Cyber Fraud:સાઇબર ક્રાઇમમાં સંડોવાયેલા ગુજરાતના 20 હજાર મોબાઈલ નંબર બ્લોક

લોકોને ધરપકડ, સીમ બંધ થવાની ધમકીઓ કે લોન, જાતીય આકર્ષણોની લાલચે ફસાવતા નબંરો સામે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સક્રિયCBI, NCB, RBIના કે અન્ય અધિકારીના નામે બ્લેકમેલ કરતા કોલ આવે તો ફરિયાદ કરો DOT, TRAI કે કોઈપણ એન્જસીના નામે મોબાઈલ ફોન બંધ કરવાની ધમકી મળે તો ડરો નહીં સીબીઆઈ, એનસીબી, આરબીઆઈ કે અન્ય સરકારી અધિકારીઓના વેશ ધારણ કરી વીડિયો કોલ કે સાદા કોલ કરી નાગરિકોને ધરપકડનો કે ફોન બંધ કરવાનો ડર બતાવતા તેમજ સો.મીડિયા પ્લેટફોર્મ પર ફ્રોડ એકાઉન્ટો બનાવી છેતરપિંડી કરી પૈસા પડાવતા સાઈબર ગઠિયાઓ સામે કેન્દ્રીય ગૃહમંત્રાલય સર્તક બન્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયની સૂચનાને પગલે ટ્રાઈ, ડીઓટી તેમજ સુરક્ષા એજન્સીઓએ સંકલન કરી સાઈબર ગઠિયાઓના 16 લાખથી વધુ મોબાઈલ ફોન કનેકશન બ્લોક કરી દીધા છે. આ પ્રકારના ધમકીભર્યા કોલ મામલે નાગરિકોને તૂરત જ સાઈબર હેલ્પલાઈન નંબર કે સાઈબર ફ્રોડની વેબસાઈટ પર ફરિયાદ કરવા માટે અરજ કરવામાં આવી છે. સાઈબર ઠગો લોકોને કોલ કરીને સામાન્ય રીતે પાર્સલ મોકલ્યું તેમાં ગેરકાયદે સામાન, દવાઓ, નકલી પાસપોર્ટ સહિતની પ્રતિબંધીત વસ્તુઓ મળ્યાનું અથવા તો ભોગ બનનારનો નજીકનો વ્યક્તિ ગુનામાં પકડાયાનું કહી ડરાવે છે. આ રીતે વાતચીત કરી ધરપકડનો ડર બતાવી ડીજીટલ એરેસ્ટ વોરંટનો બોગસ લેટર ઓનલાઈન મોકલી ધમકીઓ આપે છે. તે પછી સ્કાયપે એપ કે વિડિયો કોન્ફરન્સ પર આરોપીઓ પોલીસ સ્ટેશન કે સરકારી કચેરીમાં બેઠા હોય તેવો આભાસ સાઈબર ઠગો ઉભો કરે છે. સાઈબર ઠગો પોતે અસલી અધિકારી હોવાનો દેખાવ કરવા સરકારી અધિકારીના ડ્રેસ પણ પહેરે છે. આ રીતે ડર બતાવી લોકો પાસેથી ઓનલાઈન પૈસા પડાવી છેતરપિંડીઓ આચરે છે. દેશના અનેક નાગરિકોએ સાઈબર ઠગોની આ મોડસ ઓપરેન્ડીનો ભોગ બની કરોડો રૂપિયા ગૂમાવ્યાની ફરિયાદો પણ થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયની એજન્સી 14સી (ભારતીય સાઈબર ક્રાઈમ કોઓર્ડીનેશન સેન્ટર)એ માઈક્રોસોફ્ટ સાથે મળીને સાઈબર ગઠિયાના એક હજારથી વધુ સ્કાઈપ આઈડી બ્લોક કર્યા છે. સાઈબર ક્રાઈમ કરતા તત્વોના સિમકાર્ડ, મોબાઈલ ઉપકરણ અને મ્યુલ એકાઉન્ટસ બ્લોક કરવાની સુવિધા પણ શરૂ થઈ છે. બીજી તરફ નાગરિકોને સંચાર મંત્રાલયના દૂર સંચાર વિભાગ (DoT)એ પણ રજૂઆત કરતા જણાવ્યું છે કે, તમારા પર મોબાઈલ કનેકશન બંધ કરવાના ડીઓટી, ટ્રાઈ કે અન્ય કોઈ પણ એજન્સીના અધિકારી તરીકે ઓળખ આપતા કોલ આવે તો તુરત જ સાઈબર હેલ્પ લાઈન પર કોલ કરી ફરિયાદ કરો. સાઈબર ગઠિયાઓના આવા કોઈપણ ધમકીભર્યા કોલને ગંભીરતાથી લઈ ત્વરીત ફરિયાદ કરવાનો નિર્ણય લો. નાગરિકોને ફ્રોડમાં ફસાવવા કે અન્ય ખરાબ મેસેજ મોકલતી 52 સંસ્થાઓને ડીઓટીએ બ્લેક લીસ્ટ કરી, પેન ઈન્ડિયા ધોરણે 348 મોબાઈલ હેન્ડસેટને બ્લેકલીસ્ટ કર્યા, 700 એસએમએસ કન્ટેન્ટ ટેમ્પ્લેટસને ડિએક્ટિવ કર્યા છે. આ ઉપરાંત 10834 શંકાસ્પદ મોબાઈલ નંબરમાંથી 8272 ડિએક્ટીવેટ કર્યા અને 30 નંબરને હજુ સુધી ઓળખી શકયા નથી. સાઈબર ક્રાઈમ અને નાણાંકીય છેતરપિંડી કરતા 1.86 લાખ મોબાઈલ હેન્ડસેટને એજન્સીઓએ બ્લોક કર્યા છે. 1930 પર કોલ અને http://www.cybercrime.gov.in પર ફરિયાદ કરો સાઈબર ફ્રોડ જેવા ધરપકડ કરવાની ધમકી, પાર્સલ મળ્યાનું કહી પૈસા પડાવવા, ન્યુડ વીડિયોના નામે બ્લેકમેઈલ, અધિકારીના નામે ધમકી, લોન એપો દ્વારા બ્લેકમેઈલ કરવાના કે ફોન કેનશન કાપી નાંખવાની ધમકી આપતા કોલ તેમજ સો.મિડીયા પર માલાવેર વાઈરસવાળી લિંક મોકલી ફોન એક્સેસ મેળવી એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લેતા સાઈબર ઠગો સામે તુરત ફરિયાદ કરો. આ માટે સાઈબર સેલના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરીને અને http://www.cybercrime.gov.in પર જઈને ફરિયાદ કરી શકો છો.

