Dahod હ્યુમન ટ્રાફિકીંગ પોલીસને અપહરણ કેસમાં મળી મોટી સફળતા

પોલીસની બે વર્ષની મહેનત લાવી રંગ ચાકલીયા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં નોંધાયો હતો અપહરણનો ગુનો લીમખેડાથી સુરત અને ત્યારબાદ યુપીના વારાણસીમાં પહોંચી યુવતી ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 22 ડિસેમ્બર 2022ના રોજ એક અપહરણનો ગુનો નોંધાયો હતો. જેમાં ચાકલીયા ટીંબી ફળિયાનો યુવક લીલેશ રસુ ચરપોટ(GRD પોલીસ)ગામની એક કિશોરીને તેના ઘરે થી મોટર સાયકલ પર બેસાડી લીમખેડા ખાતે લઈ ગયો હતો.ત્યારબાદ ત્યાંથી સુરત જતી એસ.ટી બસમાં ભોગ બનનાર કિશોરીને બેસાડી દીધી હતી જે બાદ યુવતી ગુજરાતથી ઉત્તરપ્રદેશના વારાણસી સુધી પહોંચી હતી. પોલીસ બાતમીના આધારે વારાણસી ગઈ બનાવ સંદર્ભે પોલીસે ગંભીરતા દાખવીને અપહરણનો ભોગ બનેલ કિશોરીની શોધખોળ શરૂ કરી હતી. જે અન્વયે અલગ અલગ ટીમો બનાવી સુરત, મુંબઈ તેમજ અલગ અલગ વિસ્તારોમાં ટીમો રવાના કરાઈ હતી.તપાસ દરમિયાન ભોગ બનનાર દીકરી તેના ફોઈના ઘરે આવી હોવાની જાણ પોલીસને થતાં પોલીસ દ્વારા તાત્કાલિક ત્યાં પહોંચી તેનો કબજો મેળવ્યો હતો. ત્યારબાદ દાહોદ કલ્યાણ સમિતિને સાથે રાખી ભોગ બનનાર દીકરીની પૂછપરછ કરાતા કેટલાક મોટા ખુલાસા થયા હતા. જાણો કઈ રીતે બની સમગ્ર ઘટના લીમખેડાના જીઆરડી જવાન દ્રારા સુરત માટેની બસમાં કિશોરીને બેસાડવામાં આવી હતી તેમાં આરોપી લીલેશ બેઠો જ ન હતો.ત્યાં કિશોરીને એકલી જોઈને રાહુલ નામના વ્યક્તિએ તેના સાથે વાતચીત કરી. ત્યાર પછી આરોપી રાહુલ તેને પટાવી ફોસલાવી બસ સ્ટેન્ડ નજીક હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ.અને પછી તેને પરત બસ સ્ટેન્ડ ખાતે મૂકી ફરાર થઈ ગયો. ત્યાર પછી અન્ય 2 વ્યક્તિઓએ એક પૂજા ઉર્ફે સારીયા નામની સ્ત્રી અને આનંદસિંહ નામનો પુરુષ તેની પાસે આવી તેને પોતાના ઘરે લઈ ગયા. ભોગ બનનાર કિશોરીને આરોપીઓએ પોતાના ઘરે 5 દીવસ રાખી. અને પછી સુરતથી બને વ્યક્તિઓએ ભોગ બનનાર દીકરીને લઈને વારાણસી ( ઉત્તરપ્રદેશ) લઈ ગયા. ઉત્તરપ્રદેશમાં કિશોરી સાથે દેહવ્યાપાર કરાવાયો ભોગ બનનાર કિશોરી જોડે 7 માસ જેટલા સમય સુધી દેહવ્યાપાર પ્રવૃત્તિ કરાવી.અને પછી અન્ય એક આરોપી વીરેન્દ્રસિંહ યાદવને દીકરીને આ બન્ને વ્યક્તિઓએ સોંપી દીધી હતી. ત્યાં વીરેન્દ્રસિંહ દ્વારા ભોગ બનનાર દીકરી નું શારીરક શોષણ કર્યું હતું. અને તેની ઓળખાતી આકાંક્ષા ઉર્ફે શબનમ પઠાણ નામની સ્ત્રી પાસે દેહ વ્યાપાર પ્રવૃતિ કરાવી.પોલીસે હાલ 3 આરોપી (1) આનંદ સિંહ (2)પૂજા (3) આકાંક્ષા ની ધરપકડ કરી છે તેમજ અન્ય ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની પકડમાં આવેલ આરોપી આનંદ સિંહ પહેલાથી ઉત્તરપ્રદેશના કુલ 6 ગુનાઓમાં સંડોવાયેલો હોવાનુ બહાર આવ્યુ હતું. પોલીસે ઉંડાણપૂર્વક હાથધરી તપાસ હ્યુમન ટ્રાફિકીંગ પોલીસે આ બાબતને લઈ અનેક રીતે આરોપીઓની પૂછપરછ કરી છે ત્યારે અગામી સમયમાં અન્ય જીલ્લામાં પણ આવી કોઈ ઘટના બની હોય તો તેનો ભેદ પણ ઉકેલાઈ શકે છે.

