Gandhinagar News: ગિફ્ટ સિટીમાં તસ્કરોના ત્રાસથી અંધારપટ્ટ છવાયો

ગિફ્ટ સિટી હોટેલના 18 વીજપોલના વાયરની ચોરી તસ્કરો વાયર ચોરી જતા લાઇટો શરૂ ન થઇ લાઇટ શરૂ ન થતા વાયર ચોરી થયાની જાણ થઇ ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં તસ્કરોના ત્રાસથી અંધારપટ્ટ છવાયો છે. જેમાં ગિફ્ટ સિટી હોટેલના 18 વીજપોલના વાયરની ચોરી થઇ છે. તસ્કરો વાયર ચોરી જતા લાઇટો શરૂ થઇ શકી નથી. જેમાં લાઇટ શરૂ ન થતા વાયર ચોરી થયાની જાણ થઇ છે. 620 મીટર વાયરની ચોરીની ફરિયાદ નોંધાઇ છે. ડભોડા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી ડભોડા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. જેમાં ગાંધીનગરમાં તસ્કરોએ વીજપોલના વાયરોની ચોરી કરી છે. તેમાં ગિફ્ટ સિટી ક્લબ મેમ્બર ઓફ રેડિસન ઇંડીવિજ્યુલ્સ હોટેલ ખાતે વીજપોલ લગાવવામાં આવ્યા હતા. તેમાં ગિફ્ટ સિટી હોટેલના 18 વીજપોલના થાંભલામાંથી વાયરોની ચોરી કરવામાં આવી છે. રૂપિયા 1.79 લાખના વાયરોની ચોરી થતા ગિફ્ટ સિટીમાં અંધરપટ્ટ છવાયુ છે. રાત્રે લાઈટો ચાલુ ના થતા વાયરો ચોરી થયાનું ધ્યાને આવ્યું છે. ગિફ્ટ સિટી ભારતનું સૌપ્રથમ સ્માર્ટસિટી ગાંધીનગર પાસે બનેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સિટી) ભારતનું સૌપ્રથમ સ્માર્ટસિટી છે. ગિફ્ટ સિટી 886 એકરમાં ફેલાયું છે અને તેમાં ડોમેસ્ટિક તેમજ સેઝ બંનેનો સમાવેશ થાય છે. હાલ અહીં હજારો કર્મચારી કામ કરી રહ્યા છે. ગિફ્ટ સિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનિક છે. સંકુલમાં ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ, યૂટીલિટી ટનલ, કચરો એકત્ર કરવા માટે ઓટોમેટિક સિસ્ટમ જેવી સુવિધા પણ છે. સમગ્ર સ્ટ્રક્ચર બાઉન્ડ્રી લેસ છે ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો, આઈટી કંપનીઓ, વીમા કંપનીઓ, આંતરરાષ્ટ્રીય શેરબજાર અને ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સર્વિસ સેન્ટર (આઈએફએસસી) આવેલું છે. અહીં હોટેલ, ક્લબ હાઉસ, એફોર્ડેબલ હાઉસ તેમજ રહેણાંક એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીમાં આવેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ અનોખો છે. ગિફ્ટ સિટીના કોઈપણ સંકુલમાં તમે નળમાંથી પીવાનું પાણી લઈ શકો છો. તેનું સમગ્ર સ્ટ્રક્ચર બાઉન્ડ્રી લેસ છે. અર્થાત્ એકપણ ટાવરને કંપાઉન્ડ વોલથી કવર કરવામાં આવ્યું નથી. જમીનના બહેતર ઉપયોગ માટે આ સિસ્ટમ અપનાવવામાં આવી છે. 

Gandhinagar News: ગિફ્ટ સિટીમાં તસ્કરોના ત્રાસથી અંધારપટ્ટ છવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગિફ્ટ સિટી હોટેલના 18 વીજપોલના વાયરની ચોરી
  • તસ્કરો વાયર ચોરી જતા લાઇટો શરૂ ન થઇ
  • લાઇટ શરૂ ન થતા વાયર ચોરી થયાની જાણ થઇ

ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં તસ્કરોના ત્રાસથી અંધારપટ્ટ છવાયો છે. જેમાં ગિફ્ટ સિટી હોટેલના 18 વીજપોલના વાયરની ચોરી થઇ છે. તસ્કરો વાયર ચોરી જતા લાઇટો શરૂ થઇ શકી નથી. જેમાં લાઇટ શરૂ ન થતા વાયર ચોરી થયાની જાણ થઇ છે. 620 મીટર વાયરની ચોરીની ફરિયાદ નોંધાઇ છે.

ડભોડા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી

ડભોડા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. જેમાં ગાંધીનગરમાં તસ્કરોએ વીજપોલના વાયરોની ચોરી કરી છે. તેમાં ગિફ્ટ સિટી ક્લબ મેમ્બર ઓફ રેડિસન ઇંડીવિજ્યુલ્સ હોટેલ ખાતે વીજપોલ લગાવવામાં આવ્યા હતા. તેમાં ગિફ્ટ સિટી હોટેલના 18 વીજપોલના થાંભલામાંથી વાયરોની ચોરી કરવામાં આવી છે. રૂપિયા 1.79 લાખના વાયરોની ચોરી થતા ગિફ્ટ સિટીમાં અંધરપટ્ટ છવાયુ છે. રાત્રે લાઈટો ચાલુ ના થતા વાયરો ચોરી થયાનું ધ્યાને આવ્યું છે.

ગિફ્ટ સિટી ભારતનું સૌપ્રથમ સ્માર્ટસિટી

ગાંધીનગર પાસે બનેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સિટી) ભારતનું સૌપ્રથમ સ્માર્ટસિટી છે. ગિફ્ટ સિટી 886 એકરમાં ફેલાયું છે અને તેમાં ડોમેસ્ટિક તેમજ સેઝ બંનેનો સમાવેશ થાય છે. હાલ અહીં હજારો કર્મચારી કામ કરી રહ્યા છે. ગિફ્ટ સિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનિક છે. સંકુલમાં ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ, યૂટીલિટી ટનલ, કચરો એકત્ર કરવા માટે ઓટોમેટિક સિસ્ટમ જેવી સુવિધા પણ છે.

સમગ્ર સ્ટ્રક્ચર બાઉન્ડ્રી લેસ છે

ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો, આઈટી કંપનીઓ, વીમા કંપનીઓ, આંતરરાષ્ટ્રીય શેરબજાર અને ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સર્વિસ સેન્ટર (આઈએફએસસી) આવેલું છે. અહીં હોટેલ, ક્લબ હાઉસ, એફોર્ડેબલ હાઉસ તેમજ રહેણાંક એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીમાં આવેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ અનોખો છે. ગિફ્ટ સિટીના કોઈપણ સંકુલમાં તમે નળમાંથી પીવાનું પાણી લઈ શકો છો. તેનું સમગ્ર સ્ટ્રક્ચર બાઉન્ડ્રી લેસ છે. અર્થાત્ એકપણ ટાવરને કંપાઉન્ડ વોલથી કવર કરવામાં આવ્યું નથી. જમીનના બહેતર ઉપયોગ માટે આ સિસ્ટમ અપનાવવામાં આવી છે.