Surendranagar અંધ વિદ્યાલયના 5 કર્મીઓના નોકરીના ઓર્ડર અન્ય સંસ્થાઓમાં કરાયા

15 વર્ષથી ફરજ બજાવતા કર્મીઓને વર્ષ 2023માં રાતોરાત છુટ્ટા કરી દેવાયા હતાહાઈકોર્ટે રાજ્યમાં અન્ય કોઈપણ સ્થળે નોકરી પર લઈ લેવા સરકાર અને સમાજ સુરક્ષા ખાતાને હુકમ કર્યો હતો રાજયમાં જુજ અંધ વિદ્યાલય હોવાથી અહીં સમગ્ર રાજય ઉપરાંત રાજય બહારના પ્રજ્ઞાચક્ષુઓ અભ્યાસ અર્થે આવતા હતા સુરેન્દ્રનગરના નવા જંકશન વિસ્તારમાં આવેલ અંધ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા તા. 12-6-2023ના રોજ સંસ્થાની માન્યતા રદ્દ કરીને 5 કર્મીઓને રાતો રાત છુટા કરી દેવાયા હતા. આ અંગે હાઈકોર્ટમાં કેસ કરાતા કોર્ટે તા. 10-1-2024ના રોજ આ 5 કર્મીઓનો રાજયની કોઈપણ સમકક્ષ સંસ્થામાં સમાવેશ કરવા હુકમ કર્યો હતો. ત્યારે તાજેતરમાં પાંચેય કર્મીઓના નોકરીના હુકમો થયા છે. સુરેન્દ્રનગરના નવા જંકશન વિસ્તારમાં મણીલાલ નરશીદાસ દોશી માનવ સેવા સંઘ સંચાલીત એમ.ટી.દોશી અંધ વિદ્યાલય આવેલી છે. આ અંધ વિદ્યાલયની સ્થાપના તા.1-4-1971ના રોજ થઈ હતી. તે સમયે સમગ્ર રાજયમાં જુજ અંધ વિદ્યાલય હોવાથી અહીં સમગ્ર રાજય ઉપરાંત રાજય બહારના પ્રજ્ઞાચક્ષુઓ અભ્યાસ અર્થે આવતા હતા. પરંતુ ધીમે ધીમે રાજયમાં પ્રજ્ઞાચક્ષુઓની સંખ્યા ઘટતા, અન્ય સંસ્થાઓ અસ્તીત્વમાં આવતા સુરેન્દ્રનગરની અંધ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી હતી. છેલ્લે એક જ વિદ્યાર્થી રહેતા તા. 12-6-2023ના રોજ સરકારે આ સંસ્થાની માન્યતા રદ્દ કરીને અહીં 15થી વધુ વર્ષથી ફરજ બજાવતા 5 કર્મીઓને રાત રાતો ઈમેઈલ કરી છુટા કરી દીધા હતા. આથી આ કર્મીઓએ વિકલાંગ સંસ્થા કર્મચારી વેલ્ફેર ટ્રસ્ટના મંત્રી જયેન્દ્રસીંહ ઝાલા, પ્રમુખ હીરેન પંડયા, સ્વપ્નીલભાઈ વૈષ્ણવ સહિતનાઓના માર્ગદર્શનથી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં હાઈકોર્ટે સરકાર તથા સમાજ સુરક્ષા ખાતાને ફટકાર લગાવી પ કર્મીઓને રાજયની કોઈપણ 100 ગ્રાન્ટ ઈન એઈડ સમકક્ષ સંસ્થામાં નોકરી પર લઈ લેવા તા. 10-1-24ના રોજ હુકમ કર્યો હતો. ત્યારે તાજેતરમાં સરકારે બ્રેઈલ શિક્ષક ધર્મીન એમ. સંઘવીને એ.એમ.અંધજન શાળા, સુરત, સંગીત શિક્ષક ગૌરાંગ એસ. આચાર્યને એમ.કે.મહેતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલય, પાલનપુર, પટ્ટાવાળા પ્રકાશ ડી. ડોરીયાને બ્રેઈલ પ્રેસ, અમદાવાદ, એટેન્ડેન્ટ મનીષાબેન એમ. જમોડને અપંગ માનવ મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ અને ચોકીદાર કીરણ આર. બારૈયાને પ્રકાશ મંદબુધ્ધીના બાળકોની નીવાસી શાળા, બોડકદેવ અમદાવાદ મુકવામાં આવ્યા છે.