Dahod હ્યુમન ટ્રાફિકીંગ પોલીસને અપહરણ કેસમાં મળી મોટી સફળતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસની બે વર્ષની મહેનત લાવી રંગ
  • ચાકલીયા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં નોંધાયો હતો અપહરણનો ગુનો
  • લીમખેડાથી સુરત અને ત્યારબાદ યુપીના વારાણસીમાં પહોંચી યુવતી

ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 22 ડિસેમ્બર 2022ના રોજ એક અપહરણનો ગુનો નોંધાયો હતો. જેમાં ચાકલીયા ટીંબી ફળિયાનો યુવક લીલેશ રસુ ચરપોટ(GRD પોલીસ)ગામની એક કિશોરીને તેના ઘરે થી મોટર સાયકલ પર બેસાડી લીમખેડા ખાતે લઈ ગયો હતો.ત્યારબાદ ત્યાંથી સુરત જતી એસ.ટી બસમાં ભોગ બનનાર કિશોરીને બેસાડી દીધી હતી જે બાદ યુવતી ગુજરાતથી ઉત્તરપ્રદેશના વારાણસી સુધી પહોંચી હતી.

પોલીસ બાતમીના આધારે વારાણસી ગઈ

બનાવ સંદર્ભે પોલીસે ગંભીરતા દાખવીને અપહરણનો ભોગ બનેલ કિશોરીની શોધખોળ શરૂ કરી હતી. જે અન્વયે અલગ અલગ ટીમો બનાવી સુરત, મુંબઈ તેમજ અલગ અલગ વિસ્તારોમાં ટીમો રવાના કરાઈ હતી.તપાસ દરમિયાન ભોગ બનનાર દીકરી તેના ફોઈના ઘરે આવી હોવાની જાણ પોલીસને થતાં પોલીસ દ્વારા તાત્કાલિક ત્યાં પહોંચી તેનો કબજો મેળવ્યો હતો. ત્યારબાદ દાહોદ કલ્યાણ સમિતિને સાથે રાખી ભોગ બનનાર દીકરીની પૂછપરછ કરાતા કેટલાક મોટા ખુલાસા થયા હતા.


જાણો કઈ રીતે બની સમગ્ર ઘટના

લીમખેડાના જીઆરડી જવાન દ્રારા સુરત માટેની બસમાં કિશોરીને બેસાડવામાં આવી હતી તેમાં આરોપી લીલેશ બેઠો જ ન હતો.ત્યાં કિશોરીને એકલી જોઈને રાહુલ નામના વ્યક્તિએ તેના સાથે વાતચીત કરી. ત્યાર પછી આરોપી રાહુલ તેને પટાવી ફોસલાવી બસ સ્ટેન્ડ નજીક હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ.અને પછી તેને પરત બસ સ્ટેન્ડ ખાતે મૂકી ફરાર થઈ ગયો. ત્યાર પછી અન્ય 2 વ્યક્તિઓએ એક પૂજા ઉર્ફે સારીયા નામની સ્ત્રી અને આનંદસિંહ નામનો પુરુષ તેની પાસે આવી તેને પોતાના ઘરે લઈ ગયા. ભોગ બનનાર કિશોરીને આરોપીઓએ પોતાના ઘરે 5 દીવસ રાખી. અને પછી સુરતથી બને વ્યક્તિઓએ ભોગ બનનાર દીકરીને લઈને વારાણસી ( ઉત્તરપ્રદેશ) લઈ ગયા.


ઉત્તરપ્રદેશમાં કિશોરી સાથે દેહવ્યાપાર કરાવાયો

ભોગ બનનાર કિશોરી જોડે 7 માસ જેટલા સમય સુધી દેહવ્યાપાર પ્રવૃત્તિ કરાવી.અને પછી અન્ય એક આરોપી વીરેન્દ્રસિંહ યાદવને દીકરીને આ બન્ને વ્યક્તિઓએ સોંપી દીધી હતી. ત્યાં વીરેન્દ્રસિંહ દ્વારા ભોગ બનનાર દીકરી નું શારીરક શોષણ કર્યું હતું. અને તેની ઓળખાતી આકાંક્ષા ઉર્ફે શબનમ પઠાણ નામની સ્ત્રી પાસે દેહ વ્યાપાર પ્રવૃતિ કરાવી.પોલીસે હાલ 3 આરોપી (1) આનંદ સિંહ (2)પૂજા (3) આકાંક્ષા ની ધરપકડ કરી છે તેમજ અન્ય ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની પકડમાં આવેલ આરોપી આનંદ સિંહ પહેલાથી ઉત્તરપ્રદેશના કુલ 6 ગુનાઓમાં સંડોવાયેલો હોવાનુ બહાર આવ્યુ હતું.

પોલીસે ઉંડાણપૂર્વક હાથધરી તપાસ

હ્યુમન ટ્રાફિકીંગ પોલીસે આ બાબતને લઈ અનેક રીતે આરોપીઓની પૂછપરછ કરી છે ત્યારે અગામી સમયમાં અન્ય જીલ્લામાં પણ આવી કોઈ ઘટના બની હોય તો તેનો ભેદ પણ ઉકેલાઈ શકે છે.