નડિયાદ બસ સ્ટેન્ડમાં 18 મહાકાય હોર્ડિંગ્સથી લોકોના માથે તોળાતું જોખમ

- મુંબઈના ઘાટકોપરની દુર્ઘટના બાદ પણ એસટી તંત્ર નિંદ્રાધિન- ખેડા જિલ્લાનું વડુ મથક હોવાથી રોજ હજારો મુસાફરોની અવર- જવર છતાં પ્રશાસન અને પ્રજાસેવક મુકપ્રેક્ષકનડિયાદ : ખેડા જિલ્લાના વડામથક નડિયાદના બસ સ્ટેન્ડમાં એક-બે નહીં, પરંતુ ૧૮ જેટલા મહાકાય હોડગ્સ લગાવાયેલા છે. મુંબઈના ઘાટકોપરમાં એક મહાકાય હોડગ પડવાની દુર્ઘટનામાં ૧૪ના મોત થયા અને ત્યારબાદ ઠેર-ઠેર હોડગ્સ દૂર કરવાની કવાયત હાથ ધરાઈ, પરંતુ નડિયાદ ડિવિઝનના નડિયાદ બસ મથકે ૧૮ જેટલા મહાકાય હોડગ હટાવવાનો સમય એસ.ટી. તંત્રને મળ્યો નથી. આગામી સમયમાં ચોમાસુ છે, ત્યારે તાકીદે આ હોડગ્સ દૂર કરવાની માંગણી ઉઠી છે.નડિયાદ શહેરના બસ સ્ટેન્ડની પ્રિમાઈસીસમાં ૧૮ જેટલા મહાકાય હોડગ્સ લગાવાયેલા છે. આ હોડગ્સ નડિયાદ બસ સ્ટેન્ડમાં આવતા હજારો નાગરીકો માટે ક્યારેક આફત નોતરે તેવો ભય છે. નડિયાદ એ ખેડા જિલ્લાનું મુખ્ય મથક છે અને અહીંયા મોટા બજારો, સરકારી કચેરીઓ સહિતના અનેક મહત્વના એકમો હોવાથી, જિલ્લાભરના અને અન્ય જિલ્લાઓના લોકો પણ બસ મારફતે નડિયાદ બસ સ્ટેશન આવતા હોય છે. આ તરફ બસ સ્ટેન્ડમાં જે મુખ્ય પ્રવેશ છે, ત્યાં ઉપરના ભાગે ૪ મોટા હોડગ્સ પાસે-પાસે એક સાથે લગાવાયેલા છે. તો આ તરફ બસ સ્ટેન્ડની અંદરના ભાગે અને આસપાસના અન્ય ભાગોમાં પણ ૧૪ તોતિંગ હોડગ્સ લગાવાયેલા છે. એટલે બસ સ્ટેન્ડની જ જગ્યાઓમાં કુલ ૧૮ જેટલા મહાકાય હોડગ્સ લટકી રહ્યા છે. તાજેતરમાં મુંબઈના ઘાટકોપરમાં મહાકાય હોડગ્સ ધરાસાયી થવાની ઘટનામાં ૧૪ વ્યક્તિના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ ઠેર-ઠેર આવા જોખમી અને મહાકાય હોડગ્સ દૂર કરાયા હતા. નડિયાદ નગરપાલિકાએ પણ હોડગ્સ પરના જાહેરાતોના પોસ્ટરો અને પ્લેટો દૂર કરી હતી. આ વચ્ચે હજુ નડિયાદ બસ સ્ટેન્ડના હોડગ્સ મામલે એસ.ટી. પ્રશાસન જાગ્યું નથી અને ૧૮ જેટલા મહાકાય હોડગ્સ દૂર કરવામાં ઢીલી નીતિ રાખી છે. આ તરફ પ્રજાસેવકોને પણ આ બાબત ધ્યાને આવી નથી. ત્યારે કોઈ મોટી દુર્ઘટના બન્યા બાદ પ્રશાસન અને પ્રજાસેવકો જાગશે? તેવી ટીખળ થઈ રહી છે.ચોમાસામાં વાવાઝોડું ત્રાટકે તો લોકોના જીવનું જોખમચોમાસાની ધીમીધારે શરૂઆત થઈ ચૂકી છે. મોડી સાંજ બાદ વાદળો ઘેરાઈ રહ્યા છે. જેથી હવે ચોમાસુ માથે હોય અને આગામી ચાર-પાંચ માસ સુધી ચોમાસાની તુ રંગત જમાવશે. આ વચ્ચે ચોમાસામાં ભારે પવન ફૂંકાઈ વાવાઝોડું આવવું અને વીજળી પડવાની સ્થિતિ રહેતી હોય છે. ત્યારે આવા સમયે બસ સ્ટેન્ડ જેવી જાહેર જગ્યાએ મહાકાય હોડગ કોઈ દૂર્ઘટના નોતરે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે.શહેરમાં મંજૂરી વગરના હોડગ્સ દૂર કરવામાં નગરપાલિકાના ઠાગાઠૈયામુંબઈ હોડગ દુર્ઘટના બાદ નડિયાદ શહેરમાં મહાકાય હોડગ્સ પરથી જાહેરાતો સાથે ઉપરની પ્લેટો પણ દૂર કરાઈ હતી. જો કે, શહેરમાં મંજૂરી કરતા ખૂબ વધારે પ્રમાણમાં હોડગ્સ લાગ્યા હોવાની ફરીયાદો વારંવાર ઉઠતી રહે છે. આ વચ્ચે નગરપાલિકા પ્રશાસન દ્વારા પાલિકાના ચોપડે સત્તાવાર નોંધાયેલા હોડગ્સ અને શહેરમાં લગાવાયેલા હોડગ્સનો સર્વે કરી મંજૂરી વગરના હોડગ્સ હટાવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા હોવાનો ગણગણાટ શરૂ થયો છે.

