'રેવન્યૂ રેકોર્ડમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે...' 2000 કરોડના સરકારી જમીન કૌભાંડમાં મહત્ત્વપૂર્ણ ફરમાન

Gujarat Surat Dumas land Scam: સુરત નજીક આવેલા ડુમસમાં  સરકારી માલિકીની અંદાજે રૂપિયા 2000 કરોડના મૂલ્યની સરવે નંબર 311-3 હેઠળની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચઢાવી દઈ બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડમાં મહેસૂલ સચિવ આર.બી.બારડ સમક્ષ કરવામાં આવેલી રિવિઝન અરજીની સુનાવણી આગામી 28મી જૂને કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી રેવન્યુ રેકોર્ડમાં કોઈપણ ફેરફાર નૈ કરવાનોં આદેશ કરવામાં આવ્યો છે.પ્રસ્તુત કૌભાંડમાં સુરત નજીક આવેલા ડુમસમાં સરકારી કબજાને જમીન ગણોતધારાની કલમ 4નો દુરુપયોગ કરીને ખાનગી વ્યક્તિને નામે ચઢાવી બિલ્ડરોને વેચી દેવાના કૌભાંડમાં ભાજપના રાજકારણી ઉપરાંત જે તે વખતના સુરતના અને હાલના વલસાડના કલેક્ટર આયુષ ઓક અને અન્ય અધિકારીની સંડોવણી ઉપરાંત ભાજપના રાજકારણી પણ તેમાં સંડોવાયેલા હોવાની વાતો વહેતી થતાં તપાસ પર બ્રેક લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.

'રેવન્યૂ રેકોર્ડમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે...' 2000 કરોડના સરકારી જમીન કૌભાંડમાં મહત્ત્વપૂર્ણ ફરમાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat Surat Dumas land Scam: સુરત નજીક આવેલા ડુમસમાં  સરકારી માલિકીની અંદાજે રૂપિયા 2000 કરોડના મૂલ્યની સરવે નંબર 311-3 હેઠળની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચઢાવી દઈ બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડમાં મહેસૂલ સચિવ આર.બી.બારડ સમક્ષ કરવામાં આવેલી રિવિઝન અરજીની સુનાવણી આગામી 28મી જૂને કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી રેવન્યુ રેકોર્ડમાં કોઈપણ ફેરફાર નૈ કરવાનોં આદેશ કરવામાં આવ્યો છે.

પ્રસ્તુત કૌભાંડમાં સુરત નજીક આવેલા ડુમસમાં સરકારી કબજાને જમીન ગણોતધારાની કલમ 4નો દુરુપયોગ કરીને ખાનગી વ્યક્તિને નામે ચઢાવી બિલ્ડરોને વેચી દેવાના કૌભાંડમાં ભાજપના રાજકારણી ઉપરાંત જે તે વખતના સુરતના અને હાલના વલસાડના કલેક્ટર આયુષ ઓક અને અન્ય અધિકારીની સંડોવણી ઉપરાંત ભાજપના રાજકારણી પણ તેમાં સંડોવાયેલા હોવાની વાતો વહેતી થતાં તપાસ પર બ્રેક લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.