રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં કડકાઈ, ફાયર NOC વગર ચાલતી 39 હોસ્પિટલ સીલ કરાઈ

Ahmedabad Hospitals Sealed Without Fire NOC: રાજકોટમાં ગેમિંગ ઝોનની દુર્ઘટના બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ સફાળું જાગ્યું છે અને તેમના દ્વારા ફાયર એનઓસી-બિલ્ડિંગ યુઝ (બીયુ) પરમિશન વિનાની બિલ્ડિંગો સીલ કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.ઈમારતોનું ઈન્સ્પેક્શન કરીને સીલ કરવામાં આવી આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈન્સ્પેક્શનની કામગીરીમાં છેલ્લા બે સપ્તાહથી પ્રાણ રેડાયા છે. 29 મે થી 10 જૂન દરમિયાન સ્કૂલ-કોલેજ, હોસ્પિટલ, મલ્ટિપ્લેક્સ એમ કુલ 1502 ઈમારતોનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાંથી 195ને નોટિસ અપાઈ હતી. 165 પાસે ફાયર એનઓસી જ્યારે 30 પાસે બીયુ પરમિશન જ નહીં હોવાથી તેને સીલ કરવામાં આવી હતી.હોસ્પિટલ તેમજ મલ્ટિપ્લેક્સ પણ સીલ કરાયા કુલ 909 હોસ્પિટલોમાં ચેકિંગ બાદ 39ને સીલ કરાઈ હતી અને 10 પાસે બીયુ પરમિશન જ નહોતું. 53માંથી 6 શોપિંગ મોલ, 28 માંથી 6 મલ્ટિપ્લેક્સ, મિની પ્લેક્સ પાસે ફાયર એનઓસી જ નહીં હોવાથી તેમને સીલ કરવામાં આવ્યા હતા.

રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં કડકાઈ, ફાયર NOC વગર ચાલતી 39 હોસ્પિટલ સીલ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad Hospitals Sealed Without Fire NOC: રાજકોટમાં ગેમિંગ ઝોનની દુર્ઘટના બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ સફાળું જાગ્યું છે અને તેમના દ્વારા ફાયર એનઓસી-બિલ્ડિંગ યુઝ (બીયુ) પરમિશન વિનાની બિલ્ડિંગો સીલ કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.

ઈમારતોનું ઈન્સ્પેક્શન કરીને સીલ કરવામાં આવી 

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈન્સ્પેક્શનની કામગીરીમાં છેલ્લા બે સપ્તાહથી પ્રાણ રેડાયા છે. 29 મે થી 10 જૂન દરમિયાન સ્કૂલ-કોલેજ, હોસ્પિટલ, મલ્ટિપ્લેક્સ એમ કુલ 1502 ઈમારતોનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાંથી 195ને નોટિસ અપાઈ હતી. 165 પાસે ફાયર એનઓસી જ્યારે 30 પાસે બીયુ પરમિશન જ નહીં હોવાથી તેને સીલ કરવામાં આવી હતી.

હોસ્પિટલ તેમજ મલ્ટિપ્લેક્સ પણ સીલ કરાયા 

કુલ 909 હોસ્પિટલોમાં ચેકિંગ બાદ 39ને સીલ કરાઈ હતી અને 10 પાસે બીયુ પરમિશન જ નહોતું. 53માંથી 6 શોપિંગ મોલ, 28 માંથી 6 મલ્ટિપ્લેક્સ, મિની પ્લેક્સ પાસે ફાયર એનઓસી જ નહીં હોવાથી તેમને સીલ કરવામાં આવ્યા હતા.