Rajkot News: RMC સેન્ટર ફોર એક્સેલેન્સ ઈન પ્લાનિંગની સ્થાપના કરશે

રાજ્યભરમાં આવી પહેલ કરનાર રાજકોટ પ્રથમ સીટી હોવાનો દાવોCEPT યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ આવ્યા RMC કમિશનરની મુલાકાતે શહેરી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે સેન્ટર ફોર એકસેલન્સ CEPT યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ.બરજોર મહેતા, ડીન ડૉ. મોના ઐય્યર અને પ્રો.શાશ્વત બંદોપાધ્યાએ રાજકોટ મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન રાજકોટમાં સેન્ટર ફોર એકસેલન્સ (CFE) શરૂ કરવાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શહેરી વિકાસની પ્રક્રિયામાં સેન્ટર ફોર એકસેલન્સ ઇન અર્બન પ્લાનિંગ (CFE) મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે અને સંભવતઃ સમગ્ર ગુજરાતમાં આવી નવી પહેલ કરનાર રાજકોટ મહાનગરપાલિકા પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા બની રહેશે.CEPT પ્રેસિડેન્ટની RMC કમિશનર સાથે ચર્ચા રાજકોટ મહાનગરપાલિકા અને CEPT યુનિવર્સિટી એકબીજાના સાથસહકાર સાથે રાજકોટમાં સેન્ટર ફોર એકસેલન્સ (CFE) સ્થાપવાની દિશામાં સક્રિયપણે આગળ ધપી રહ્યા છે. CEPT યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ.બરજોર મહેતા, ડીન ડૉ. મોના ઐય્યર અને પ્રો.શાશ્વત બંદોપાધ્યાએ તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની મુલાકાત કરી હતી. આ મીટિંગમાં ફોર એકસેલન્સ (CFE) કાર્યરત્ત કરવા બાબતે ગહન વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યા મુજબ આગામી મહિનામાં આ પ્રોજેક્ટ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા અને CEPT યુનિવર્સિટી વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવશે. શહેરી વિકાસની પ્રક્રિયામાં સેન્ટર ફોર એકસેલન્સ (CFE) મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે અને સંભવતઃ સમગ્ર ગુજરાતમાં આવી નવી પહેલ કરનાર રાજકોટ મહાનગરપાલિકા પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા બની રહેશે.અર્બન પ્લાનિંગ સેલની રચના કરવાનું નક્કી કરાયું  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2024-2025નાં બજેટમાં શહેરી વિકાસ સંબંધિત પ્રોજેક્ટ્સ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે અર્બન પ્લાનિંગ સેલની રચના કરવાનું નક્કી કરવામાં આવેલ તે અનુસંધાને ગત તા. 15મી માર્ચ નાં રોજ એક કાર્યપાલક ઈજનેર, એક આસિસ્ટન્ટ એન્જિનિયર, એક એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર તથા ત્રણ અર્બન પ્લાનર અને એક અર્બન ડીઝાઈનરને જવાબદારી સોંપવામાં આવી હતી. આગામી અર્બન પ્લાનિંગ સેલ દ્વારા સેન્ટર ફોર એકસલન્સની સ્થાપના માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.