Surendranagar અંધ વિદ્યાલયના 5 કર્મીઓના નોકરીના ઓર્ડર અન્ય સંસ્થાઓમાં કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 15 વર્ષથી ફરજ બજાવતા કર્મીઓને વર્ષ 2023માં રાતોરાત છુટ્ટા કરી દેવાયા હતા
  • હાઈકોર્ટે રાજ્યમાં અન્ય કોઈપણ સ્થળે નોકરી પર લઈ લેવા સરકાર અને સમાજ સુરક્ષા ખાતાને હુકમ કર્યો હતો
  • રાજયમાં જુજ અંધ વિદ્યાલય હોવાથી અહીં સમગ્ર રાજય ઉપરાંત રાજય બહારના પ્રજ્ઞાચક્ષુઓ અભ્યાસ અર્થે આવતા હતા

સુરેન્દ્રનગરના નવા જંકશન વિસ્તારમાં આવેલ અંધ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા તા. 12-6-2023ના રોજ સંસ્થાની માન્યતા રદ્દ કરીને 5 કર્મીઓને રાતો રાત છુટા કરી દેવાયા હતા.

આ અંગે હાઈકોર્ટમાં કેસ કરાતા કોર્ટે તા. 10-1-2024ના રોજ આ 5 કર્મીઓનો રાજયની કોઈપણ સમકક્ષ સંસ્થામાં સમાવેશ કરવા હુકમ કર્યો હતો. ત્યારે તાજેતરમાં પાંચેય કર્મીઓના નોકરીના હુકમો થયા છે.

સુરેન્દ્રનગરના નવા જંકશન વિસ્તારમાં મણીલાલ નરશીદાસ દોશી માનવ સેવા સંઘ સંચાલીત એમ.ટી.દોશી અંધ વિદ્યાલય આવેલી છે. આ અંધ વિદ્યાલયની સ્થાપના તા.1-4-1971ના રોજ થઈ હતી. તે સમયે સમગ્ર રાજયમાં જુજ અંધ વિદ્યાલય હોવાથી અહીં સમગ્ર રાજય ઉપરાંત રાજય બહારના પ્રજ્ઞાચક્ષુઓ અભ્યાસ અર્થે આવતા હતા. પરંતુ ધીમે ધીમે રાજયમાં પ્રજ્ઞાચક્ષુઓની સંખ્યા ઘટતા, અન્ય સંસ્થાઓ અસ્તીત્વમાં આવતા સુરેન્દ્રનગરની અંધ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી હતી. છેલ્લે એક જ વિદ્યાર્થી રહેતા તા. 12-6-2023ના રોજ સરકારે આ સંસ્થાની માન્યતા રદ્દ કરીને અહીં 15થી વધુ વર્ષથી ફરજ બજાવતા 5 કર્મીઓને રાત રાતો ઈમેઈલ કરી છુટા કરી દીધા હતા. આથી આ કર્મીઓએ વિકલાંગ સંસ્થા કર્મચારી વેલ્ફેર ટ્રસ્ટના મંત્રી જયેન્દ્રસીંહ ઝાલા, પ્રમુખ હીરેન પંડયા, સ્વપ્નીલભાઈ વૈષ્ણવ સહિતનાઓના માર્ગદર્શનથી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં હાઈકોર્ટે સરકાર તથા સમાજ સુરક્ષા ખાતાને ફટકાર લગાવી પ કર્મીઓને રાજયની કોઈપણ 100 ગ્રાન્ટ ઈન એઈડ સમકક્ષ સંસ્થામાં નોકરી પર લઈ લેવા તા. 10-1-24ના રોજ હુકમ કર્યો હતો. ત્યારે તાજેતરમાં સરકારે બ્રેઈલ શિક્ષક ધર્મીન એમ. સંઘવીને એ.એમ.અંધજન શાળા, સુરત, સંગીત શિક્ષક ગૌરાંગ એસ. આચાર્યને એમ.કે.મહેતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલય, પાલનપુર, પટ્ટાવાળા પ્રકાશ ડી. ડોરીયાને બ્રેઈલ પ્રેસ, અમદાવાદ, એટેન્ડેન્ટ મનીષાબેન એમ. જમોડને અપંગ માનવ મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ અને ચોકીદાર કીરણ આર. બારૈયાને પ્રકાશ મંદબુધ્ધીના બાળકોની નીવાસી શાળા, બોડકદેવ અમદાવાદ મુકવામાં આવ્યા છે.