Gandhinagar સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ, જગતનો તાત ખુશખુશાલ

 ખેતીલાયક વરસાદ આવવાની આશા છે વાવોલ, કોલવડા, કુડાસણ પંથકમાં વરસાદ આવ્યો સરગાસણ, પેથાપુર સહિતના વિસ્તારમાં વરસાદ ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ આવ્યો છે. જેમાં વાવોલ, કોલવડા, કુડાસણ પંથકમાં વરસાદ પડ્યો છે. તેમાં સરગાસણ, પેથાપુર સહિતના વિસ્તારમાં પણ વરસાદ આવતા લોકોમાં ખુશીનો માહોલ છે. વહેલી સવારે ગાંધીનગર શહેરી વિસ્તારમાં વરસાદથી આસપાસમાં ખેતી કરતા ખેડૂતોમાં પણ વાવણી લાયક વરસાદની આશા બંધાઇ છે. જગતનો તાત ખુશખુશાલ થયો છે ગાંધીનગર શહેરના સેક્ટરો‌, વાવોલ, કોલવડા, કુડાસણ, સરગાસણ, પેથાપુર સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તેમજ દહેગામના વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમાં ભારે ઉકડાટ બાદ પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થયુ છે. જેમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જગતનો તાત ખુશખુશાલ થયો છે જેમાં ખેતીલાયક વરસાદ આવવાની આશા છે. છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મોડી રાત્રે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા હવે ચોમાસુ ધીરે ધીરે અન્ય ભાગોમાં આગળ વધી રહ્યું છે. 100 જેટલા તાલુકામાં સામાન્યથી લઈને અઢીં ઈંચ જેટલો વરસાદ વરસ્યો રાજ્યમાં અત્યાર સુધીમાં 100 જેટલા તાલુકામાં સામાન્યથી લઈને અઢીં ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. આજે દાહોદ, છોટા ઉદેપુરમાં, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો બુધવારે બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગમી દિવસોમાં વરસાદની આગાહી કરતા કેટલાક જિલ્લાઓમાં એલર્ટ આપ્યું છે. જેમાં દેવભૂમી દ્વારકા, જામનગર, વલસાડ, દમણ દાદરા અને નગર હવેલીને રેડ એલર્ટ અપાયું છે. જ્યારે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, દીવ, ભાવનગર, ડાંગ, નવસારી, તાપીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અરવલ્લી તેમજ મહિસાગર જિલ્લાને વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Gandhinagar સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ, જગતનો તાત ખુશખુશાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  •  ખેતીલાયક વરસાદ આવવાની આશા છે
  • વાવોલ, કોલવડા, કુડાસણ પંથકમાં વરસાદ આવ્યો
  • સરગાસણ, પેથાપુર સહિતના વિસ્તારમાં વરસાદ

ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ આવ્યો છે. જેમાં વાવોલ, કોલવડા, કુડાસણ પંથકમાં વરસાદ પડ્યો છે. તેમાં સરગાસણ, પેથાપુર સહિતના વિસ્તારમાં પણ વરસાદ આવતા લોકોમાં ખુશીનો માહોલ છે. વહેલી સવારે ગાંધીનગર શહેરી વિસ્તારમાં વરસાદથી આસપાસમાં ખેતી કરતા ખેડૂતોમાં પણ વાવણી લાયક વરસાદની આશા બંધાઇ છે.

જગતનો તાત ખુશખુશાલ થયો છે

ગાંધીનગર શહેરના સેક્ટરો‌, વાવોલ, કોલવડા, કુડાસણ, સરગાસણ, પેથાપુર સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તેમજ દહેગામના વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમાં ભારે ઉકડાટ બાદ પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થયુ છે. જેમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જગતનો તાત ખુશખુશાલ થયો છે જેમાં ખેતીલાયક વરસાદ આવવાની આશા છે. છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મોડી રાત્રે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા હવે ચોમાસુ ધીરે ધીરે અન્ય ભાગોમાં આગળ વધી રહ્યું છે.

100 જેટલા તાલુકામાં સામાન્યથી લઈને અઢીં ઈંચ જેટલો વરસાદ વરસ્યો

રાજ્યમાં અત્યાર સુધીમાં 100 જેટલા તાલુકામાં સામાન્યથી લઈને અઢીં ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. આજે દાહોદ, છોટા ઉદેપુરમાં, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો બુધવારે બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગમી દિવસોમાં વરસાદની આગાહી કરતા કેટલાક જિલ્લાઓમાં એલર્ટ આપ્યું છે. જેમાં દેવભૂમી દ્વારકા, જામનગર, વલસાડ, દમણ દાદરા અને નગર હવેલીને રેડ એલર્ટ અપાયું છે. જ્યારે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, દીવ, ભાવનગર, ડાંગ, નવસારી, તાપીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અરવલ્લી તેમજ મહિસાગર જિલ્લાને વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.