પ્રેમસબંધ બાબતની અગાઉની તકરારમાં જૂથ અથડામણ, 3ને ગંભીર ઈજા

લાઠીના જરખિયા ગામેના એક પરિવારને 6 શખ્સોએ હુમલો કર્યો : લાઠીના ટોડા ગામે દાગીનાની માથાકૂટના પગલે મહિલાને બે શખ્સોએ માર મારતા ફરિયાદઅમરેલી, : લાઠીના જરખીયા ગામે પ્રેમ સંબંધ બાબતે અગાઉની તકરારમાં બે જૂથો વચ્ચે ફરી ઝઘડો થતાં છ શખ્સોએ હુમલો કરતા બે ને ગંભીર ઈજા થવાનો બનાવ બન્યો છે. જયારે લાઠી તાલુકા ટોડા ગામે રહેતી એક મહિલાને દાગીનાઓ બાબતે થયેલ માથાકૂટને પગલે તેના પતિની ખબર કાઢવા માટે આવેલ બે લોકોએ માર માર્યાની ઘટના બની છે. લાઠીના જરખીયા ગામે રહેતા સાગરભાઈ જગાભાઈ ચારોલીયા (ઉ.વ.૨૪) એ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી કે,આજથી એકાદ વર્ષ પહેલા તેની બહેન સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતે  તેના પરિવાર અને સામેના લોકો સાથે તકરાર થયેલી હતી. જે અંગે  સાગરભાઈના પિતા જગાભાઈ  સામા પક્ષના પરિવારના બાવકુભાઇ ભુપતભાઇ નામના શખ્સ સાથે અડતાળા ગામે મળતા જુના બનાવ બાબતે બોલાચાલી થઈ હતી એ પછી અન્ય ૬ જેટલા લોકોને સાથે રાખી કુહાડી,છરી અને ફાઈબરની પાઇપ જેવા હથિયારો સાથે આવી અને સાગર તેના પિતા જગાભાઈ તેમજ તેના બા સહિતના લોકોને કુહાડી,છરી અને ફાઈબરની પાઇપ જેવા હથિયારો વડે માર મારી ઈજાઓ કરી હતી.તેમાં સાગરભાઈને માથાના ભાગે આવી ઇજા કરી તેમજ મુંઢમાર માર્યો હતો.તેના બા ને પણ ડાબા હાથના ભાગે ફેક્ચર કરી ઈજાઓ કરી હતી.આ બનાવને લઈને બાવકુભાઇ ભુપતભાઈ સહીત છ શખ્સો સામેે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.ઝઘડાના બીજા બનાવમા લાઠી તાલુકાના તોડા ગામ પાસે દુધાળા તરફ જતા રસ્તા પર આવેલ એક રહેણાંક ઝૂંપડામાં રહેતા જસુબેન જેન્તીભાઇ ચારોલીયા (ઉ.વ. 28) એ ફરિયાદ નોંધાવી હતી કે,તેમના પતિ સાથે ઝૂંપડામાં હાજર હતા ત્યારે તેમના પતિની ખબર કાઢવા માટે આવેલ લવીંગભાઇ માનસિંગભાઈ ચારોલીયા અને મંજુબેન મગનભાઈ ચારોલીયા રહે.કેરાળાએ મહિલાને કહેલ કે,તે સોનાના દાગીનાઓ મગનભાઈ હરજીભાઈને આપી દીધેલ છે જેથી તું અમારે જોઈતી નથી એમ કહી બંનેએ મળીને મહિલાને લાકડી વડે માર મારી  હાથના કાંડાના ભાગે ફેકચર કરી નાખ્યું હતું.

પ્રેમસબંધ બાબતની અગાઉની તકરારમાં જૂથ અથડામણ, 3ને ગંભીર ઈજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


લાઠીના જરખિયા ગામેના એક પરિવારને 6 શખ્સોએ હુમલો કર્યો : લાઠીના ટોડા ગામે દાગીનાની માથાકૂટના પગલે મહિલાને બે શખ્સોએ માર મારતા ફરિયાદ

અમરેલી, : લાઠીના જરખીયા ગામે પ્રેમ સંબંધ બાબતે અગાઉની તકરારમાં બે જૂથો વચ્ચે ફરી ઝઘડો થતાં છ શખ્સોએ હુમલો કરતા બે ને ગંભીર ઈજા થવાનો બનાવ બન્યો છે. જયારે લાઠી તાલુકા ટોડા ગામે રહેતી એક મહિલાને દાગીનાઓ બાબતે થયેલ માથાકૂટને પગલે તેના પતિની ખબર કાઢવા માટે આવેલ બે લોકોએ માર માર્યાની ઘટના બની છે. 

લાઠીના જરખીયા ગામે રહેતા સાગરભાઈ જગાભાઈ ચારોલીયા (ઉ.વ.૨૪) એ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી કે,આજથી એકાદ વર્ષ પહેલા તેની બહેન સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતે  તેના પરિવાર અને સામેના લોકો સાથે તકરાર થયેલી હતી. જે અંગે  સાગરભાઈના પિતા જગાભાઈ  સામા પક્ષના પરિવારના બાવકુભાઇ ભુપતભાઇ નામના શખ્સ સાથે અડતાળા ગામે મળતા જુના બનાવ બાબતે બોલાચાલી થઈ હતી એ પછી અન્ય ૬ જેટલા લોકોને સાથે રાખી કુહાડી,છરી અને ફાઈબરની પાઇપ જેવા હથિયારો સાથે આવી અને સાગર તેના પિતા જગાભાઈ તેમજ તેના બા સહિતના લોકોને કુહાડી,છરી અને ફાઈબરની પાઇપ જેવા હથિયારો વડે માર મારી ઈજાઓ કરી હતી.તેમાં સાગરભાઈને માથાના ભાગે આવી ઇજા કરી તેમજ મુંઢમાર માર્યો હતો.તેના બા ને પણ ડાબા હાથના ભાગે ફેક્ચર કરી ઈજાઓ કરી હતી.આ બનાવને લઈને બાવકુભાઇ ભુપતભાઈ સહીત છ શખ્સો સામેે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ઝઘડાના બીજા બનાવમા લાઠી તાલુકાના તોડા ગામ પાસે દુધાળા તરફ જતા રસ્તા પર આવેલ એક રહેણાંક ઝૂંપડામાં રહેતા જસુબેન જેન્તીભાઇ ચારોલીયા (ઉ.વ. 28) એ ફરિયાદ નોંધાવી હતી કે,તેમના પતિ સાથે ઝૂંપડામાં હાજર હતા ત્યારે તેમના પતિની ખબર કાઢવા માટે આવેલ લવીંગભાઇ માનસિંગભાઈ ચારોલીયા અને મંજુબેન મગનભાઈ ચારોલીયા રહે.કેરાળાએ મહિલાને કહેલ કે,તે સોનાના દાગીનાઓ મગનભાઈ હરજીભાઈને આપી દીધેલ છે જેથી તું અમારે જોઈતી નથી એમ કહી બંનેએ મળીને મહિલાને લાકડી વડે માર મારી  હાથના કાંડાના ભાગે ફેકચર કરી નાખ્યું હતું.