Sabarkantha: ખેરોલ ગામે જાનૈયાઓની કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

સાબરકાંઠામાં જાનૈયાઓની કારમાં લાગી આગ શોર્ટસર્કિટના કારણે આગ લાગતા અફરાતફરીસ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધીઉનાળાની ગરમી વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નની સિઝન જામી છે. તેવામાં સાબરકાંઠાના ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. જાનૈયાઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.મળતી માહિતી મુજબ, ઉનાળાની ધગધગથી ગરમી અને બીજી તરફ લગ્નસરાની સિઝન પણ બરાબર જામી છે. ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નસરાનો માહોલ પર જબરદસ્ત બન્યો છે. આ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ખેરોલ ગામે આવેલા જાનૈયાઓની જાનની એક કારમાં આગ લાગી હતી. કારમાં અચાનક આગ લાગતાને લઈ ટોળાએ કારને એક બાજુથી ઉંચી કરીને આડી કરી દીધી હતી. આગમાં અચાનક ધૂમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. કારમાં આગ પ્રસરવાને લઈ અફરાતફરી મચી ગઈ હતી. જોકે બીજી તરફ જાનૈયાઓની કારમાં આગ લાગવાને લઈ લોકોના ટોળાએ કારમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો. આગ કારના નિચેના ભાગે વધારે પ્રસરી હોવાને લઈ લોકોએ કારને એક બાજુથી ઉંચી કરીને પલટાવી દીધી હતી. આમ કારને પલટી દઈને કારમાં જ્યાં આગ લાગી હતી ત્યાં પાણી છાંટીને આગ કાબૂમાં લીધી હતી. જાણવા મળી રહ્યું છે કે, જાનૈયાઓની કારમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવામાં આવ્યું છે. સમગ્ર ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ ટળી હતી.

Sabarkantha: ખેરોલ ગામે જાનૈયાઓની કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાબરકાંઠામાં જાનૈયાઓની કારમાં લાગી આગ
  • શોર્ટસર્કિટના કારણે આગ લાગતા અફરાતફરી
  • સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી

ઉનાળાની ગરમી વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નની સિઝન જામી છે. તેવામાં સાબરકાંઠાના ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. જાનૈયાઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, ઉનાળાની ધગધગથી ગરમી અને બીજી તરફ લગ્નસરાની સિઝન પણ બરાબર જામી છે. ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નસરાનો માહોલ પર જબરદસ્ત બન્યો છે. આ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ખેરોલ ગામે આવેલા જાનૈયાઓની જાનની એક કારમાં આગ લાગી હતી. કારમાં અચાનક આગ લાગતાને લઈ ટોળાએ કારને એક બાજુથી ઉંચી કરીને આડી કરી દીધી હતી. આગમાં અચાનક ધૂમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. કારમાં આગ પ્રસરવાને લઈ અફરાતફરી મચી ગઈ હતી.

જોકે બીજી તરફ જાનૈયાઓની કારમાં આગ લાગવાને લઈ લોકોના ટોળાએ કારમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો. આગ કારના નિચેના ભાગે વધારે પ્રસરી હોવાને લઈ લોકોએ કારને એક બાજુથી ઉંચી કરીને પલટાવી દીધી હતી. આમ કારને પલટી દઈને કારમાં જ્યાં આગ લાગી હતી ત્યાં પાણી છાંટીને આગ કાબૂમાં લીધી હતી. જાણવા મળી રહ્યું છે કે, જાનૈયાઓની કારમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવામાં આવ્યું છે. સમગ્ર ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ ટળી હતી.