Loksabha Election2024: દીવ-દમણ બેઠક પર 28 એપ્રિલે રાહુલ ગાંધી કરશે ચૂંટણી પ્રચાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 28 એપ્રિલે દમણના પ્રવાસે દીવ-દમણ બેઠક પર રાહુલ ગાંધી કરશે સભા 28 તારીખે સાંજે 4 કલાકે દમણમાં સભા સંબોધશેગુજરાત લોકસભા ચૂંટણી 2024 ઉનાળાની ગરમીમાં રાજકીય માહોલ વધુ ગરમ કરી રહી છે. હવે 26 બેઠકો પૈકી એક બેઠક ભાજપને મળી જતાં 25 બેઠકો માટે આગામી 7 મેના રોજ મતદાન થશે. ગુજરાતમાં લોકસભાનો ચૂંટણી પ્રચાર ચરમ પર છે, ઠેર ઠેર તમામ પક્ષો પોતાના પક્ષનો પુરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે. તેવામાં ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચંડ પ્રચારને લઇ દીવ-દમણ બેઠક પર 28 એપ્રિલે રાહુલ ગાંધી સભા સંબોધશે.મળતી માહિતી મુજબ, અંતિમ ચરણના ચૂટણી પ્રચારમાં તમામ પાર્ટી એડી ચોટીનું જોરદાર લગાવી રહી છેે. તેવામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 28 એપ્રિલે સાંજે 4 કલાકે દમણની મુલાકાત લેવાના છે. રાહુલ ગાંધી દમણ દીવ બેઠક પર સભા સંબોધશે અને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા સાથે ગુજરાતની જનતાને રિઝવાનો પ્રયાસ કરશે. આમ તો, 26 બેઠકો પૈકી એક બેઠક ભાજપને મળી જતાં 25 બેઠકો માટે આગામી 7 મેના રોજ મતદાન થશે. તેવામાં રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યા છે. અને ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજનેતાઓને સાથે બેઠક કરશે. કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલએ માહિતી આપતા જણાવ્યું હતું કે,  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 28 એપ્રિલે દમણમાં સાંજે 4 કલાકે દમણમાં સભા સંબોધશે. આમ, લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ ગુજરાત કોંગ્રેસને વધુ મજબૂત કરવા રાહુલ ગાંધી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરશે. ગુજરાતમાં ચૂંટણી કઇ રીતે જીતવી તે અંગે રણનીતિ બનાવશે.

Loksabha Election2024: દીવ-દમણ બેઠક પર 28 એપ્રિલે રાહુલ ગાંધી કરશે ચૂંટણી પ્રચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 28 એપ્રિલે દમણના પ્રવાસે
  • દીવ-દમણ બેઠક પર રાહુલ ગાંધી કરશે સભા
  • 28 તારીખે સાંજે 4 કલાકે દમણમાં સભા સંબોધશે

ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ઉનાળાની ગરમીમાં રાજકીય માહોલ વધુ ગરમ કરી રહી છે. હવે 26 બેઠકો પૈકી એક બેઠક ભાજપને મળી જતાં 25 બેઠકો માટે આગામી 7 મેના રોજ મતદાન થશે. ગુજરાતમાં લોકસભાનો ચૂંટણી પ્રચાર ચરમ પર છે, ઠેર ઠેર તમામ પક્ષો પોતાના પક્ષનો પુરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે. તેવામાં ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચંડ પ્રચારને લઇ દીવ-દમણ બેઠક પર 28 એપ્રિલે રાહુલ ગાંધી સભા સંબોધશે.

મળતી માહિતી મુજબ, અંતિમ ચરણના ચૂટણી પ્રચારમાં તમામ પાર્ટી એડી ચોટીનું જોરદાર લગાવી રહી છેે. તેવામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 28 એપ્રિલે સાંજે 4 કલાકે દમણની મુલાકાત લેવાના છે. રાહુલ ગાંધી દમણ દીવ બેઠક પર સભા સંબોધશે અને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા સાથે ગુજરાતની જનતાને રિઝવાનો પ્રયાસ કરશે. આમ તો, 26 બેઠકો પૈકી એક બેઠક ભાજપને મળી જતાં 25 બેઠકો માટે આગામી 7 મેના રોજ મતદાન થશે. તેવામાં રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યા છે. અને ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજનેતાઓને સાથે બેઠક કરશે. 

કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલએ માહિતી આપતા જણાવ્યું હતું કે,  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 28 એપ્રિલે દમણમાં સાંજે 4 કલાકે દમણમાં સભા સંબોધશે. આમ, લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ ગુજરાત કોંગ્રેસને વધુ મજબૂત કરવા રાહુલ ગાંધી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરશે. ગુજરાતમાં ચૂંટણી કઇ રીતે જીતવી તે અંગે રણનીતિ બનાવશે.