મળશે જુદી જુદી સેવા-સુવિધાઓ  રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા સેન્ટર ફોર એકસેલન્સ (CFE) ની યોજના ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા દર્શાવેલ માર્ગદર્શિકાઓનુ પાલન કરતી પરિવર્તનકારી પહેલ છે. જે રાષ્ટ્રીય ઉદેશ્યો સાથે સંરેખિત શહેરી આયોજન, કૌશલ્ય વિકાસ અને ડેટા મેનેજમેન્ટમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ગ્રાહક-કેન્દ્રિત હબ તરીકે કાર્યરત, CFE અનન્ય ઉકેલો પ્રદાન કરવા, વ્યવસાયિક લાભો વધારવા અને સ્થાનિક સમુદાયમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે ઉપયોગી છે. માળખાકીય સુવિધાઓ, અર્બન મોબિલિટી, પબ્લિક હાઉસિંગ, એન્જીનિયરીંગ પ્લાનિંગ એન્ડ કો-ઓર્ડીનેશન, હેરિટેજ કલ્ચર એન્ડ રિક્રિએશન તથા અર્બન ડિઝાઈન એન્ડ રિફોર્મ વગેરે જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવનાર અર્બન પ્લાનિંગ સેલને ટેકનીકલી અને નોલેજની દ્રષ્ટિએ સ્ટ્રેન્ધન કરવામાં સેન્ટર ફોર એકસેલન્સ (CFE) ની ભૂમિકા ખુબ જ મહત્વપૂર્ણ બની રહેશે.રાજકોટને મળશે રાષ્ટ્રીય સ્તરે એક અભિન્ન ઓળખ સેન્ટર ફોર એકસેલન્સ (CFE) એ એક મજબૂત ડેટાબેઝનું નિર્માણ, વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ (DPRs) અને ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના સહિત બહુપક્ષીય જવાબદારીઓ હાથ ધરશે. ડેટાબેઝ એક વ્યાપક ભંડાર તરીકે સેવા આપશે, જે શહેરી આયોજન અને સંબંધિત ડોમેન્સમાં જાણકારીસભર નિર્ણય લેવાની સુવિધા આપશે. ઇન્ક્યુબેશન સેન્ટર, એક મુખ્ય ઘટક, નવીનતા અને ઉદ્યોગસાહસિક સાહસોને પ્રોત્સાહન આપશે. આ દ્વારા, CFEનો ઉદ્દેશ્ય સ્ટાર્ટ અપ્સ માટે સહાયક ઇકો સિસ્ટમ બનાવવા તરફના પ્રયત્નોને ચેનલ કરવાનો છે, જેનાથી આર્થિક વૃદ્ધિ અને સ્થાનિક વિકાસમાં યોગદાન મળે. આ ઉપરાંત પ્રશિક્ષણ કાર્યક્રમો મોખરે રહેશે, જેમાં શહેરી આયોજનમાં વ્યક્તિઓને વિશેષ તાલીમ આપવામાં આવશે. નવી તકનિકો અને ઉદ્યોગની શ્રેષ્ઠ પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવશે. આ સંશોધન અને વિકાસ માટે CFEની પ્રતિબદ્ધતા એકીકૃત થાય છે, જેનો હેતુ નવીન ઉકેલો અને ટકાઉ વ્યવસાય દરખાસ્તોનો પ્રસાર કરવાનો છે. ઉન્નત કૌશલ્ય વિકાસ, સમૃદ્ધ નવીનતા, હોલેસ્ટિક ઇકો સિસ્ટમ અને અર્થપૂર્ણ સહયોગ જેવી અપેક્ષિત સિદ્ધિઓ CFE દ્વારા પ્રાપ્ત થવાથી રાષ્ટ્રીય સ્તરે પણ એક અભિન્ન ઓળખ પ્રાપ્ત થશે. CFEના મુખ્ય હેતુઓ અને ઉદ્દેશ: શૈક્ષણિક ઉન્નતિ: શહેરી વિકાસ વ્યાવસાયિકોની જરૂરિયાતોને અનુરૂપ અદ્યતન શૈક્ષણિક કાર્યક્રમો વિકસાવવા અને તેના લાભ તેઓ સુધી પહોંચાડવા. સહયોગી સંશોધન અને વિકાસ: શહેરી વિકાસલક્ષી મુદ્દાઓના યોગ્ય ઉકેલ લાવવા અને સાતત્યપૂર્ણ વિકાસ આગળ ધપાવવા માટે સંયુક્ત સંશોધન પહેલને પ્રોત્સાહન આપવું. નીતિ સંલગ્નતા: અસરકારક શહેરી નીતિઓને આકાર આપવા માટે નીતિ નિર્માતાઓ, હિતધારકો અને નિષ્ણાતો વચ્ચે સંવાદ અને સહયોગની સુવિધા. વ્યૂહાત્મક જ્ઞાન સેવાઓ: RMCના નવા રચાયેલા શહેરી આયોજન સેલને શહેરી આયોજન પ્રોજેક્ટ્સ અને વ્યૂહાત્મક જ્ઞાન સહાયને વધારવા માટે નિષ્ણાત કન્સલ્ટન્સી પૂરી પાડવી. રાજકોટ મહાનગરપાલિકા ખાતે CEPT યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ.બરજોર મહેતા, ડીન ડૉ. મોના ઐય્યર અને પ્રો.શાશ્વત બંદોપાધ્યા સાથેની આ મીટિંગમાં મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ ઉપરાંત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જિનિયર વાય. કે. ગૌસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને CEPT યુનિવર્સિટીની ટીમ દ્વારા સ્માર્ટ સિટી વિકાસ પ્રોજેક્ટ્સની સાઈટ વિઝિટ પણ કરવામાં આવી હતી.

