Vadodara News : મધુ શ્રીવાસ્તવે અપક્ષમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી

ક્ષત્રિય સમાજ સાથે મધુ શ્રીવાસ્તવે કરી હતી બેઠક ક્ષત્રિય સમાજના આગેવાનોને મારું સમર્થન છેઃ શ્રીવાસ્તવ કોંગ્રેસના ઉમેદવારને હું ટેકો જાહેર કરું છુઃ મધુ શ્રીવાસ્તવવાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા એવા મધુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે.મધુ શ્રીવાસ્તવ આજે ઉમેદવારી પાછી ખેંચી ચૂંટણીમાંથી પીછેહઠ કરે તેવી શકયતા હતી અને તે શકયાતા સાચી સાબિત થઈ છે,ક્ષત્રિય સમાજ સાથે મધુ શ્રીવાસ્તવની આજે બેઠક થઈ છે અને તે બેઠક બાદ નિર્ણય લેવાયો છે.ગત વિધાનસભાની ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવે ગુમાવી હતી ડિપોઝીટ.વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં હવે ત્રિ-પાંખીયા જંગ જોવા મળશે નહી, આ બેઠક પર દબંગ નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી જે આજે પાછી ખેંચી છે. તેમણે ધીરજ ચોકડીથી રેલી કાઢી હતી. સેવા સદન ખાતે પોતાના સમર્થકોની હાજરીમાં મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.મધુ શ્રીવાસ્તવે કટાક્ષ કર્યો અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં એન્ટ્રી કરી હતી. હવે આ બેઠક પર ત્રિ-પાંખીયો જંગ જામશે નહી,થોડા દિવસો અગાઉ મધુ શ્રીવાસ્તવે કટાક્ષ કરતા કહ્યું હતું કે, વાઘોડિયાની મારી જનતાએ મને 30 વર્ષ સુધી સેવા કરવાની તક આપી.મેં નિષ્ઠાપૂર્વક વાઘોડિયાની જનતાના કામો કર્યા છે. જો કે રોજ દાળ-ભાત ખાઈને ધરાઈ ગયેલા વાઘોડિયા મત વિસ્તારની જનતાએ પરિવર્તન રૂપે બીજી વ્યક્તિને સેવા કરવાની તક આપી હતી. તેમણે પ્રજાની સેવા કરવાને બદલે માત્ર પોતાની જ સેવા કરી છે. ડમી ઉમેદવાર તરીકે નીલમ શ્રીવાસ્તવનું નામાંકન કર્યુ હતુવાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે મધુ શ્રીવાસ્તવના વિધાનસભા ડમી ઉમેદવાર તરીકે પોતાની પુત્રી નીલમ શ્રીવાસ્તવે ફોર્મ ભર્યુ છે કારણ કે, જો આગામી સમયની અંદર સમય સંજોગોને માન આપીને મધુ શ્રીવાસ્તવ પોતાની દીકરીને મેદાનમાં ઉતારે તો નવાઈની વાત નહીં. વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ ચૂંટણી પ્રચાર કરશે. હવે જોવાનું એ રહ્યું કે પ્રજા કોને સેવા કરવાની તક આપશે?

Vadodara News : મધુ શ્રીવાસ્તવે અપક્ષમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ક્ષત્રિય સમાજ સાથે મધુ શ્રીવાસ્તવે કરી હતી બેઠક
  • ક્ષત્રિય સમાજના આગેવાનોને મારું સમર્થન છેઃ શ્રીવાસ્તવ
  • કોંગ્રેસના ઉમેદવારને હું ટેકો જાહેર કરું છુઃ મધુ શ્રીવાસ્તવ

વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા એવા મધુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે.મધુ શ્રીવાસ્તવ આજે ઉમેદવારી પાછી ખેંચી ચૂંટણીમાંથી પીછેહઠ કરે તેવી શકયતા હતી અને તે શકયાતા સાચી સાબિત થઈ છે,ક્ષત્રિય સમાજ સાથે મધુ શ્રીવાસ્તવની આજે બેઠક થઈ છે અને તે બેઠક બાદ નિર્ણય લેવાયો છે.ગત વિધાનસભાની ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવે ગુમાવી હતી ડિપોઝીટ.વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં હવે ત્રિ-પાંખીયા જંગ જોવા મળશે નહી, આ બેઠક પર દબંગ નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી જે આજે પાછી ખેંચી છે. તેમણે ધીરજ ચોકડીથી રેલી કાઢી હતી. સેવા સદન ખાતે પોતાના સમર્થકોની હાજરીમાં મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.

મધુ શ્રીવાસ્તવે કટાક્ષ કર્યો

અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં એન્ટ્રી કરી હતી. હવે આ બેઠક પર ત્રિ-પાંખીયો જંગ જામશે નહી,થોડા દિવસો અગાઉ મધુ શ્રીવાસ્તવે કટાક્ષ કરતા કહ્યું હતું કે, વાઘોડિયાની મારી જનતાએ મને 30 વર્ષ સુધી સેવા કરવાની તક આપી.મેં નિષ્ઠાપૂર્વક વાઘોડિયાની જનતાના કામો કર્યા છે. જો કે રોજ દાળ-ભાત ખાઈને ધરાઈ ગયેલા વાઘોડિયા મત વિસ્તારની જનતાએ પરિવર્તન રૂપે બીજી વ્યક્તિને સેવા કરવાની તક આપી હતી. તેમણે પ્રજાની સેવા કરવાને બદલે માત્ર પોતાની જ સેવા કરી છે.

ડમી ઉમેદવાર તરીકે નીલમ શ્રીવાસ્તવનું નામાંકન કર્યુ હતુ

વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે મધુ શ્રીવાસ્તવના વિધાનસભા ડમી ઉમેદવાર તરીકે પોતાની પુત્રી નીલમ શ્રીવાસ્તવે ફોર્મ ભર્યુ છે કારણ કે, જો આગામી સમયની અંદર સમય સંજોગોને માન આપીને મધુ શ્રીવાસ્તવ પોતાની દીકરીને મેદાનમાં ઉતારે તો નવાઈની વાત નહીં. વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ ચૂંટણી પ્રચાર કરશે. હવે જોવાનું એ રહ્યું કે પ્રજા કોને સેવા કરવાની તક આપશે?