વડોદરા શહેર તેમજ રેલ્વે વિસ્તારમાં મોબાઇલ ચોરી કરતા યુવાનની ધરપકડ, 13 મોબાઈલ ફોન કબજે

Mobile Theft Case in Vadodara : વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી તેમજ ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ પાસેના મોબાઇલ ફોન તફડાવતા યુવાનને રેલ્વે પોલીસે ઝડપી પાડી તેની પાસેથી 13 મોબાઇલ કબજે કર્યા છે. આ અંગેની વિગત એવી છે કે વડોદરા રેલવે પોલીસનો સ્ટાફ રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ કરતો હતો તે સમયે એક યુવાન કાળા રંગની પીઠું બેગ લઈને પસાર થતાં તેની હરકતો શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે તેને રોકી બેગની તપાસ કરતા તેમાંથી સાત મોબાઇલ મળ્યા હતા. આ મોબાઈલ અંગે તેની પૂછપરછ કરતા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોબાઈલ ચોરીની કબુલાત કરી હતી. આ ઉપરાંત તેણે પોતાના ઘરમાં પણ ફોન છુપાવ્યા છે. તેમ જણાવતા પોલીસે તેના ઘેર પણ તપાસ કરી 6 મોબાઈલ કબજે કર્યા હતા અને કુલ 13 મોબાઈલ ફોન કબજે કરી પોલીસે વડોદરા રેલવે સ્ટેશન, બાપોદ પોલીસ સ્ટેશનના ત્રણ તેમજ અટલાદરા પોલીસ સ્ટેશનના નવ ગુનાનો ભેદ ઉકેલી મોબાઇલ ચોર ધવલ ગોવિંદભાઈ પાવા (રહે જય સંતોષીનગર અટલાદરા)ની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેર તેમજ રેલ્વે વિસ્તારમાં મોબાઇલ ચોરી કરતા યુવાનની ધરપકડ, 13 મોબાઈલ ફોન કબજે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Mobile Theft Case in Vadodara : વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી તેમજ ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ પાસેના મોબાઇલ ફોન તફડાવતા યુવાનને રેલ્વે પોલીસે ઝડપી પાડી તેની પાસેથી 13 મોબાઇલ કબજે કર્યા છે. 

આ અંગેની વિગત એવી છે કે વડોદરા રેલવે પોલીસનો સ્ટાફ રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ કરતો હતો તે સમયે એક યુવાન કાળા રંગની પીઠું બેગ લઈને પસાર થતાં તેની હરકતો શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે તેને રોકી બેગની તપાસ કરતા તેમાંથી સાત મોબાઇલ મળ્યા હતા. આ મોબાઈલ અંગે તેની પૂછપરછ કરતા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોબાઈલ ચોરીની કબુલાત કરી હતી. આ ઉપરાંત તેણે પોતાના ઘરમાં પણ ફોન છુપાવ્યા છે. તેમ જણાવતા પોલીસે તેના ઘેર પણ તપાસ કરી 6 મોબાઈલ કબજે કર્યા હતા અને કુલ 13 મોબાઈલ ફોન કબજે કરી પોલીસે વડોદરા રેલવે સ્ટેશન, બાપોદ પોલીસ સ્ટેશનના ત્રણ તેમજ અટલાદરા પોલીસ સ્ટેશનના નવ ગુનાનો ભેદ ઉકેલી મોબાઇલ ચોર ધવલ ગોવિંદભાઈ પાવા (રહે જય સંતોષીનગર અટલાદરા)ની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.