Ahmedabad Admission News: અમદાવાદની 3 ગ્રાન્ટેડ કોલેજ એડમિશન ફાળવણીમાંથી બાકાત

ગુજરાત યુનિ.એ પ્રવેશ ફાળવણીમાંથી બાકાત કરતા સવાલ સીયુ શાહ અને સાબરમતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બાકાત ગુજરાત યુનિ.એ પ્રભુદાસ ઠક્કર કોલેજને પ્રવેશમાંથી કરી બાકાત અમદાવાદમાં કોલેજના એડમિશનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં અમદાવાદની 3 ગ્રાન્ટેડ કોલેજ એડમિશન ફાળવણીમાંથી બાકાત રાખવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીએ 3 કોલેજને પ્રવેશ ફાળવણીમાંથી બાકાત રાખતા યુનિવર્સિટી પર પ્રશ્નો ઊઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગ્રાન્ટેડ કોલેજોને પ્રવેશમાંથી બાકાત કરવામાં આવતા ખાનગી કોલેજોને ફાયદો થશે. કઈ કોલેજોને કરાઈ એડમિશન ફાળવણીમાંથી બાકાત જે કોલેજોને એડમિશન ફાળવણીમાંથી બાકાત રાખવામાં આવી છે તેમાં સીયુ શાહ અને સાબરમતી આર્ટસ કોલેજનું નામ સામેલ છે. આ સાથે જ ગુજરાત યુનિવર્સિટીએ પ્રભુદાસ ઠક્કર કોલેજને પણ પ્રવેશમાંથી બાકાત કરી છે. ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળની રાજ્ય સરકારને રજૂઆત ગ્રાન્ટેડ કોલેજને પ્રવેશમાંથી બાકાત કરાતા ખાનગી કોલેજને ફાયદો થશે. આ અંગે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. આ સાથે જ ઝડપથી આ ત્રણેય કોલેજમાં એડમિશન ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કહેવાઈ રહ્યું છે કે જો દર વર્ષે આ રીતે રોક લગાવાશે તો માત્ર ખાનગી કોલેજ બચશે.

Ahmedabad Admission News: અમદાવાદની 3 ગ્રાન્ટેડ કોલેજ એડમિશન ફાળવણીમાંથી બાકાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાત યુનિ.એ પ્રવેશ ફાળવણીમાંથી બાકાત કરતા સવાલ
  • સીયુ શાહ અને સાબરમતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બાકાત
  • ગુજરાત યુનિ.એ પ્રભુદાસ ઠક્કર કોલેજને પ્રવેશમાંથી કરી બાકાત

અમદાવાદમાં કોલેજના એડમિશનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં અમદાવાદની 3 ગ્રાન્ટેડ કોલેજ એડમિશન ફાળવણીમાંથી બાકાત રાખવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીએ 3 કોલેજને પ્રવેશ ફાળવણીમાંથી બાકાત રાખતા યુનિવર્સિટી પર પ્રશ્નો ઊઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગ્રાન્ટેડ કોલેજોને પ્રવેશમાંથી બાકાત કરવામાં આવતા ખાનગી કોલેજોને ફાયદો થશે.

કઈ કોલેજોને કરાઈ એડમિશન ફાળવણીમાંથી બાકાત

જે કોલેજોને એડમિશન ફાળવણીમાંથી બાકાત રાખવામાં આવી છે તેમાં સીયુ શાહ અને સાબરમતી આર્ટસ કોલેજનું નામ સામેલ છે. આ સાથે જ ગુજરાત યુનિવર્સિટીએ પ્રભુદાસ ઠક્કર કોલેજને પણ પ્રવેશમાંથી બાકાત કરી છે.

ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળની રાજ્ય સરકારને રજૂઆત

ગ્રાન્ટેડ કોલેજને પ્રવેશમાંથી બાકાત કરાતા ખાનગી કોલેજને ફાયદો થશે. આ અંગે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. આ સાથે જ ઝડપથી આ ત્રણેય કોલેજમાં એડમિશન ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કહેવાઈ રહ્યું છે કે જો દર વર્ષે આ રીતે રોક લગાવાશે તો માત્ર ખાનગી કોલેજ બચશે.