Botadમાં સ્વામિનારાયણના સાધુઓ સામે હરિભક્તોમાં ભારે રોષ

વાયરલ વીડિયોને લઈ હરિભક્તોમાં ભારે રોષ ગઢડા ગોપીનાથજી ટેમ્પલમાં હરિભક્તો દ્વારા વિરોધ હરિભક્તોએ બેનર સાથે સાધુઓ સામે ઠાલવ્યો રોષ બોટાદમાં સ્વામિનારાયણના સાધુઓ સામે રોષ ફેલાયો છે. જેમાં વાયરલ વીડિયોને લઈ હરિભક્તોમાં ભારે રોષ છે. ગઢડા ગોપીનાથજી ટેમ્પલમાં હરિભક્તો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. હરિભક્તોએ બેનર સાથે સાધુઓ સામે રોષ ઠાલવ્યો છે. તેમજ હરિભક્તોએ ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીઓને આવેદનપત્ર આપ્યું છે. તથા હરિભક્તોએ 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીઓને હરિ ભક્તોએ આવેદનપત્ર આપ્યુ સાધુઓ સામે કાર્યવાહીની માગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્વામિનારાયણ સાધુના વીડિયો મામલે સુરત, અમદાવાદ, સાવરકુંડલા બોટાદના હરિ ભક્તો ગઢડા ગોપીનાથજી ટેમ્પલ ખાતે પહોંચ્યા હતા. હરિ ભક્તો દ્રારા વીડિયોને લઈ બેનર હાથમાં રાખી વિરોધ નોંધાવ્યો છે. તેમજ હાય... હાય... ના નારા સાથે આવા સાધુને દૂર કરવા માગ કરી છે. ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીઓને હરિ ભક્તોએ આવેદનપત્ર આપ્યુ છે. ટ્રસ્ટી દ્રારા આવેદનપત્રનો સ્વીકાર કર્યો છે. હરિ ભક્તોએ 7 દિવસનું અલટીમેટમ આપ્યુ છે હરિ ભક્તોએ 7 દિવસનું અલટીમેટમ આપ્યુ છે. તેમજ જો આવા સાધુને હટાવવામાં નહિ આવે તો આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું છે. તથા ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટી બકુલભાઈ દ્રારા સાધુઓની આ હરકતને અયોગ્ય ગણાવી છે. આવા સાધુ સામે કાર્યવાહી થવી જોઈએ તે વાતનો સ્વીકાર કર્યો છે. તેમજ આગામી બોર્ડ મીટિંગમાં આ મુદ્દે ચર્ચા કરી તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. જાણો સમગ્ર મામલો વડોદરાના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામી સામે દુષ્કર્મ કેસના મામલે વાડી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી સહિત 5 સંતોના નિવેદન લેવાયા છે. તેમાં 2 વર્ષથી જગત પાવન સ્વામી વાડીથી વડતાલ ગયા હતા. જેમાં વડતાલમાંથી પણ સ્વામી ગાયબ થઈ ગયા છે. તથા ક્રાઇમ બ્રાન્ચ અને વાડી પોલીસની ટીમોએ જેપી સ્વામીની શોધખોળ આદરી છે. જેપી સ્વામી સામે લુક આઉટ નોટિસ બહાર પડે તેવી શકયતા જેપી સ્વામી સામે લુક આઉટ નોટિસ બહાર પડે તેવી શકયતા છે. તેમજ જેપી સ્વામી વિદેશ પલાયન કરે તેવી આશંકા છે. ગુનો દાખલ થતા અંડર ગ્રાઉન્ડ થઇ ગયેલા જે.પી.સ્વામીને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી છે. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી હાથ ધરી છે.23 વર્ષની યુવતી જ્યારે 14 વર્ષની હતી તે સમયે દુષ્કર્મનો ભોગ બની હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવનદાસ સ્વામી ( જે.પી.સ્વામી) એ વિદેશથી લાવેલી ગિફ્ટ આપવાના બહાને મને વાડી સ્વામિ નારાયણ મંદિરે બોલાવી હતી. ત્યારબાદ મંદિરની નીચે એક રૂમમાં મને લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું.