Rajkot News: RMC સેન્ટર ફોર એક્સેલેન્સ ઈન પ્લાનિંગની સ્થાપના કરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યભરમાં આવી પહેલ કરનાર રાજકોટ પ્રથમ સીટી હોવાનો દાવો
  • CEPT યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ આવ્યા RMC કમિશનરની મુલાકાતે
  • શહેરી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે સેન્ટર ફોર એકસેલન્સ

CEPT યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ.બરજોર મહેતા, ડીન ડૉ. મોના ઐય્યર અને પ્રો.શાશ્વત બંદોપાધ્યાએ રાજકોટ મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન રાજકોટમાં સેન્ટર ફોર એકસેલન્સ (CFE) શરૂ કરવાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શહેરી વિકાસની પ્રક્રિયામાં સેન્ટર ફોર એકસેલન્સ ઇન અર્બન પ્લાનિંગ (CFE) મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે અને સંભવતઃ સમગ્ર ગુજરાતમાં આવી નવી પહેલ કરનાર રાજકોટ મહાનગરપાલિકા પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા બની રહેશે.

CEPT પ્રેસિડેન્ટની RMC કમિશનર સાથે ચર્ચા 

રાજકોટ મહાનગરપાલિકા અને CEPT યુનિવર્સિટી એકબીજાના સાથસહકાર સાથે રાજકોટમાં સેન્ટર ફોર એકસેલન્સ (CFE) સ્થાપવાની દિશામાં સક્રિયપણે આગળ ધપી રહ્યા છે. CEPT યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ.બરજોર મહેતા, ડીન ડૉ. મોના ઐય્યર અને પ્રો.શાશ્વત બંદોપાધ્યાએ તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની મુલાકાત કરી હતી. આ મીટિંગમાં ફોર એકસેલન્સ (CFE) કાર્યરત્ત કરવા બાબતે ગહન વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યા મુજબ આગામી મહિનામાં આ પ્રોજેક્ટ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા અને CEPT યુનિવર્સિટી વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવશે. શહેરી વિકાસની પ્રક્રિયામાં સેન્ટર ફોર એકસેલન્સ (CFE) મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે અને સંભવતઃ સમગ્ર ગુજરાતમાં આવી નવી પહેલ કરનાર રાજકોટ મહાનગરપાલિકા પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા બની રહેશે.

અર્બન પ્લાનિંગ સેલની રચના કરવાનું નક્કી કરાયું 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2024-2025નાં બજેટમાં શહેરી વિકાસ સંબંધિત પ્રોજેક્ટ્સ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે અર્બન પ્લાનિંગ સેલની રચના કરવાનું નક્કી કરવામાં આવેલ તે અનુસંધાને ગત તા. 15મી માર્ચ નાં રોજ એક કાર્યપાલક ઈજનેર, એક આસિસ્ટન્ટ એન્જિનિયર, એક એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર તથા ત્રણ અર્બન પ્લાનર અને એક અર્બન ડીઝાઈનરને જવાબદારી સોંપવામાં આવી હતી. આગામી અર્બન પ્લાનિંગ સેલ દ્વારા સેન્ટર ફોર એકસલન્સની સ્થાપના માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મળશે જુદી જુદી સેવા-સુવિધાઓ 

રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા સેન્ટર ફોર એકસેલન્સ (CFE) ની યોજના ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા દર્શાવેલ માર્ગદર્શિકાઓનુ પાલન કરતી પરિવર્તનકારી પહેલ છે. જે રાષ્ટ્રીય ઉદેશ્યો સાથે સંરેખિત શહેરી આયોજન, કૌશલ્ય વિકાસ અને ડેટા મેનેજમેન્ટમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ગ્રાહક-કેન્દ્રિત હબ તરીકે કાર્યરત, CFE અનન્ય ઉકેલો પ્રદાન કરવા, વ્યવસાયિક લાભો વધારવા અને સ્થાનિક સમુદાયમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે ઉપયોગી છે. માળખાકીય સુવિધાઓ, અર્બન મોબિલિટી, પબ્લિક હાઉસિંગ, એન્જીનિયરીંગ પ્લાનિંગ એન્ડ કો-ઓર્ડીનેશન, હેરિટેજ કલ્ચર એન્ડ રિક્રિએશન તથા અર્બન ડિઝાઈન એન્ડ રિફોર્મ વગેરે જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવનાર અર્બન પ્લાનિંગ સેલને ટેકનીકલી અને નોલેજની દ્રષ્ટિએ સ્ટ્રેન્ધન કરવામાં સેન્ટર ફોર એકસેલન્સ (CFE) ની ભૂમિકા ખુબ જ મહત્વપૂર્ણ બની રહેશે.

