Viramgam: વાયરિંગના મજૂરી કામે આવતા યુવાને જ શેઠના ઘરમાં હાથફેરો કર્યો

પોલીસે આરોપી પાસેથી રૂ. 1.23 લાખના દાગીના કબજે કર્યાવિરમગામ શહેરમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો તા. 22મી જુને નોંધાવાઈ હતી. પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા વિરમગામના આઇઓસી કોલોની રોડ પર આવેલી પ્રભામિલ સોસાયટીમાં રહેતા સુકેતુભાઈ પ્રદીપભાઈ વ્યાસના રહેણાંક મકાનમા તાજેતરમાં ચોરીનો બનાવ ઘટયો હતો. સુકેતુભાઈના ભાભીએ કબાટમા મુકેલા દાગીના ગાયબ થયા હોવાથી કુલ રૂ. 1,23,622 જેટલી કિંમતના દાગીના ચોરીની ફરિયાદ વિરમગામ પોલીસ મથકમાં ગત તા. 22મી જુને નોંધાવાઈ હતી. પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. દરમ્યાન મંગળવારે પીએસઆઈ એમ. ડી. જયસ્વાલને બાતમી મળતા સ્ટાફની ટીમ કામે લાગી હતી અને શહેરના ભરવાડી દરવાજા અંદર વિસ્તારમાં દાગીના વેચાણ માટે ફ્રતા રાકેશ કેશાભાઇ મકવાણા વય 23, રહે. ઢાંકી, તા.લખતરને ઝડપી લીધો હતો. પોલીસ મથકે લાવી પૂછપરછ શરૂ કરી હતી.રાકેશ મકવાણા મજુરી કામ કરે છે. જેથી થોડા સમયથી વાયરીંગ કામમાં સુકેતુભાઈ વ્યાસ સાથે કામે જતો હતો. દરમિયાન તાજેતરમાં સુકેતુભાઈ સાથે તેમના ઘરે આવ્યો હતો. આ સમયે લાકડાના કબાટમાં મુકેલા દાગીનાનો હાથફેરો કરી લીધો હોવાનો ભેદ ખુલ્યો હતો. પોલીસે રાકેશ મકવાણા પાસેથી કુલ રૂ. 1,23,622ની કિંમતના દાગીના કબજે કર્યા હતા. અને તેના વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરી હતી.

Viramgam: વાયરિંગના મજૂરી કામે આવતા યુવાને જ શેઠના ઘરમાં હાથફેરો કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસે આરોપી પાસેથી રૂ. 1.23 લાખના દાગીના કબજે કર્યા
  • વિરમગામ શહેરમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
  • તા. 22મી જુને નોંધાવાઈ હતી. પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા

વિરમગામના આઇઓસી કોલોની રોડ પર આવેલી પ્રભામિલ સોસાયટીમાં રહેતા સુકેતુભાઈ પ્રદીપભાઈ વ્યાસના રહેણાંક મકાનમા તાજેતરમાં ચોરીનો બનાવ ઘટયો હતો.

સુકેતુભાઈના ભાભીએ કબાટમા મુકેલા દાગીના ગાયબ થયા હોવાથી કુલ રૂ. 1,23,622 જેટલી કિંમતના દાગીના ચોરીની ફરિયાદ વિરમગામ પોલીસ મથકમાં ગત તા. 22મી જુને નોંધાવાઈ હતી. પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. દરમ્યાન મંગળવારે પીએસઆઈ એમ. ડી. જયસ્વાલને બાતમી મળતા સ્ટાફની ટીમ કામે લાગી હતી અને શહેરના ભરવાડી દરવાજા અંદર વિસ્તારમાં દાગીના વેચાણ માટે ફ્રતા રાકેશ કેશાભાઇ મકવાણા વય 23, રહે. ઢાંકી, તા.લખતરને ઝડપી લીધો હતો. પોલીસ મથકે લાવી પૂછપરછ શરૂ કરી હતી.રાકેશ મકવાણા મજુરી કામ કરે છે. જેથી થોડા સમયથી વાયરીંગ કામમાં સુકેતુભાઈ વ્યાસ સાથે કામે જતો હતો. દરમિયાન તાજેતરમાં સુકેતુભાઈ સાથે તેમના ઘરે આવ્યો હતો. આ સમયે લાકડાના કબાટમાં મુકેલા દાગીનાનો હાથફેરો કરી લીધો હોવાનો ભેદ ખુલ્યો હતો. પોલીસે રાકેશ મકવાણા પાસેથી કુલ રૂ. 1,23,622ની કિંમતના દાગીના કબજે કર્યા હતા. અને તેના વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરી હતી.