Gondal :જયરાજસિંહની દાદાગીરી સામે આજે તેના જ ગામમાં પ્રતિકાર મહાસંમેલન

ગોંડલ MLAનાં પુત્ર ગણેશે નિર્દોષ યુવકને નિર્વસ્ત્ર કરી ઢોર માર મારતા જનાક્રોષતા.12મીએ તેના જ ગામ ગોંડલમાં પ્રથમ વખત પ્રતિકાર મહાસંમેલન યોજાશે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો, ભીમસેનાના યુવાનો દ્વારા બાઈક રેલીનું આયોજન ગોંડલનાં પૂર્વ ધારાસધ્ય જયરાજસિંહ જાડેજાનાં પૂત્ર ગણેશે લુખ્ખી દાદાગીરી કરી એક નિર્દોષ યુવકને નિર્વસ્ત્ર કરી ઢોર માર માર્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે, માતા ગીતાબા જાડેજા ભાજપના ધારાસભ્ય હોઈ સત્તાના જોરે જૂનાગઢનાં યુવક ઉપર ગૂજારેલા પાશવી અત્યાચારથી અનુસૂચિત જાતિના હજારો લોકોમાં તીવ્ર રોષ ભભૂકી ઉઠયો છે. જયરાજસિંહની દાદાગીરી સામે તા.12મીએ તેના જ ગામ ગોંડલમાં પ્રથમ વખત પ્રતિકાર મહાસંમેલન યોજાશે. અનુસૂચિત જાતિના સમાજનાં આગેવાનો, ભીમસેના વગેરે દ્વારા જૂનાગઢથી બાઈક રેલી નીકળશે જે આ વિસ્તારોમાં બુલંદ અવાજે દાદાગીરીનો વિરોધ કરશે. જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખના પુત્ર સંજય સોલંકીનું અપહરણ, હત્યાની કોશિષ કરવાના મામલે ગોંડલના ધારાસભ્ય પરિવારની દબંગગીરી સામે આવતીકાલે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો, ભીમસેનાના યુવાનો દ્વારા બાઈક રેલીનું આયોજન કર્યું છે, સવારે જૂનાગઢ કાળવા ચોક ખાતેથી રેલીનું પ્રસ્થાન થશે અને ગોંડલ પહોંચી ત્યાં અનુસુચિત જાતિ અસ્મિતા સંમેલન, પ્રતિકાર મહાસંમેલનના રૂપમાં ફેરવાશે. અનુસૂચિત જાતિના જિલ્લા પ્રમુખ રાજુભાઈ સોલંકીએ જણાવ્યું કે, ગત તા.6 ના રોજ કાળવા ચોકમાં એકત્ર થયેલા સમાજના સૌ આગેવાનોએ તા.12 જૂનના રોજ બાઈક રેલી કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જે નિર્ધારિત આયોજન અનુસાર આવતીકાલે સવારે 8 કલાકે સૌ આગેવાનો અને યુવાનો કાળવા ચોકમાં આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે એકત્ર થશે અને બાબાસાહેબને હારતોરા કરીને જય ભીમના નારા સાથે બાઈક રેલીનું સવારે 9 કલાકે જૂનાગઢથી પ્રસ્થાન થશે. આ રેલી સરદારચોકથી ડો.બાબાસાહેબ ચોકથી આઝાદ ચોક થઈને મજેવડી દરવાજાથી રાજકોટ હાઈવે સાબલપુર ચોકડીથી નવાગઢ થઈને બપોરે 11.30 કલાકે ગોંડલ શહેરમાં પ્રવેશ કરશે, ત્યાં ગોંડલની બજારોમાં દલિત સમાજની બાઈક રેલી ફરશે, અને અહીના ડો.બાબાસાહેબ આંબેડકર ચોકમાં આ રેલી સંમેલનના રૂપમાં ફેરવાશે. આ રેલી અને સંમેલન અનુસૂચિત જાતિની અસ્મિતા અને પ્રતિકાર મહાસંમેલન બનશે. જેમાં ગામડે-ગામડેથી ભીમસેનાના યુવાનો જોડાશે.