Cyber Fraud:સાઇબર ક્રાઇમમાં સંડોવાયેલા ગુજરાતના 20 હજાર મોબાઈલ નંબર બ્લોક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકોને ધરપકડ, સીમ બંધ થવાની ધમકીઓ કે લોન, જાતીય આકર્ષણોની લાલચે ફસાવતા નબંરો સામે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સક્રિય
  • CBI, NCB, RBIના કે અન્ય અધિકારીના નામે બ્લેકમેલ કરતા કોલ આવે તો ફરિયાદ કરો
  • DOT, TRAI કે કોઈપણ એન્જસીના નામે મોબાઈલ ફોન બંધ કરવાની ધમકી મળે તો ડરો નહીં

સીબીઆઈ, એનસીબી, આરબીઆઈ કે અન્ય સરકારી અધિકારીઓના વેશ ધારણ કરી વીડિયો કોલ કે સાદા કોલ કરી નાગરિકોને ધરપકડનો કે ફોન બંધ કરવાનો ડર બતાવતા તેમજ સો.મીડિયા પ્લેટફોર્મ પર ફ્રોડ એકાઉન્ટો બનાવી છેતરપિંડી કરી પૈસા પડાવતા સાઈબર ગઠિયાઓ સામે કેન્દ્રીય ગૃહમંત્રાલય સર્તક બન્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયની સૂચનાને પગલે ટ્રાઈ, ડીઓટી તેમજ સુરક્ષા એજન્સીઓએ સંકલન કરી સાઈબર ગઠિયાઓના 16 લાખથી વધુ મોબાઈલ ફોન કનેકશન બ્લોક કરી દીધા છે. આ પ્રકારના ધમકીભર્યા કોલ મામલે નાગરિકોને તૂરત જ સાઈબર હેલ્પલાઈન નંબર કે સાઈબર ફ્રોડની વેબસાઈટ પર ફરિયાદ કરવા માટે અરજ કરવામાં આવી છે.