રાજકોટને મળશે રાષ્ટ્રીય સ્તરે એક અભિન્ન ઓળખ

સેન્ટર ફોર એકસેલન્સ (CFE) એ એક મજબૂત ડેટાબેઝનું નિર્માણ, વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ (DPRs) અને ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના સહિત બહુપક્ષીય જવાબદારીઓ હાથ ધરશે. ડેટાબેઝ એક વ્યાપક ભંડાર તરીકે સેવા આપશે, જે શહેરી આયોજન અને સંબંધિત ડોમેન્સમાં જાણકારીસભર નિર્ણય લેવાની સુવિધા આપશે. ઇન્ક્યુબેશન સેન્ટર, એક મુખ્ય ઘટક, નવીનતા અને ઉદ્યોગસાહસિક સાહસોને પ્રોત્સાહન આપશે. આ દ્વારા, CFEનો ઉદ્દેશ્ય સ્ટાર્ટ અપ્સ માટે સહાયક ઇકો સિસ્ટમ બનાવવા તરફના પ્રયત્નોને ચેનલ કરવાનો છે, જેનાથી આર્થિક વૃદ્ધિ અને સ્થાનિક વિકાસમાં યોગદાન મળે. આ ઉપરાંત પ્રશિક્ષણ કાર્યક્રમો મોખરે રહેશે, જેમાં શહેરી આયોજનમાં વ્યક્તિઓને વિશેષ તાલીમ આપવામાં આવશે. નવી તકનિકો અને ઉદ્યોગની શ્રેષ્ઠ પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવશે. આ સંશોધન અને વિકાસ માટે CFEની પ્રતિબદ્ધતા એકીકૃત થાય છે, જેનો હેતુ નવીન ઉકેલો અને ટકાઉ વ્યવસાય દરખાસ્તોનો પ્રસાર કરવાનો છે. ઉન્નત કૌશલ્ય વિકાસ, સમૃદ્ધ નવીનતા, હોલેસ્ટિક ઇકો સિસ્ટમ અને અર્થપૂર્ણ સહયોગ જેવી અપેક્ષિત સિદ્ધિઓ CFE દ્વારા પ્રાપ્ત થવાથી રાષ્ટ્રીય સ્તરે પણ એક અભિન્ન ઓળખ પ્રાપ્ત થશે.

CFEના મુખ્ય હેતુઓ અને ઉદ્દેશ:

શૈક્ષણિક ઉન્નતિ:

શહેરી વિકાસ વ્યાવસાયિકોની જરૂરિયાતોને અનુરૂપ અદ્યતન શૈક્ષણિક કાર્યક્રમો વિકસાવવા અને તેના લાભ તેઓ સુધી પહોંચાડવા.

સહયોગી સંશોધન અને વિકાસ:

શહેરી વિકાસલક્ષી મુદ્દાઓના યોગ્ય ઉકેલ લાવવા અને સાતત્યપૂર્ણ વિકાસ આગળ ધપાવવા માટે સંયુક્ત સંશોધન પહેલને પ્રોત્સાહન આપવું.

નીતિ સંલગ્નતા:

અસરકારક શહેરી નીતિઓને આકાર આપવા માટે નીતિ નિર્માતાઓ, હિતધારકો અને નિષ્ણાતો વચ્ચે સંવાદ અને સહયોગની સુવિધા.

વ્યૂહાત્મક જ્ઞાન સેવાઓ:

RMCના નવા રચાયેલા શહેરી આયોજન સેલને શહેરી આયોજન પ્રોજેક્ટ્સ અને વ્યૂહાત્મક જ્ઞાન સહાયને વધારવા માટે નિષ્ણાત કન્સલ્ટન્સી પૂરી પાડવી.

રાજકોટ મહાનગરપાલિકા ખાતે CEPT યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ.બરજોર મહેતા, ડીન ડૉ. મોના ઐય્યર અને પ્રો.શાશ્વત બંદોપાધ્યા સાથેની આ મીટિંગમાં મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ ઉપરાંત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જિનિયર વાય. કે. ગૌસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને CEPT યુનિવર્સિટીની ટીમ દ્વારા સ્માર્ટ સિટી વિકાસ પ્રોજેક્ટ્સની સાઈટ વિઝિટ પણ કરવામાં આવી હતી.