સરકારે અમારા સમાજને આર્થિક પછાત જાહેર કર્યો :વિપુલ ચૌધરીનું નિવેદન

ગાંધીનગરમાં 1 રૂપિયાના ટોકનચાર્જથી જમીન આપી અર્બુદા ધામ બનાવવા સરકારે જમીન આપીઃ વિપુલ ચૌધરી સમાજ સરકારને સહકાર આપશેઃ વિપુલ ચૌધરી લોકસભા ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષો દ્વારા સમાજના વર્ગની નજીક પહોંચી રહ્યા છે. આ વચ્ચે અરવલ્લીના બાયડ ખાતે ગુજરાત અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ઉપસ્થિતિમાં સંગઠન બેઠક યોજાઇ હતી. આ લોકસભાની ચૂંટણીમાં અર્બુદા સેનાનો કેવો અભિગમ રહેશે તે બાબતે તેઓએ જણાવ્યું હતું કે, આ સરકારે અમારા સમાજને સામાજિક શૈક્ષણિક પછાતનો દરજ્જો આપ્યો છે તેમને સમર્થન છે.બાયડના શરણાઈ પાર્ટી પ્લોટ ખાતે આંજણા ચૌધરી સમાજ દ્વારા સ્થપાયેલ ગુજરાત અર્બુદા સેનાના અધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આજે મોડી સાંજે સામાજિક સંગઠનની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સામાજિક સંગઠન અને શૈક્ષણિક બાબતે બાળકો કઈ રીતે આગળ આવે એ બાબતે બેઠકમાં ચર્ચાઓ કરી હતી. આ લોકસભાની ચૂંટણીમાં અર્બુદા સેનાનો કેવો અભિગમ રહેશે તે બાબતે તેઓએ જણાવ્યું હતું કે, આ સરકારે અમારા સમાજને સામાજિક શૈક્ષણિક પછાતનો દરજ્જો આપ્યો છે. સૌથી મહત્વનું ગાંધીનગર ખાતે સમાજનું શૈક્ષણિક અર્બુદા ધામ અને મેદાન બનાવવા માટે ફક્ત એક રૂપિયાના ટોકન ભાડેથી જમીન મળી રહે એવા સંજોગો ઉભા થયા છે. ત્યારે ઉપલી સરકારનો લાભ છેક અમારા સમાજ સુધી પહોંચે અને વિના સહકાર નહીં ઉદ્ધાર એ મુજબ અમારો સમાજ પણ સરકારની સાથે રહેશે. ભાજપને આંજણા ચૌધરી સમાજનું સમર્થન છે.

સરકારે અમારા સમાજને આર્થિક પછાત જાહેર કર્યો :વિપુલ ચૌધરીનું નિવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગરમાં 1 રૂપિયાના ટોકનચાર્જથી જમીન આપી
  • અર્બુદા ધામ બનાવવા સરકારે જમીન આપીઃ વિપુલ ચૌધરી
  • સમાજ સરકારને સહકાર આપશેઃ વિપુલ ચૌધરી

લોકસભા ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષો દ્વારા સમાજના વર્ગની નજીક પહોંચી રહ્યા છે. આ વચ્ચે અરવલ્લીના બાયડ ખાતે ગુજરાત અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ઉપસ્થિતિમાં સંગઠન બેઠક યોજાઇ હતી. આ લોકસભાની ચૂંટણીમાં અર્બુદા સેનાનો કેવો અભિગમ રહેશે તે બાબતે તેઓએ જણાવ્યું હતું કે, આ સરકારે અમારા સમાજને સામાજિક શૈક્ષણિક પછાતનો દરજ્જો આપ્યો છે તેમને સમર્થન છે.

બાયડના શરણાઈ પાર્ટી પ્લોટ ખાતે આંજણા ચૌધરી સમાજ દ્વારા સ્થપાયેલ ગુજરાત અર્બુદા સેનાના અધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આજે મોડી સાંજે સામાજિક સંગઠનની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સામાજિક સંગઠન અને શૈક્ષણિક બાબતે બાળકો કઈ રીતે આગળ આવે એ બાબતે બેઠકમાં ચર્ચાઓ કરી હતી.

આ લોકસભાની ચૂંટણીમાં અર્બુદા સેનાનો કેવો અભિગમ રહેશે તે બાબતે તેઓએ જણાવ્યું હતું કે, આ સરકારે અમારા સમાજને સામાજિક શૈક્ષણિક પછાતનો દરજ્જો આપ્યો છે. સૌથી મહત્વનું ગાંધીનગર ખાતે સમાજનું શૈક્ષણિક અર્બુદા ધામ અને મેદાન બનાવવા માટે ફક્ત એક રૂપિયાના ટોકન ભાડેથી જમીન મળી રહે એવા સંજોગો ઉભા થયા છે. ત્યારે ઉપલી સરકારનો લાભ છેક અમારા સમાજ સુધી પહોંચે અને વિના સહકાર નહીં ઉદ્ધાર એ મુજબ અમારો સમાજ પણ સરકારની સાથે રહેશે. ભાજપને આંજણા ચૌધરી સમાજનું સમર્થન છે.