સાઈબર ઠગો લોકોને કોલ કરીને સામાન્ય રીતે પાર્સલ મોકલ્યું તેમાં ગેરકાયદે સામાન, દવાઓ, નકલી પાસપોર્ટ સહિતની પ્રતિબંધીત વસ્તુઓ મળ્યાનું અથવા તો ભોગ બનનારનો નજીકનો વ્યક્તિ ગુનામાં પકડાયાનું કહી ડરાવે છે. આ રીતે વાતચીત કરી ધરપકડનો ડર બતાવી ડીજીટલ એરેસ્ટ વોરંટનો બોગસ લેટર ઓનલાઈન મોકલી ધમકીઓ આપે છે. તે પછી સ્કાયપે એપ કે વિડિયો કોન્ફરન્સ પર આરોપીઓ પોલીસ સ્ટેશન કે સરકારી કચેરીમાં બેઠા હોય તેવો આભાસ સાઈબર ઠગો ઉભો કરે છે. સાઈબર ઠગો પોતે અસલી અધિકારી હોવાનો દેખાવ કરવા સરકારી અધિકારીના ડ્રેસ પણ પહેરે છે. આ રીતે ડર બતાવી લોકો પાસેથી ઓનલાઈન પૈસા પડાવી છેતરપિંડીઓ આચરે છે. દેશના અનેક નાગરિકોએ સાઈબર ઠગોની આ મોડસ ઓપરેન્ડીનો ભોગ બની કરોડો રૂપિયા ગૂમાવ્યાની ફરિયાદો પણ થઈ છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયની એજન્સી 14સી (ભારતીય સાઈબર ક્રાઈમ કોઓર્ડીનેશન સેન્ટર)એ માઈક્રોસોફ્ટ સાથે મળીને સાઈબર ગઠિયાના એક હજારથી વધુ સ્કાઈપ આઈડી બ્લોક કર્યા છે. સાઈબર ક્રાઈમ કરતા તત્વોના સિમકાર્ડ, મોબાઈલ ઉપકરણ અને મ્યુલ એકાઉન્ટસ બ્લોક કરવાની સુવિધા પણ શરૂ થઈ છે. બીજી તરફ નાગરિકોને સંચાર મંત્રાલયના દૂર સંચાર વિભાગ (DoT)એ પણ રજૂઆત કરતા જણાવ્યું છે કે, તમારા પર મોબાઈલ કનેકશન બંધ કરવાના ડીઓટી, ટ્રાઈ કે અન્ય કોઈ પણ એજન્સીના અધિકારી તરીકે ઓળખ આપતા કોલ આવે તો તુરત જ સાઈબર હેલ્પ લાઈન પર કોલ કરી ફરિયાદ કરો. સાઈબર ગઠિયાઓના આવા કોઈપણ ધમકીભર્યા કોલને ગંભીરતાથી લઈ ત્વરીત ફરિયાદ કરવાનો નિર્ણય લો. નાગરિકોને ફ્રોડમાં ફસાવવા કે અન્ય ખરાબ મેસેજ મોકલતી 52 સંસ્થાઓને ડીઓટીએ બ્લેક લીસ્ટ કરી, પેન ઈન્ડિયા ધોરણે 348 મોબાઈલ હેન્ડસેટને બ્લેકલીસ્ટ કર્યા, 700 એસએમએસ કન્ટેન્ટ ટેમ્પ્લેટસને ડિએક્ટિવ કર્યા છે. આ ઉપરાંત 10834 શંકાસ્પદ મોબાઈલ નંબરમાંથી 8272 ડિએક્ટીવેટ કર્યા અને 30 નંબરને હજુ સુધી ઓળખી શકયા નથી. સાઈબર ક્રાઈમ અને નાણાંકીય છેતરપિંડી કરતા 1.86 લાખ મોબાઈલ હેન્ડસેટને એજન્સીઓએ બ્લોક કર્યા છે.

1930 પર કોલ અને http://www.cybercrime.gov.in પર ફરિયાદ કરો

સાઈબર ફ્રોડ જેવા ધરપકડ કરવાની ધમકી, પાર્સલ મળ્યાનું કહી પૈસા પડાવવા, ન્યુડ વીડિયોના નામે બ્લેકમેઈલ, અધિકારીના નામે ધમકી, લોન એપો દ્વારા બ્લેકમેઈલ કરવાના કે ફોન કેનશન કાપી નાંખવાની ધમકી આપતા કોલ તેમજ સો.મિડીયા પર માલાવેર વાઈરસવાળી લિંક મોકલી ફોન એક્સેસ મેળવી એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લેતા સાઈબર ઠગો સામે તુરત ફરિયાદ કરો. આ માટે સાઈબર સેલના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરીને અને http://www.cybercrime.gov.in પર જઈને ફરિયાદ કરી શકો છો.