Godhra: ગોધરા NEETની પરીક્ષાના કૌભાંડમાં વિદ્યાર્થીઓ વાલીઓના નિવેદનો લેવાયા

વિદ્યાર્થીઓએ તુષાર અને રોયને રૂા. 2.82 કરોડના ચેક આપ્યાપરશુરામના બૅંક એકાઉન્ટમાં રૂા. 66 લાખ જમા કરાવ્યા, બ્લેન્ક ચેક આપ્યા આ NEETના પરીક્ષા કેન્દ્ર ઉપર આજ સ્કુલનો શિક્ષક તુષાર ભટ્ટ સુપરિટેન્ડેન્ટ તરીકે પણ ફરજ બજાવતો હતો. ગોધરામાં NEETની પરીક્ષાના કૌભાંડમાં મોટો ખુલાસો થવા પામ્યો છે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ આરોપીઓ તુષાર ભટ્ટ અને પરશુરામ રોયને રૂા. 2.82 કરોડના ચેક, પરશુરામના બેંક એકાઉન્ટમાં રૂપિયા 66 લાખ રોકડા જમાં કરાવ્યા હતા. તો. કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓએ આરોપીઓને બ્લેન્ક ચેક પણ આપ્યા હોવાનું જાણવા મળ્યુ છે. ગોધરામાં તા.5 મે નાં રોજ દાહોદ હાઇવે રોડ ઉપર આવેલી જય જલારામ સ્કુલ ખાતે NTA દ્વારા NEET ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ NEETના પરીક્ષા કેન્દ્ર ઉપર આજ સ્કુલનો શિક્ષક તુષાર ભટ્ટ સુપરિટેન્ડેન્ટ તરીકે પણ ફરજ બજાવતો હતો. જે તુષાર ભટ્ટ વિદ્યાર્થીઓને NEETની પરીક્ષામાં ચોરી કરાવવાનો છે. તેવી માહિતી જિલ્લા કલેકટરને મળી હતી. ત્યારે જિલ્લા કલેકટર દ્વારા પરીક્ષાની મહત્વતા સમજી આ મામલે નાયબ અધિક કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને પરીક્ષા કેન્દ્ર ખાતે મોકલી સમગ્ર મામલે તપાસ હાથ ધરવા જણાવ્યું હતું. જેમાં અધિકારીઓએ પોલીસને સાથે રાખી પરીક્ષા કેન્દ્ર નાં સુપ્રિટેન્ડેન્ટ તુષાર ભટ્ટની ગાડીમાંથી રોકડા રૂા. 7 લાખ કબ્જે લીધા અને NEETની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો પર્દાફશ થયો હતો. ત્યારબાદ આ મામલે એક બાદ અકે આરોપીઓ પરશુરામ રોય, આરીફ્ વ્હોરા, વિભોર આનંદ અને પુરુષોત્તમ શર્મા સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. હાલ તમામ આરોપીઓ જ્યુડી. કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા છે. ગોધરામાં NEETની પરીક્ષાના કૌભાંડ અંગે પોલીસે ગુજરાતના 6 અને પરપ્રાંતના 10 વિદ્યાર્થીઓ અને વાલીઓની નિવેદન આપવા માટે બોલાવ્યા હતા. પૂછપરછ દરમિયાન પોલીસને મળેલી વિગત મુજબ 12 વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓ ગોધરામાં અને 10 વિદ્યાર્થીઓ પડાલ - થર્મલ ખાતે આવેલા NEETના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપી રહ્યા હતા. જેમાં 12 વિદ્યાર્થીઓ પૈકી 4 વિદ્યાર્થીઓએ વર્ષ 2023 માં વડોદરાનાં રોય ઓવરસીઝ કન્સલટન્સીનાં માલિક પરશુરામ રોયના બેંક એકાઉન્ટમાં રૂા. 66 લાખ રોકડા જમાં કરાવ્યા હતા. જ્યારે 7 વિદ્યાર્થીઓએ પરશુરામ રોય અને તુષાર ભટ્ટને રૂા. 2.82 કરોડના ચેક પણ આપ્યા હોવાનું સામે આવ્યું છે. તો 3 વિદ્યાર્થીઓએ આરોપી તુષાર ભટ્ટ અને પરશુરામ રોયને બ્લેન્ક ચેક પણ આપ્યા છે. વડોદરાની વિદ્યાર્થિનીને પરીક્ષામાં ચોરી કરાવશેની ખબર ન હતી NEET કૌભાંડમાં અગાઉ વડોદરાની વિદ્યાર્થિની પોતાના વાલી સાથે આવી નિવેદન આપતા જણાવ્યું હતું કે, પરશુરામ રોય સાથે તેઓની સેમીનાર દરમિયાન મુલાકાત થઈ હતી. જેમાં પરશુરામ રોયે વિદ્યાર્થિનીને વિદેશ મોકલવાના બહાને રૂા. 50 લાખ માંગ્યા હતા. વિદ્યાર્થિની પરીક્ષામાં નાપાસ થતાં વાલીએ પૈસા પરત માંગતા ફરીથી ગોધરા ખાતે યોજાનાર NEET ની પરીક્ષામાં પાસ કરાવી આપવાની જવાબદારી સાથે ફરીથી પરીક્ષા અપાવી હતી. ત્યારે વિદ્યાર્થિનીની કે તેના વાલીઓને ખબર ના હતી કે પરશુરામ રોય ચોરી કરાવીને પરીક્ષા પાસ કરાવવાનો છે.

