Gujarat Heat Wave: ગરમીથી મળી આંશિક રાહત, તાપમાનમાં થયો 1-2 ડિગ્રીનો ઘટાડો

મોટાભાગના શહેરોમાં તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટ્યું આજે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 45.5 ડિગ્રી નોંધાયુ ગાંધીનગરમાં પણ તાપમાન 45.5 ડિગ્રી નોંધાયુઅમદાવાદ અને ગાંધીનગર સહિત તમામ મોટા શહેરોની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસોથી ચાલી રહેલ હીટવેવની અસર હજુ આગામી આગામી 2 થી 3 દિવસ ચાલવાની શકયતા વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યના મોટાભાગના શહેરોમાં આજે તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. તો તાપમાનમાં આગમી 2 દિવસમાં હજુ ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદમાં સૌથી વધુ 45.5 ડિગ્રી તાપમાન સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ હીટવેવને લઈને જ્યાં એક તરફ નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે તો બીજી બાજુ વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને હિટસ્ટ્રોકની અસર ન થાય તે માટે જુદા જુદા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તો રાજ્યના જુદા જુદા મોટા શહેરોના તાપમાન પર નજર કરીએ તો આજે અમદાવાદમાં સૌથી વધુ 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો ગાંધીનગરમાં પણ 45.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું. સાથે સાથે ડીસામાં 44.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 44.8 ડિગ્રી, વડોદરા અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી,  અમરેલી 43.8 અને રાજકોટમાં 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો, હવામાન વિભાગ દ્વારા તમામ શહેરોમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. હિટસ્ટ્રોકને કારણે 41 દાખલ, 2ના મોત રાજ્યમાં પહેલીવાર અમદાવાદમાં હિટસ્ટ્રોકથી બેના મોત થાય હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હિટસ્ટ્રોકને કારણે બીમાર પડેલા લોકોનો આંકડો સતત વધી રહ્યો છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોકના કારણે 41 લોકોને 108 મારફતે દાખલ કરવામાં આવ્યા હતા. તો આજે દાખલ કરવામાં આવેલ 41 લોકો પૈકી 2 લોકોનું હિટસ્ટ્રોકને કારણે મૃત્યુ થયું છે. આરોગ્ય વિભાગ થયું દોડતું તો, અમદાવાદમાં હિટસ્ટ્રોકને કારણે પહેલીવાર મોત થતાં ચકચાર મચી ગઈ છે. આજે હિટસ્ટ્રોકને કારણે થયેલ 2 મોતને લઈને આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. તો, આરોગ્ય વિભાગ દ્વારા બંને મોતના કેસની વિગતો પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસેથી મંગાવવામાં આવી છે. હિટસ્ટ્રોકના કેસમાં આવ્યો ઉછાળો ગરમીને કારણે અમદાવાદીઓના આરોગ્યને અસર થઈ રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોક વોર્ડ દર્દીઓથી ઉભરાઇ રહ્યો છે. ગઈકાલે દર્દીઓની સંખ્યા વધતા તાત્કાલિક અન્ય વ્યવસ્થા ઊભી કરાઈ હતી. રેડ અલર્ટને જોતાં લોકોમાં હિટસ્ટ્રોકની સમસ્યા વધી રહી છે. બપોરના સમયે બહાર નીકળતા લોકોમાં હિટસ્ટ્રોકની અસર વધી છે. જેમાં સતત બે દિવસથી કેસમાં ઉછાળો આવ્યો છે.

Gujarat Heat Wave: ગરમીથી મળી આંશિક રાહત, તાપમાનમાં થયો 1-2 ડિગ્રીનો ઘટાડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોટાભાગના શહેરોમાં તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટ્યું 
  • આજે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 45.5 ડિગ્રી નોંધાયુ 
  • ગાંધીનગરમાં પણ તાપમાન 45.5 ડિગ્રી નોંધાયુ

અમદાવાદ અને ગાંધીનગર સહિત તમામ મોટા શહેરોની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસોથી ચાલી રહેલ હીટવેવની અસર હજુ આગામી આગામી 2 થી 3 દિવસ ચાલવાની શકયતા વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યના મોટાભાગના શહેરોમાં આજે તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. તો તાપમાનમાં આગમી 2 દિવસમાં હજુ ઘટાડો થવાની શક્યતા છે. 

અમદાવાદમાં સૌથી વધુ 45.5 ડિગ્રી તાપમાન 

સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ હીટવેવને લઈને જ્યાં એક તરફ નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે તો બીજી બાજુ વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને હિટસ્ટ્રોકની અસર ન થાય તે માટે જુદા જુદા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તો રાજ્યના જુદા જુદા મોટા શહેરોના તાપમાન પર નજર કરીએ તો આજે અમદાવાદમાં સૌથી વધુ 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો ગાંધીનગરમાં પણ 45.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું. સાથે સાથે ડીસામાં 44.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 44.8 ડિગ્રી, વડોદરા અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી,  અમરેલી 43.8 અને રાજકોટમાં 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો, હવામાન વિભાગ દ્વારા તમામ શહેરોમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. 

હિટસ્ટ્રોકને કારણે 41 દાખલ, 2ના મોત

રાજ્યમાં પહેલીવાર અમદાવાદમાં હિટસ્ટ્રોકથી બેના મોત થાય હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હિટસ્ટ્રોકને કારણે બીમાર પડેલા લોકોનો આંકડો સતત વધી રહ્યો છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોકના કારણે 41 લોકોને 108 મારફતે દાખલ કરવામાં આવ્યા હતા. તો આજે દાખલ કરવામાં આવેલ 41 લોકો પૈકી 2 લોકોનું હિટસ્ટ્રોકને કારણે મૃત્યુ થયું છે.

આરોગ્ય વિભાગ થયું દોડતું

તો, અમદાવાદમાં હિટસ્ટ્રોકને કારણે પહેલીવાર મોત થતાં ચકચાર મચી ગઈ છે. આજે હિટસ્ટ્રોકને કારણે થયેલ 2 મોતને લઈને આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. તો, આરોગ્ય વિભાગ દ્વારા બંને મોતના કેસની વિગતો પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસેથી મંગાવવામાં આવી છે.

હિટસ્ટ્રોકના કેસમાં આવ્યો ઉછાળો

ગરમીને કારણે અમદાવાદીઓના આરોગ્યને અસર થઈ રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોક વોર્ડ દર્દીઓથી ઉભરાઇ રહ્યો છે. ગઈકાલે દર્દીઓની સંખ્યા વધતા તાત્કાલિક અન્ય વ્યવસ્થા ઊભી કરાઈ હતી. રેડ અલર્ટને જોતાં લોકોમાં હિટસ્ટ્રોકની સમસ્યા વધી રહી છે. બપોરના સમયે બહાર નીકળતા લોકોમાં હિટસ્ટ્રોકની અસર વધી છે. જેમાં સતત બે દિવસથી કેસમાં ઉછાળો આવ્યો છે.