નડિયાદ બસ સ્ટેન્ડમાં 18 મહાકાય હોર્ડિંગ્સથી લોકોના માથે તોળાતું જોખમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- મુંબઈના ઘાટકોપરની દુર્ઘટના બાદ પણ એસટી તંત્ર નિંદ્રાધિન

- ખેડા જિલ્લાનું વડુ મથક હોવાથી રોજ હજારો મુસાફરોની અવર- જવર છતાં પ્રશાસન અને પ્રજાસેવક મુકપ્રેક્ષક

નડિયાદ : ખેડા જિલ્લાના વડામથક નડિયાદના બસ સ્ટેન્ડમાં એક-બે નહીં, પરંતુ ૧૮ જેટલા મહાકાય હોડગ્સ લગાવાયેલા છે. મુંબઈના ઘાટકોપરમાં એક મહાકાય હોડગ પડવાની દુર્ઘટનામાં ૧૪ના મોત થયા અને ત્યારબાદ ઠેર-ઠેર હોડગ્સ દૂર કરવાની કવાયત હાથ ધરાઈ, પરંતુ નડિયાદ ડિવિઝનના નડિયાદ બસ મથકે ૧૮ જેટલા મહાકાય હોડગ હટાવવાનો સમય એસ.ટી. તંત્રને મળ્યો નથી. આગામી સમયમાં ચોમાસુ છે, ત્યારે તાકીદે આ હોડગ્સ દૂર કરવાની માંગણી ઉઠી છે.