Godhra: ગોધરા NEETની પરીક્ષાના કૌભાંડમાં વિદ્યાર્થીઓ વાલીઓના નિવેદનો લેવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિદ્યાર્થીઓએ તુષાર અને રોયને રૂા. 2.82 કરોડના ચેક આપ્યા
  • પરશુરામના બૅંક એકાઉન્ટમાં રૂા. 66 લાખ જમા કરાવ્યા, બ્લેન્ક ચેક આપ્યા
  • આ NEETના પરીક્ષા કેન્દ્ર ઉપર આજ સ્કુલનો શિક્ષક તુષાર ભટ્ટ સુપરિટેન્ડેન્ટ તરીકે પણ ફરજ બજાવતો હતો.

ગોધરામાં NEETની પરીક્ષાના કૌભાંડમાં મોટો ખુલાસો થવા પામ્યો છે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ આરોપીઓ તુષાર ભટ્ટ અને પરશુરામ રોયને રૂા. 2.82 કરોડના ચેક, પરશુરામના બેંક એકાઉન્ટમાં રૂપિયા 66 લાખ રોકડા જમાં કરાવ્યા હતા. તો. કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓએ આરોપીઓને બ્લેન્ક ચેક પણ આપ્યા હોવાનું જાણવા મળ્યુ છે.

ગોધરામાં તા.5 મે નાં રોજ દાહોદ હાઇવે રોડ ઉપર આવેલી જય જલારામ સ્કુલ ખાતે NTA દ્વારા NEET ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ NEETના પરીક્ષા કેન્દ્ર ઉપર આજ સ્કુલનો શિક્ષક તુષાર ભટ્ટ સુપરિટેન્ડેન્ટ તરીકે પણ ફરજ બજાવતો હતો.

જે તુષાર ભટ્ટ વિદ્યાર્થીઓને NEETની પરીક્ષામાં ચોરી કરાવવાનો છે. તેવી માહિતી જિલ્લા કલેકટરને મળી હતી. ત્યારે જિલ્લા કલેકટર દ્વારા પરીક્ષાની મહત્વતા સમજી આ મામલે નાયબ અધિક કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને પરીક્ષા કેન્દ્ર ખાતે મોકલી સમગ્ર મામલે તપાસ હાથ ધરવા જણાવ્યું હતું. જેમાં અધિકારીઓએ પોલીસને સાથે રાખી પરીક્ષા કેન્દ્ર નાં સુપ્રિટેન્ડેન્ટ તુષાર ભટ્ટની ગાડીમાંથી રોકડા રૂા. 7 લાખ કબ્જે લીધા અને NEETની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો પર્દાફશ થયો હતો. ત્યારબાદ આ મામલે એક બાદ અકે આરોપીઓ પરશુરામ રોય, આરીફ્ વ્હોરા, વિભોર આનંદ અને પુરુષોત્તમ શર્મા સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. હાલ તમામ આરોપીઓ જ્યુડી. કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા છે. ગોધરામાં NEETની પરીક્ષાના કૌભાંડ અંગે પોલીસે ગુજરાતના 6 અને પરપ્રાંતના 10 વિદ્યાર્થીઓ અને વાલીઓની નિવેદન આપવા માટે બોલાવ્યા હતા. પૂછપરછ દરમિયાન પોલીસને મળેલી વિગત મુજબ 12 વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓ ગોધરામાં અને 10 વિદ્યાર્થીઓ પડાલ - થર્મલ ખાતે આવેલા NEETના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપી રહ્યા હતા. જેમાં 12 વિદ્યાર્થીઓ પૈકી 4 વિદ્યાર્થીઓએ વર્ષ 2023 માં વડોદરાનાં રોય ઓવરસીઝ કન્સલટન્સીનાં માલિક પરશુરામ રોયના બેંક એકાઉન્ટમાં રૂા. 66 લાખ રોકડા જમાં કરાવ્યા હતા.

જ્યારે 7 વિદ્યાર્થીઓએ પરશુરામ રોય અને તુષાર ભટ્ટને રૂા. 2.82 કરોડના ચેક પણ આપ્યા હોવાનું સામે આવ્યું છે. તો 3 વિદ્યાર્થીઓએ આરોપી તુષાર ભટ્ટ અને પરશુરામ રોયને બ્લેન્ક ચેક પણ આપ્યા છે.

વડોદરાની વિદ્યાર્થિનીને પરીક્ષામાં ચોરી કરાવશેની ખબર ન હતી

NEET કૌભાંડમાં અગાઉ વડોદરાની વિદ્યાર્થિની પોતાના વાલી સાથે આવી નિવેદન આપતા જણાવ્યું હતું કે, પરશુરામ રોય સાથે તેઓની સેમીનાર દરમિયાન મુલાકાત થઈ હતી. જેમાં પરશુરામ રોયે વિદ્યાર્થિનીને વિદેશ મોકલવાના બહાને રૂા. 50 લાખ માંગ્યા હતા. વિદ્યાર્થિની પરીક્ષામાં નાપાસ થતાં વાલીએ પૈસા પરત માંગતા ફરીથી ગોધરા ખાતે યોજાનાર NEET ની પરીક્ષામાં પાસ કરાવી આપવાની જવાબદારી સાથે ફરીથી પરીક્ષા અપાવી હતી. ત્યારે વિદ્યાર્થિનીની કે તેના વાલીઓને ખબર ના હતી કે પરશુરામ રોય ચોરી કરાવીને પરીક્ષા પાસ કરાવવાનો છે.