Ahmedabad :રાજકોટ TRPગેમિંગઝોનમાં કેટલાંના મોત થયા છે તેની ખબર નથી તમને? :હાઇકોર્ટ

મંજૂરી વિના જ રિવરફ્રન્ટ પર ગેમિંગઝોન, મેળો શરૂ કરાયેલો : AMCબધા સમાચાર વાંચતા જ હોય છે અને બધાને કોર્ટના હુકમ વિશે જાણ હોય જ : હાઇકોર્ટ હાઇકોર્ટના નિર્દેશ છતાં કોઇપણ મંજૂરી વિના ગેમિંગઝોન-મેળો ફરી શરૂ કરાતાં બંધ કરાવાયો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજયભરમાં ગેમીંગ ઝોન બંધ કરાવી દેવાતાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મેળાનો પ્રોજેકટ નાંખનાર સંચાલક તરફ્થી ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી રિટની સુનાવણીમાં અમ્યુકો અને રિવરફ્રન્ટ ઓથોરીટી દ્વારા પોતાનું વલણ સ્પષ્ટ કરાયું હતું. હાઇકોર્ટના નિર્દેશ છતાં કોઇપણ મંજૂરી વિના ગેમિંગઝોન-મેળો ફરી શરૂ કરાતાં બંધ કરાવાયો છે. દરમ્યાન હાઇકોર્ટે ટકોર કરતાં જણાવ્યું હતું કે, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની દુર્ઘટનામાં કેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા, તેની તમને ખબર નથી..? આવી દુર્ઘટના બાદ દરેકે પોતાની જવાબદારી સ્વેચ્છાએ જ સમજવી જરૂરી બને છે. ગેમ ઝોન બંધ કરાવવાનો સરકારે નિર્ણય લીધો અને આ અંગે હાઇકોર્ટનો સ્પષ્ટ નિર્દેશ છે ત્યારે બધા સમાચાર વાંચતા જ હોય છે અને બધાને કોર્ટના હુકમ વિશે જાણ હોય જ., તમારે આ મામલે જે ખંડપીઠ રાજકોટ દુર્ઘટનાની સુઓમોટો પિટિશન સાંભળે છે તેની સમક્ષ તમારી રજૂઆત કરવી જોઇએ. અરજદારપક્ષ તરફ્થી અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટના બાદ સરકાર અને સ્થાનિક કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા રાજયભરના તમામ ગેમીંગ ઝોન અને રાઇડ્સ-મનોરંજન મેળાવડા બંધ કરાવી દીધા છે, જેમાં તેમના મેળાનો પણ સમાવેશ થાય છે પરંતુ અરજદારે તો તમામ મંજૂરીઓ મેળવેલી છે.

Ahmedabad :રાજકોટ TRPગેમિંગઝોનમાં કેટલાંના મોત થયા છે તેની ખબર નથી તમને? :હાઇકોર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મંજૂરી વિના જ રિવરફ્રન્ટ પર ગેમિંગઝોન, મેળો શરૂ કરાયેલો : AMC
  • બધા સમાચાર વાંચતા જ હોય છે અને બધાને કોર્ટના હુકમ વિશે જાણ હોય જ : હાઇકોર્ટ
  • હાઇકોર્ટના નિર્દેશ છતાં કોઇપણ મંજૂરી વિના ગેમિંગઝોન-મેળો ફરી શરૂ કરાતાં બંધ કરાવાયો

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજયભરમાં ગેમીંગ ઝોન બંધ કરાવી દેવાતાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મેળાનો પ્રોજેકટ નાંખનાર સંચાલક તરફ્થી ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી રિટની સુનાવણીમાં અમ્યુકો અને રિવરફ્રન્ટ ઓથોરીટી દ્વારા પોતાનું વલણ સ્પષ્ટ કરાયું હતું.

હાઇકોર્ટના નિર્દેશ છતાં કોઇપણ મંજૂરી વિના ગેમિંગઝોન-મેળો ફરી શરૂ કરાતાં બંધ કરાવાયો છે. દરમ્યાન હાઇકોર્ટે ટકોર કરતાં જણાવ્યું હતું કે, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની દુર્ઘટનામાં કેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા, તેની તમને ખબર નથી..? આવી દુર્ઘટના બાદ દરેકે પોતાની જવાબદારી સ્વેચ્છાએ જ સમજવી જરૂરી બને છે. ગેમ ઝોન બંધ કરાવવાનો સરકારે નિર્ણય લીધો અને આ અંગે હાઇકોર્ટનો સ્પષ્ટ નિર્દેશ છે ત્યારે બધા સમાચાર વાંચતા જ હોય છે અને બધાને કોર્ટના હુકમ વિશે જાણ હોય જ., તમારે આ મામલે જે ખંડપીઠ રાજકોટ દુર્ઘટનાની સુઓમોટો પિટિશન સાંભળે છે તેની સમક્ષ તમારી રજૂઆત કરવી જોઇએ.

અરજદારપક્ષ તરફ્થી અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટના બાદ સરકાર અને સ્થાનિક કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા રાજયભરના તમામ ગેમીંગ ઝોન અને રાઇડ્સ-મનોરંજન મેળાવડા બંધ કરાવી દીધા છે, જેમાં તેમના મેળાનો પણ સમાવેશ થાય છે પરંતુ અરજદારે તો તમામ મંજૂરીઓ મેળવેલી છે.