Botadમાં સ્વામિનારાયણના સાધુઓ સામે હરિભક્તોમાં ભારે રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વાયરલ વીડિયોને લઈ હરિભક્તોમાં ભારે રોષ
  • ગઢડા ગોપીનાથજી ટેમ્પલમાં હરિભક્તો દ્વારા વિરોધ
  • હરિભક્તોએ બેનર સાથે સાધુઓ સામે ઠાલવ્યો રોષ

બોટાદમાં સ્વામિનારાયણના સાધુઓ સામે રોષ ફેલાયો છે. જેમાં વાયરલ વીડિયોને લઈ હરિભક્તોમાં ભારે રોષ છે. ગઢડા ગોપીનાથજી ટેમ્પલમાં હરિભક્તો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. હરિભક્તોએ બેનર સાથે સાધુઓ સામે રોષ ઠાલવ્યો છે. તેમજ હરિભક્તોએ ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીઓને આવેદનપત્ર આપ્યું છે. તથા હરિભક્તોએ 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.

ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીઓને હરિ ભક્તોએ આવેદનપત્ર આપ્યુ

સાધુઓ સામે કાર્યવાહીની માગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્વામિનારાયણ સાધુના વીડિયો મામલે સુરત, અમદાવાદ, સાવરકુંડલા બોટાદના હરિ ભક્તો ગઢડા ગોપીનાથજી ટેમ્પલ ખાતે પહોંચ્યા હતા. હરિ ભક્તો દ્રારા વીડિયોને લઈ બેનર હાથમાં રાખી વિરોધ નોંધાવ્યો છે. તેમજ હાય... હાય... ના નારા સાથે આવા સાધુને દૂર કરવા માગ કરી છે. ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીઓને હરિ ભક્તોએ આવેદનપત્ર આપ્યુ છે. ટ્રસ્ટી દ્રારા આવેદનપત્રનો સ્વીકાર કર્યો છે.

હરિ ભક્તોએ 7 દિવસનું અલટીમેટમ આપ્યુ છે

હરિ ભક્તોએ 7 દિવસનું અલટીમેટમ આપ્યુ છે. તેમજ જો આવા સાધુને હટાવવામાં નહિ આવે તો આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું છે. તથા ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટી બકુલભાઈ દ્રારા સાધુઓની આ હરકતને અયોગ્ય ગણાવી છે. આવા સાધુ સામે કાર્યવાહી થવી જોઈએ તે વાતનો સ્વીકાર કર્યો છે. તેમજ આગામી બોર્ડ મીટિંગમાં આ મુદ્દે ચર્ચા કરી તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે.

જાણો સમગ્ર મામલો

વડોદરાના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામી સામે દુષ્કર્મ કેસના મામલે વાડી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી સહિત 5 સંતોના નિવેદન લેવાયા છે. તેમાં 2 વર્ષથી જગત પાવન સ્વામી વાડીથી વડતાલ ગયા હતા. જેમાં વડતાલમાંથી પણ સ્વામી ગાયબ થઈ ગયા છે. તથા ક્રાઇમ બ્રાન્ચ અને વાડી પોલીસની ટીમોએ જેપી સ્વામીની શોધખોળ આદરી છે.

જેપી સ્વામી સામે લુક આઉટ નોટિસ બહાર પડે તેવી શકયતા

જેપી સ્વામી સામે લુક આઉટ નોટિસ બહાર પડે તેવી શકયતા છે. તેમજ જેપી સ્વામી વિદેશ પલાયન કરે તેવી આશંકા છે. ગુનો દાખલ થતા અંડર ગ્રાઉન્ડ થઇ ગયેલા જે.પી.સ્વામીને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી છે. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી હાથ ધરી છે.23 વર્ષની યુવતી જ્યારે 14 વર્ષની હતી તે સમયે દુષ્કર્મનો ભોગ બની હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવનદાસ સ્વામી ( જે.પી.સ્વામી) એ વિદેશથી લાવેલી ગિફ્ટ આપવાના બહાને મને વાડી સ્વામિ નારાયણ મંદિરે બોલાવી હતી. ત્યારબાદ મંદિરની નીચે એક રૂમમાં મને લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું.