Surendranagar News: લખતર કેનાલમાં નાહવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત

લખતર તાલુકામાંથી નર્મદા વિભાગની મુખ્ય કેનાલ પસાર થાય છેબુધવારે કેનાલમાં લખતરના યુવાનનું ડુબી જતા મોત થયુ છે લખતર પોલીસે લાશને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે લખતર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં અવારનવાર માનવ મૃત્યુના બનાવો બને છે. ત્યારે બુધવારે બપોરના સમયે લખતર કેનાલમાં ન્હાવા પડેલા 23 વર્ષીય યુવકનું ડુબી જતા મોત થયુ છે. ફાયર વિભાગની ટીમે દોઢ કલાકની જહેમત બાદ લાશને બહાર કાઢી હતી. લખતર તાલુકામાંથી નર્મદા વિભાગની મુખ્ય કેનાલ પસાર થાય છે. આ કેનાલમાં અવારનવાર લાશો મળી આવે છે. ત્યારે બુધવારે કેનાલમાં લખતરના યુવાનનું ડુબી જતા મોત થયુ છે. બનાવની મળતી માહિતી મુજબ, લખતરના સહયોગ વિદ્યાલય પાસે આવેલ આંબેડકરનગરમાં 23 વર્ષીય ગીરીશ કાનજીભાઈ મકવાણા રહે છે. બુધવારે તેઓ લખતર મુખ્ય કેનાલમાં ન્હાવા પડયા હતા. ત્યારે તેઓ અચાનક ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બનાવની જાણ થતા દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં કેનાલે ઉમટી પડયા હતા. જયારે સુરેન્દ્રનગર ફાયર વિભાગના દેવાંગભાઈ દુધરેજીયા, ગોપાલભાઈ, ચેતનભાઈ, મુકેશભાઈ સહિતની ટીમે દોઢ કલાકની જહેમત બાદ લાશને બહાર કાઢી હતી. જયારે લખતર પોલીસે લાશને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેનાલની બહાર મૃતકના ચપ્પલ અને બાઈક મળી આવ્યા હતા.

Surendranagar News: લખતર કેનાલમાં નાહવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લખતર તાલુકામાંથી નર્મદા વિભાગની મુખ્ય કેનાલ પસાર થાય છે
  • બુધવારે કેનાલમાં લખતરના યુવાનનું ડુબી જતા મોત થયુ છે
  • લખતર પોલીસે લાશને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે

લખતર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં અવારનવાર માનવ મૃત્યુના બનાવો બને છે. ત્યારે બુધવારે બપોરના સમયે લખતર કેનાલમાં ન્હાવા પડેલા 23 વર્ષીય યુવકનું ડુબી જતા મોત થયુ છે. ફાયર વિભાગની ટીમે દોઢ કલાકની જહેમત બાદ લાશને બહાર કાઢી હતી.

લખતર તાલુકામાંથી નર્મદા વિભાગની મુખ્ય કેનાલ પસાર થાય છે. આ કેનાલમાં અવારનવાર લાશો મળી આવે છે. ત્યારે બુધવારે કેનાલમાં લખતરના યુવાનનું ડુબી જતા મોત થયુ છે. બનાવની મળતી માહિતી મુજબ, લખતરના સહયોગ વિદ્યાલય પાસે આવેલ આંબેડકરનગરમાં 23 વર્ષીય ગીરીશ કાનજીભાઈ મકવાણા રહે છે. બુધવારે તેઓ લખતર મુખ્ય કેનાલમાં ન્હાવા પડયા હતા. ત્યારે તેઓ અચાનક ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બનાવની જાણ થતા દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં કેનાલે ઉમટી પડયા હતા. જયારે સુરેન્દ્રનગર ફાયર વિભાગના દેવાંગભાઈ દુધરેજીયા, ગોપાલભાઈ, ચેતનભાઈ, મુકેશભાઈ સહિતની ટીમે દોઢ કલાકની જહેમત બાદ લાશને બહાર કાઢી હતી. જયારે લખતર પોલીસે લાશને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેનાલની બહાર મૃતકના ચપ્પલ અને બાઈક મળી આવ્યા હતા.