Gondal :જયરાજસિંહની દાદાગીરી સામે આજે તેના જ ગામમાં પ્રતિકાર મહાસંમેલન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગોંડલ MLAનાં પુત્ર ગણેશે નિર્દોષ યુવકને નિર્વસ્ત્ર કરી ઢોર માર મારતા જનાક્રોષ
  • તા.12મીએ તેના જ ગામ ગોંડલમાં પ્રથમ વખત પ્રતિકાર મહાસંમેલન યોજાશે
  • સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો, ભીમસેનાના યુવાનો દ્વારા બાઈક રેલીનું આયોજન

ગોંડલનાં પૂર્વ ધારાસધ્ય જયરાજસિંહ જાડેજાનાં પૂત્ર ગણેશે લુખ્ખી દાદાગીરી કરી એક નિર્દોષ યુવકને નિર્વસ્ત્ર કરી ઢોર માર માર્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે, માતા ગીતાબા જાડેજા ભાજપના ધારાસભ્ય હોઈ સત્તાના જોરે જૂનાગઢનાં યુવક ઉપર ગૂજારેલા પાશવી અત્યાચારથી અનુસૂચિત જાતિના હજારો લોકોમાં તીવ્ર રોષ ભભૂકી ઉઠયો છે.

જયરાજસિંહની દાદાગીરી સામે તા.12મીએ તેના જ ગામ ગોંડલમાં પ્રથમ વખત પ્રતિકાર મહાસંમેલન યોજાશે. અનુસૂચિત જાતિના સમાજનાં આગેવાનો, ભીમસેના વગેરે દ્વારા જૂનાગઢથી બાઈક રેલી નીકળશે જે આ વિસ્તારોમાં બુલંદ અવાજે દાદાગીરીનો વિરોધ કરશે.

જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખના પુત્ર સંજય સોલંકીનું અપહરણ, હત્યાની કોશિષ કરવાના મામલે ગોંડલના ધારાસભ્ય પરિવારની દબંગગીરી સામે આવતીકાલે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો, ભીમસેનાના યુવાનો દ્વારા બાઈક રેલીનું આયોજન કર્યું છે, સવારે જૂનાગઢ કાળવા ચોક ખાતેથી રેલીનું પ્રસ્થાન થશે અને ગોંડલ પહોંચી ત્યાં અનુસુચિત જાતિ અસ્મિતા સંમેલન, પ્રતિકાર મહાસંમેલનના રૂપમાં ફેરવાશે.

અનુસૂચિત જાતિના જિલ્લા પ્રમુખ રાજુભાઈ સોલંકીએ જણાવ્યું કે, ગત તા.6 ના રોજ કાળવા ચોકમાં એકત્ર થયેલા સમાજના સૌ આગેવાનોએ તા.12 જૂનના રોજ બાઈક રેલી કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જે નિર્ધારિત આયોજન અનુસાર આવતીકાલે સવારે 8 કલાકે સૌ આગેવાનો અને યુવાનો કાળવા ચોકમાં આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે એકત્ર થશે અને બાબાસાહેબને હારતોરા કરીને જય ભીમના નારા સાથે બાઈક રેલીનું સવારે 9 કલાકે જૂનાગઢથી પ્રસ્થાન થશે. આ રેલી સરદારચોકથી ડો.બાબાસાહેબ ચોકથી આઝાદ ચોક થઈને મજેવડી દરવાજાથી રાજકોટ હાઈવે સાબલપુર ચોકડીથી નવાગઢ થઈને બપોરે 11.30 કલાકે ગોંડલ શહેરમાં પ્રવેશ કરશે, ત્યાં ગોંડલની બજારોમાં દલિત સમાજની બાઈક રેલી ફરશે, અને અહીના ડો.બાબાસાહેબ આંબેડકર ચોકમાં આ રેલી સંમેલનના રૂપમાં ફેરવાશે. આ રેલી અને સંમેલન અનુસૂચિત જાતિની અસ્મિતા અને પ્રતિકાર મહાસંમેલન બનશે. જેમાં ગામડે-ગામડેથી ભીમસેનાના યુવાનો જોડાશે.