UKના વર્ક વિઝાની લાલચ આપીને આચરી રૂા. 20 લાખની છેતરપિંડી

ટુકડા મિયાણીની મરશિયા સીમમાં રહેતા યુવાન સાથે છળ : મૂળ સુરતના તથા હાલ યુકે રહેતા બે સગા ભાઈઓ સામે પોલીસ ફરિયાદ: હોમકેરના વર્ક વિઝા ન અપાવ્યા અને નાણાં પરત ન કર્યાંપોરબંદર, : પોરબંદર નજીકના ટુકડા મિયાણીની મરશિયા સીમમાં રહેતા યુવાનોને યુકેના વર્ક વિઝા અપાવવાની લાલચ આપીને આજથી દોઢ વર્ષ પહેલાં 20 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતા મૂળ સુરત તથા હાલ યુકે રહેતા બે સગા ભાઈઓ સામે ફરિયાદ નોંધાવાઇ છે.ટુકડા મિયાણીની મરશિયા સીમમાં રહેતા અને ખેતી કામ કરતા સુભાષ માલદે ઓડેદરા નામના 32 વર્ષના યુવાને ફરિયાદમાં જણાવ્યું છે કે દોઢ વર્ષ પહેલા તેણે વર્ક વિઝામાં યુનાઇટેડ કિંગડમ જવાનું નક્કી કર્યું હતું. આથી છેલ્લા પાંચેક વર્ષથી યુકેમાં સ્થાયી થયેલા ફરિયાદીના માસીયાઇ ભાઈ લખમણ ભારા કુછડીયાને કહેતાં તેણે એવું જણાવ્યું હતું કે યુકેના કેયુર હીરજી વાવૈયા યુકેની વર્ક પરમિટની કામગીરી કરે છે તે તારા વર્ક વિઝા કાઢી આપશે. ફરિયાદીએ કેયુર વાવૈયાને વ્હોટ્સ એપ કોલિંગ  કરીને પૂછતા તેણે એવું કહ્યું હતું કે યુકેમાં તમારા કેર હોમની વર્ક વિઝા કરવાની હોય તો 20  લાખ રૂપિયાનો ખર્ચ થશે અને હું એ વિઝા કરાવી આપીશ. એના માટે સુરતમાં રહેતા તેના ભાઈ હાદક હિરજીનો મોબાઇલ નંબર આપીને વાતચીત કરી લેવા જણાવ્યું હતું. ફરિયાદીએ પાસપોર્ટ, આઇલેટસનું રીઝલ્ટ, આધારકાર્ડ પાનકાર્ડ સહિત દસ્તાવેજો હાદક અને કેયુર બંનેને મોકલાવ્યા હતા. કેયુરના એકાઉન્ટમાં છ લાખ અને હાર્દિક એકાઉન્ટમાં પાંચ લાખ સહિત 11 લાખ રૂપિયા મોકલ્યા હતા. ત્યારબાદ વિઝા પ્રોસેસ માટે કૈયુરને 9 લાખ રૂપિયા રોકડા મોકલ્યા હતા. કેયુરે વિઝા ફાઇલ કરતા ફરિયાદીને અમદાવાદ વી એફ એસ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ અને બાયોમેટ્રિકની એપોઇન્ટમેન્ટ મળી હતી જેથી ત્યાં જઈને કાર્યવાહી કરી હતી. ત્યારબાદ વિઝાનો સમય લંબાતો ગયો હતો પરંતુ કેયુર અને હાર્દિક  થોડા દિવસોમાં આવી જશે તેમ દિલાસો આપતા હતા. પછીથી કેયુરે એવું જણાવ્યું હતું કે તમારા વિઝામાં દુબઈનું પી.સી.સી.જોશે આથી ફરિયાદિએ ટ્રાય કરી હતી પરંતુ દુબઈનું પીસીસી મળ્યું ન હતું. ત્રણ મહિના સુધી રાહ જોઈ હતી તથા કેયુર અને હાર્દિકે  કહ્યું હતું કે 'કંપની પૈસા પરત આપતી નથી એટલે આપીશ નહીં' અને ત્યારબાદ બંનેએ પૈસા પણ આપ્યા નહીં અને ફોન નંબર પણ બ્લોકમાં નાખી દીધા હતા. અંતે હવે બગવદર પોલીસ મથક ખાતે જઈને સુભાષ માલદેભાઈ ઓડેદરાએ યુકેના કેયુર હીરજી વાવૈયા અને સુરતના મોટા વરાછામાં રહેતા હાર્દિક  વાવૈયા સામે 20 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાનો ગુનો નોંધાવતા બગવદર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

