ગુજરાતમાં વડાપ્રધાન મોદીની સભામાં ક્ષત્રિયો નહીં કરે વિરોધ, જાણો સંકલન સમિતિએ શું કરી અપીલ

LOK Sabha Elections 2024: લોકસભાની ચૂંટણી પ્રચારનો માહોલ બરોબર જામ્યો છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. ક્ષત્રિય આંદોલનને પગલે વિરોધ પ્રદર્શન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખુદ ક્ષત્રિય સંકલન સમિતિએ રણનિતી બદલીને અપીલ કરી છે કે, ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન યથાવત રહેશે.હિતશત્રુઓ ક્ષત્રિયોને બદનામ કરી શકે : સંકલન સમિતિખાસ કરીને વડાપ્રધાન મોદીની રેલી- સભામાં વિરોધ કરવો નહી. તેનુ કારણ એ છે કે, વિરોધના નામે હિતશત્રુઓ ક્ષત્રિયોને બદનામ કરી શકે છે. સંકલન સમિતિના મતે, વિરોધને બદલે ગામે ગામે ભાજપ વિરોધી વધુમાં વધુ મતદાન થાય તેવુ આયોજન કરવા નક્કી કરાયુ છે. ગુજરાત સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ડીસા અને હિંમતનગર ખાતે જાહેરસભાને સંબોધશે. ક્ષત્રિય આંદોલનને પગલે સભા સ્થળોએ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સંકલન સમિતિએ પત્ર લખીને અપીલ કરીઆ તરફ, ક્ષત્રિય સંકલન સમિતિએ પત્ર લખીને અપીલ કરી છેકે, છેલ્લાં કેટલાંય દિવસોથી ચાલી રહેલુ આંદોલન ધીરે ધીરે આગળ ધપી રહ્યુ છે. કોઈપણ જાતના ઘર્ષણ વિના ક્ષત્રિયો આંદોલન-પાર્ટ 2 ચાલી રહ્યુ છે. ક્ષત્રિયસંકલન સમિતિએ પત્રમાં અપીલ કરી છેકે, લોકસભાની ચૂંટણી પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે ત્યારે રેલી- સભામાં વિરોધ કરવાના બહાને હિતશત્રુઓ આંદોલનને ભટકાવવા મેલી મુરાદ ધરાવે છે પરિણામે ક્ષત્રિયો બદનામ થઈ શકે છે. બાયકોટ બીજેપીના સૂત્ર સાથે આંદોલન ચાલુ રહેશેઆ જોતાં વડાપ્રધાનની રેલી-સભામાં વિરોધ કરવાનો નથી. પણ બાયકોટ બીજેપીના સૂત્ર સાથે આંદોલન ચાલુ રાખવાનુ છે. એટલુ જ નહી, ક્ષત્રિયોનુ એક લક્ષ્ય છેકે, ગામે ગામે બુથ મેનેજમેન્ટ સુદઢ બનાવીને તારીખ 7મીએ ભાજપ વિરોધી વધુમાં વધુ મતદાન થાય તે માટે આયોજન કરવુ. ક્ષત્રિયો ભાજપ વિરોધી મતદાન કરાવવા સ્વયંભૂ જવાબદારી લે. આમ, વડાપ્રધાનની રેલી-સભામાં વિરોધ થવાનો ભાજપ અને સરકારને ડર સતાવી રહ્યો છે.

ગુજરાતમાં વડાપ્રધાન મોદીની સભામાં ક્ષત્રિયો નહીં કરે વિરોધ, જાણો સંકલન સમિતિએ શું કરી અપીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


LOK Sabha Elections 2024: લોકસભાની ચૂંટણી પ્રચારનો માહોલ બરોબર જામ્યો છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. ક્ષત્રિય આંદોલનને પગલે વિરોધ પ્રદર્શન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખુદ ક્ષત્રિય સંકલન સમિતિએ રણનિતી બદલીને અપીલ કરી છે કે, ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન યથાવત રહેશે.

હિતશત્રુઓ ક્ષત્રિયોને બદનામ કરી શકે : સંકલન સમિતિ

ખાસ કરીને વડાપ્રધાન મોદીની રેલી- સભામાં વિરોધ કરવો નહી. તેનુ કારણ એ છે કે, વિરોધના નામે હિતશત્રુઓ ક્ષત્રિયોને બદનામ કરી શકે છે. સંકલન સમિતિના મતે, વિરોધને બદલે ગામે ગામે ભાજપ વિરોધી વધુમાં વધુ મતદાન થાય તેવુ આયોજન કરવા નક્કી કરાયુ છે. ગુજરાત સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ડીસા અને હિંમતનગર ખાતે જાહેરસભાને સંબોધશે. ક્ષત્રિય આંદોલનને પગલે સભા સ્થળોએ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 

સંકલન સમિતિએ પત્ર લખીને અપીલ કરી

આ તરફ, ક્ષત્રિય સંકલન સમિતિએ પત્ર લખીને અપીલ કરી છેકે, છેલ્લાં કેટલાંય દિવસોથી ચાલી રહેલુ આંદોલન ધીરે ધીરે આગળ ધપી રહ્યુ છે. કોઈપણ જાતના ઘર્ષણ વિના ક્ષત્રિયો આંદોલન-પાર્ટ 2 ચાલી રહ્યુ છે. ક્ષત્રિયસંકલન સમિતિએ પત્રમાં અપીલ કરી છેકે, લોકસભાની ચૂંટણી પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે ત્યારે રેલી- સભામાં વિરોધ કરવાના બહાને હિતશત્રુઓ આંદોલનને ભટકાવવા મેલી મુરાદ ધરાવે છે પરિણામે ક્ષત્રિયો બદનામ થઈ શકે છે. 

બાયકોટ બીજેપીના સૂત્ર સાથે આંદોલન ચાલુ રહેશે

આ જોતાં વડાપ્રધાનની રેલી-સભામાં વિરોધ કરવાનો નથી. પણ બાયકોટ બીજેપીના સૂત્ર સાથે આંદોલન ચાલુ રાખવાનુ છે. એટલુ જ નહી, ક્ષત્રિયોનુ એક લક્ષ્ય છેકે, ગામે ગામે બુથ મેનેજમેન્ટ સુદઢ બનાવીને તારીખ 7મીએ ભાજપ વિરોધી વધુમાં વધુ મતદાન થાય તે માટે આયોજન કરવુ. ક્ષત્રિયો ભાજપ વિરોધી મતદાન કરાવવા સ્વયંભૂ જવાબદારી લે. આમ, વડાપ્રધાનની રેલી-સભામાં વિરોધ થવાનો ભાજપ અને સરકારને ડર સતાવી રહ્યો છે.