ભોજ ગામના યુવક પર તાંદલજામાં રિવોલ્વર જેવા સાધન અને પાઇપથી હુમલો

વડોદરાઃ વડોદરા નજીક પાદરા તાલુકાના ભોજ ગામે રહેતા યુવક  પર તાંદલજા વિસ્તારમાં હુમલો થતાં પોલીસે કારમાં જતા રહેલા બે હુમલાખોર સામે ગુનો નોંધ્યો છે.ભોજગામના વસિમ નોબારાએ પોલીસને કહ્યું છે કે,તા.૯મીએ રાતે હું તાંદલજાના સમીમપાર્ક પાસે પ્રોવિઝન સ્ટોર નજીક ઉભો હતો ત્યારે સોહેલ ઇસ્માઇલ મનસુરી આવ્યો હતો અને જૂની અદાવતને કારણે બોલાચાલી કરી હતી.તેણે ધર્મ વિષયક  પણ બોલાચાલી કરી હતી અને કારમાંથી પાઇપ તેમજ કમરમાંથી માઉઝર જેવા સાધન વડે હુમલો કર્યો હતો.તેની સાથે આવેલા શખ્સે પણ લાકડા વડે માર મારતાં હું બેભાન થઇ ગયો હતો.પોલીસે કારમાં ચાલ્યા ગયેલા બંનેની તપાસ હાથ ધરી છે.

ભોજ ગામના યુવક પર તાંદલજામાં રિવોલ્વર જેવા સાધન અને પાઇપથી હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ વડોદરા નજીક પાદરા તાલુકાના ભોજ ગામે રહેતા યુવક  પર તાંદલજા વિસ્તારમાં હુમલો થતાં પોલીસે કારમાં જતા રહેલા બે હુમલાખોર સામે ગુનો નોંધ્યો છે.

ભોજગામના વસિમ નોબારાએ પોલીસને કહ્યું છે કે,તા.૯મીએ રાતે હું તાંદલજાના સમીમપાર્ક પાસે પ્રોવિઝન સ્ટોર નજીક ઉભો હતો ત્યારે સોહેલ ઇસ્માઇલ મનસુરી આવ્યો હતો અને જૂની અદાવતને કારણે બોલાચાલી કરી હતી.

તેણે ધર્મ વિષયક  પણ બોલાચાલી કરી હતી અને કારમાંથી પાઇપ તેમજ કમરમાંથી માઉઝર જેવા સાધન વડે હુમલો કર્યો હતો.તેની સાથે આવેલા શખ્સે પણ લાકડા વડે માર મારતાં હું બેભાન થઇ ગયો હતો.પોલીસે કારમાં ચાલ્યા ગયેલા બંનેની તપાસ હાથ ધરી છે.