા નહીં મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી કોલ્ડરૂમને લઈ વિવાદમાં આવી છે,એક બેરેકમાં બે મૃતદેહ રાખવામાં આવ્યા હતા તો અન્ય મૃતદેહ બેરેકની બહાર મૂકાતા વિવાદ વધ્યો હતો.કોલ્ડ સ્ટોરેજ રૂમમાં 6 માંથી 3 યુનિટ બંધ હાલતમાં છે જયારે 3 યુનિટ ચાલુ હોવાનું સામે આવ્યું છે,જેને લઈ એક જ બેરેકમાં બે મૃતદેહો સાચવવા માટે મૂકવા પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે,તેમજ બેરેક બહાર મૃતદેહ મૂકતા અનેક સવાલો ઉભા થયા છે. કોલ્ડરૂમનો વિવાદ પહેલા પણ થયો હતો સામન્ય રીતે મૃતદેહને બેરેકમાં મૂકવામાં આવતા હોય છે,M-6 બેરેક પ્રમાણે 36 શવ મૂકવાની ક્ષમતા હોય છે,ત્યારે એસએસજી હોસ્પિટલમાં 6 માંથી 3 યુનિટ ચાલુ હાલતમાં છે,જયારે અન્ય 3 બંધ હાલતમાં છે,વીજળી ગુલ થઈ ગઈ હોવાથી જનરેટર પણ શોભાના ગાંઠિયા સમાન બન્યા હતા. બેરેક 10 વર્ષથી વધુ જુના હોસ્પિટલ સુત્રોએ જણાવ્યું કે, એસએસજી હોસ્પિટલના 6 યુનિટમાં 36 મૃતદેહો સાચવવા માટેની વ્યવસ્થા છે. પરંતુ તૈ પૈકીના ત્રણ યુનિટ ખોટકાઇ ગયા છે. આ બેરેક 10 વર્ષથી વધુ જુના છે. જેને લઇને અવાર નવાર ખોટકાતા હોવાની સમસ્યા સામે આવી રહી છે. નવા યુનિટ નાખવા માટે સંસ્થાઓ સાથે હોસ્પિટલ તંત્ર વાટાઘાટો કરતું હોવાનું જાણવા મળી રહ્યું છે. આડકતરું કારણ ગરમીની અસર તો બીજી તરફ ગરમી આકાશી કહેર વરસાવી રહી હોવાનું સામે આવ્યું છે. વિતેલા 24 કલાકમાં 9 લોકોના શંકાસ્પદ મોત થયા છે. જેનું આડકતરું કારણ ગરમીની અસર માનવામાં આવી રહ્યું છે. આ વધતે ગરમીનો નવો રેકોર્ડ સ્થપાવવાની સાથે અનેક લોકોના મૃત્યુનું આડકતરૂ કારણ પણ બની હોવાનું સપાટી પર આવી રહ્યું છે.

Vadodaraની SSG હોસ્પિટલમાં ગંભીર બેદરકારી,કોલ્ડ રૂમના યુનિટ બગડતા મૃતદેહને ડ્રોવરમાં મૂકાતા વિવાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 6માંથી 3 યુનિટ બગડતા કોલ્ડરૂમનું મેનેજમેન્ટ ખોરવાયું
  • યુનિટ બગડતા આખી રાત મૃતદેહો બહાર મૂકી રખાયા
  • હજુ પણ એસ.એસ.જી હોસ્પિટલમાં કોલ્ડ રૂમમાં સુવિધા નહીં

મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી કોલ્ડરૂમને લઈ વિવાદમાં આવી છે,એક બેરેકમાં બે મૃતદેહ રાખવામાં આવ્યા હતા તો અન્ય મૃતદેહ બેરેકની બહાર મૂકાતા વિવાદ વધ્યો હતો.કોલ્ડ સ્ટોરેજ રૂમમાં 6 માંથી 3 યુનિટ બંધ હાલતમાં છે જયારે 3 યુનિટ ચાલુ હોવાનું સામે આવ્યું છે,જેને લઈ એક જ બેરેકમાં બે મૃતદેહો સાચવવા માટે મૂકવા પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે,તેમજ બેરેક બહાર મૃતદેહ મૂકતા અનેક સવાલો ઉભા થયા છે.

કોલ્ડરૂમનો વિવાદ પહેલા પણ થયો હતો

સામન્ય રીતે મૃતદેહને બેરેકમાં મૂકવામાં આવતા હોય છે,M-6 બેરેક પ્રમાણે 36 શવ મૂકવાની ક્ષમતા હોય છે,ત્યારે એસએસજી હોસ્પિટલમાં 6 માંથી 3 યુનિટ ચાલુ હાલતમાં છે,જયારે અન્ય 3 બંધ હાલતમાં છે,વીજળી ગુલ થઈ ગઈ હોવાથી જનરેટર પણ શોભાના ગાંઠિયા સમાન બન્યા હતા.

બેરેક 10 વર્ષથી વધુ જુના

હોસ્પિટલ સુત્રોએ જણાવ્યું કે, એસએસજી હોસ્પિટલના 6 યુનિટમાં 36 મૃતદેહો સાચવવા માટેની વ્યવસ્થા છે. પરંતુ તૈ પૈકીના ત્રણ યુનિટ ખોટકાઇ ગયા છે. આ બેરેક 10 વર્ષથી વધુ જુના છે. જેને લઇને અવાર નવાર ખોટકાતા હોવાની સમસ્યા સામે આવી રહી છે. નવા યુનિટ નાખવા માટે સંસ્થાઓ સાથે હોસ્પિટલ તંત્ર વાટાઘાટો કરતું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આડકતરું કારણ ગરમીની અસર

તો બીજી તરફ ગરમી આકાશી કહેર વરસાવી રહી હોવાનું સામે આવ્યું છે. વિતેલા 24 કલાકમાં 9 લોકોના શંકાસ્પદ મોત થયા છે. જેનું આડકતરું કારણ ગરમીની અસર માનવામાં આવી રહ્યું છે. આ વધતે ગરમીનો નવો રેકોર્ડ સ્થપાવવાની સાથે અનેક લોકોના મૃત્યુનું આડકતરૂ કારણ પણ બની હોવાનું સપાટી પર આવી રહ્યું છે.