નડિયાદ શહેરના બસ સ્ટેન્ડની પ્રિમાઈસીસમાં ૧૮ જેટલા મહાકાય હોડગ્સ લગાવાયેલા છે. આ હોડગ્સ નડિયાદ બસ સ્ટેન્ડમાં આવતા હજારો નાગરીકો માટે ક્યારેક આફત નોતરે તેવો ભય છે. નડિયાદ એ ખેડા જિલ્લાનું મુખ્ય મથક છે અને અહીંયા મોટા બજારો, સરકારી કચેરીઓ સહિતના અનેક મહત્વના એકમો હોવાથી, જિલ્લાભરના અને અન્ય જિલ્લાઓના લોકો પણ બસ મારફતે નડિયાદ બસ સ્ટેશન આવતા હોય છે. આ તરફ બસ સ્ટેન્ડમાં જે મુખ્ય પ્રવેશ છે, ત્યાં ઉપરના ભાગે ૪ મોટા હોડગ્સ પાસે-પાસે એક સાથે લગાવાયેલા છે. તો આ તરફ બસ સ્ટેન્ડની અંદરના ભાગે અને આસપાસના અન્ય ભાગોમાં પણ ૧૪ તોતિંગ હોડગ્સ લગાવાયેલા છે. એટલે બસ સ્ટેન્ડની જ જગ્યાઓમાં કુલ ૧૮ જેટલા મહાકાય હોડગ્સ લટકી રહ્યા છે. 

તાજેતરમાં મુંબઈના ઘાટકોપરમાં મહાકાય હોડગ્સ ધરાસાયી થવાની ઘટનામાં ૧૪ વ્યક્તિના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ ઠેર-ઠેર આવા જોખમી અને મહાકાય હોડગ્સ દૂર કરાયા હતા. નડિયાદ નગરપાલિકાએ પણ હોડગ્સ પરના જાહેરાતોના પોસ્ટરો અને પ્લેટો દૂર કરી હતી. આ વચ્ચે હજુ નડિયાદ બસ સ્ટેન્ડના હોડગ્સ મામલે એસ.ટી. પ્રશાસન જાગ્યું નથી અને ૧૮ જેટલા મહાકાય હોડગ્સ દૂર કરવામાં ઢીલી નીતિ રાખી છે. આ તરફ પ્રજાસેવકોને પણ આ બાબત ધ્યાને આવી નથી. ત્યારે કોઈ મોટી દુર્ઘટના બન્યા બાદ પ્રશાસન અને પ્રજાસેવકો જાગશે? તેવી ટીખળ થઈ રહી છે.

ચોમાસામાં વાવાઝોડું ત્રાટકે તો લોકોના જીવનું જોખમ

ચોમાસાની ધીમીધારે શરૂઆત થઈ ચૂકી છે. મોડી સાંજ બાદ વાદળો ઘેરાઈ રહ્યા છે. જેથી હવે ચોમાસુ માથે હોય અને આગામી ચાર-પાંચ માસ સુધી ચોમાસાની તુ રંગત જમાવશે. આ વચ્ચે ચોમાસામાં ભારે પવન ફૂંકાઈ વાવાઝોડું આવવું અને વીજળી પડવાની સ્થિતિ રહેતી હોય છે. ત્યારે આવા સમયે બસ સ્ટેન્ડ જેવી જાહેર જગ્યાએ મહાકાય હોડગ કોઈ દૂર્ઘટના નોતરે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે.

શહેરમાં મંજૂરી વગરના હોડગ્સ દૂર કરવામાં નગરપાલિકાના ઠાગાઠૈયા

મુંબઈ હોડગ દુર્ઘટના બાદ નડિયાદ શહેરમાં મહાકાય હોડગ્સ પરથી જાહેરાતો સાથે ઉપરની પ્લેટો પણ દૂર કરાઈ હતી. જો કે, શહેરમાં મંજૂરી કરતા ખૂબ વધારે પ્રમાણમાં હોડગ્સ લાગ્યા હોવાની ફરીયાદો વારંવાર ઉઠતી રહે છે. આ વચ્ચે નગરપાલિકા પ્રશાસન દ્વારા પાલિકાના ચોપડે સત્તાવાર નોંધાયેલા હોડગ્સ અને શહેરમાં લગાવાયેલા હોડગ્સનો સર્વે કરી મંજૂરી વગરના હોડગ્સ હટાવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા હોવાનો ગણગણાટ શરૂ થયો છે.