UKના વર્ક વિઝાની લાલચ આપીને આચરી રૂા. 20 લાખની છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ટુકડા મિયાણીની મરશિયા સીમમાં રહેતા યુવાન સાથે છળ : મૂળ સુરતના તથા હાલ યુકે રહેતા બે સગા ભાઈઓ સામે પોલીસ ફરિયાદ: હોમકેરના વર્ક વિઝા ન અપાવ્યા અને નાણાં પરત ન કર્યાં

પોરબંદર, : પોરબંદર નજીકના ટુકડા મિયાણીની મરશિયા સીમમાં રહેતા યુવાનોને યુકેના વર્ક વિઝા અપાવવાની લાલચ આપીને આજથી દોઢ વર્ષ પહેલાં 20 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતા મૂળ સુરત તથા હાલ યુકે રહેતા બે સગા ભાઈઓ સામે ફરિયાદ નોંધાવાઇ છે.

ટુકડા મિયાણીની મરશિયા સીમમાં રહેતા અને ખેતી કામ કરતા સુભાષ માલદે ઓડેદરા નામના 32 વર્ષના યુવાને ફરિયાદમાં જણાવ્યું છે કે દોઢ વર્ષ પહેલા તેણે વર્ક વિઝામાં યુનાઇટેડ કિંગડમ જવાનું નક્કી કર્યું હતું. આથી છેલ્લા પાંચેક વર્ષથી યુકેમાં સ્થાયી થયેલા ફરિયાદીના માસીયાઇ ભાઈ લખમણ ભારા કુછડીયાને કહેતાં તેણે એવું જણાવ્યું હતું કે યુકેના કેયુર હીરજી વાવૈયા યુકેની વર્ક પરમિટની કામગીરી કરે છે તે તારા વર્ક વિઝા કાઢી આપશે. ફરિયાદીએ કેયુર વાવૈયાને વ્હોટ્સ એપ કોલિંગ  કરીને પૂછતા તેણે એવું કહ્યું હતું કે યુકેમાં તમારા કેર હોમની વર્ક વિઝા કરવાની હોય તો 20  લાખ રૂપિયાનો ખર્ચ થશે અને હું એ વિઝા કરાવી આપીશ. એના માટે સુરતમાં રહેતા તેના ભાઈ હાદક હિરજીનો મોબાઇલ નંબર આપીને વાતચીત કરી લેવા જણાવ્યું હતું. ફરિયાદીએ પાસપોર્ટ, આઇલેટસનું રીઝલ્ટ, આધારકાર્ડ પાનકાર્ડ સહિત દસ્તાવેજો હાદક અને કેયુર બંનેને મોકલાવ્યા હતા. કેયુરના એકાઉન્ટમાં છ લાખ અને હાર્દિક એકાઉન્ટમાં પાંચ લાખ સહિત 11 લાખ રૂપિયા મોકલ્યા હતા. ત્યારબાદ વિઝા પ્રોસેસ માટે કૈયુરને 9 લાખ રૂપિયા રોકડા મોકલ્યા હતા. 

કેયુરે વિઝા ફાઇલ કરતા ફરિયાદીને અમદાવાદ વી એફ એસ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ અને બાયોમેટ્રિકની એપોઇન્ટમેન્ટ મળી હતી જેથી ત્યાં જઈને કાર્યવાહી કરી હતી. ત્યારબાદ વિઝાનો સમય લંબાતો ગયો હતો પરંતુ કેયુર અને હાર્દિક  થોડા દિવસોમાં આવી જશે તેમ દિલાસો આપતા હતા. પછીથી કેયુરે એવું જણાવ્યું હતું કે તમારા વિઝામાં દુબઈનું પી.સી.સી.જોશે આથી ફરિયાદિએ ટ્રાય કરી હતી પરંતુ દુબઈનું પીસીસી મળ્યું ન હતું. ત્રણ મહિના સુધી રાહ જોઈ હતી તથા કેયુર અને હાર્દિકે  કહ્યું હતું કે 'કંપની પૈસા પરત આપતી નથી એટલે આપીશ નહીં' અને ત્યારબાદ બંનેએ પૈસા પણ આપ્યા નહીં અને ફોન નંબર પણ બ્લોકમાં નાખી દીધા હતા. અંતે હવે બગવદર પોલીસ મથક ખાતે જઈને સુભાષ માલદેભાઈ ઓડેદરાએ યુકેના કેયુર હીરજી વાવૈયા અને સુરતના મોટા વરાછામાં રહેતા હાર્દિક  વાવૈયા સામે 20 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાનો ગુનો નોંધાવતા બગવદર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.