સુરતમાં આઈસ ડીશ વિક્રેતા પર આરોગ્ય વિભાગની તવાઈ

સુરતમાં આઈસ ડીશ વિક્રેતા પર આરોગ્ય વિભાગે તપાસ હાથધરી છે શહેરના 16 વિક્રેતાને ત્યાં કોર્પોરેશનની ટીમ દ્વારા સેમ્પલ લેવાયા છે આઈસડીશમાં નાખવામાં આવતા ડ્રાયફ્રૂટ, કલર, ક્રીમ સહિતની વસ્તુના સેમ્પલ લેવાયા રાજ્યમાં અવારનવાર અખાદ્ય વસ્તુઓનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે સુરતમાં ફરી એક વાર આરોગ્ય વિભાગે દરોડાના દોરની શરુઆત કરી છે. સુરતમાં આઈસ ડીશ વિક્રેતા પર આરોગ્ય વિભાગે તપાસ હાથધરી છે. શહેરના 16 વિક્રેતાને ત્યાં કોર્પોરેશનની ટીમ દ્વારા સેમ્પલ લેવાયા છે. આઈસ ડીશમાં નાખવામાં આવતા ડ્રાયફ્રૂટ, કલર, ક્રીમ સહિતની વસ્તુના સેમ્પલ લેવાયા છે. કેટલાક વિક્રેતા હલકી કક્ષાના ખાદ્યપદાર્થ વાપરતા હોવાની આશંકાના કારણે આરોગ્ય વિભાગે દરોડા પાડયા છે. બે દિવસ બાદ સેમ્પલના રિપોર્ટને આધારે પગલાં ભરવામાં આવશે.ઉનાળમાં આઈશ ડીસનો વધુ ઉપયોગગરમીથી રાહત મેળવવા માટે ઉનાળામાં લોકો આઈશડીસ વધુ ખાતા હોય છે,ત્યારે વેપારીઓ કમાવવાની લાલશામાં કઈ પણ વસ્તુનો ઉપયોગ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે,ગાંધીનગરથી તમામ જિલ્લાના આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી હતી કે આઈશડીસના વેપારીના ત્યાં દરોડા કરી બરફમાં ઉપયોગમાં લેવાતા અલગ-અલગ કલર તેમજ વસ્તુઓનુ ચેકિંગ કરવમાં આવે.ત્યારે વેપારીઓમાં પણ ફફળાટ ફેલાયો છે.કેમકે જો નમૂના ફેઈલ આવશે તો આરોગ્ય વિભાગ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરશે.ચાર દિવસ પહેલા ડીસામાં દરોડાફૂડ વિભાગ સફાળું જાગ્યું છે ડીસાના ભીલડી બજારમાં ખાણીપીણીની ચીજવસ્તુઓની લારીઓ પર દરોડા કરવામાં આવ્યા છે,આરોગ્ય વિભાગે અખાધ્ય ચીજવસ્તુ વેચતા 43 વેપારીઓને દંડ ફટકાર્યો ડીસા તાલુકાના ભિલડી પંથકમાં 4 દિવસ પહેલાં પાણીપુરી ખાધા બાદ ફુડ પોઈઝનીંગની અસર થઈ હતી. ત્યાર બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવતાં જ ફરસાણ, ઠંડા પીણા અને મીઠાઈની દુકાનોમાં દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.આરોગ્ય વિભાગની કામગીરી શું સમગ્ર જિલ્લાના આરોગ્ય અને સુખાકારીને જાળવવા અને જિલ્લાના કોઈપણ સ્થળે રોગચાળા નિવારણ કરવા માટેના ફરજોની જવાબદારી આરોગ્ય વિભાગની છે. જાહેર જનતાના સુખાકારી માટે સારી સ્વચ્છતા જરૂરી છે જેના માટે જીલ્લા આરોગ્યના કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે ફરીને રસીકરણ દ્વારા જાહેર આરોગ્યની કામગીરી પર જાગૃત નજરથી દેખરેખ રાખે છે.

સુરતમાં આઈસ ડીશ વિક્રેતા પર આરોગ્ય વિભાગની તવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં આઈસ ડીશ વિક્રેતા પર આરોગ્ય વિભાગે તપાસ હાથધરી છે
  • શહેરના 16 વિક્રેતાને ત્યાં કોર્પોરેશનની ટીમ દ્વારા સેમ્પલ લેવાયા છે
  • આઈસડીશમાં નાખવામાં આવતા ડ્રાયફ્રૂટ, કલર, ક્રીમ સહિતની વસ્તુના સેમ્પલ લેવાયા

રાજ્યમાં અવારનવાર અખાદ્ય વસ્તુઓનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે સુરતમાં ફરી એક વાર આરોગ્ય વિભાગે દરોડાના દોરની શરુઆત કરી છે. સુરતમાં આઈસ ડીશ વિક્રેતા પર આરોગ્ય વિભાગે તપાસ હાથધરી છે. શહેરના 16 વિક્રેતાને ત્યાં કોર્પોરેશનની ટીમ દ્વારા સેમ્પલ લેવાયા છે. આઈસ ડીશમાં નાખવામાં આવતા ડ્રાયફ્રૂટ, કલર, ક્રીમ સહિતની વસ્તુના સેમ્પલ લેવાયા છે. કેટલાક વિક્રેતા હલકી કક્ષાના ખાદ્યપદાર્થ વાપરતા હોવાની આશંકાના કારણે આરોગ્ય વિભાગે દરોડા પાડયા છે. બે દિવસ બાદ સેમ્પલના રિપોર્ટને આધારે પગલાં ભરવામાં આવશે.

ઉનાળમાં આઈશ ડીસનો વધુ ઉપયોગ

ગરમીથી રાહત મેળવવા માટે ઉનાળામાં લોકો આઈશડીસ વધુ ખાતા હોય છે,ત્યારે વેપારીઓ કમાવવાની લાલશામાં કઈ પણ વસ્તુનો ઉપયોગ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે,ગાંધીનગરથી તમામ જિલ્લાના આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી હતી કે આઈશડીસના વેપારીના ત્યાં દરોડા કરી બરફમાં ઉપયોગમાં લેવાતા અલગ-અલગ કલર તેમજ વસ્તુઓનુ ચેકિંગ કરવમાં આવે.ત્યારે વેપારીઓમાં પણ ફફળાટ ફેલાયો છે.કેમકે જો નમૂના ફેઈલ આવશે તો આરોગ્ય વિભાગ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરશે.


ચાર દિવસ પહેલા ડીસામાં દરોડા

ફૂડ વિભાગ સફાળું જાગ્યું છે ડીસાના ભીલડી બજારમાં ખાણીપીણીની ચીજવસ્તુઓની લારીઓ પર દરોડા કરવામાં આવ્યા છે,આરોગ્ય વિભાગે અખાધ્ય ચીજવસ્તુ વેચતા 43 વેપારીઓને દંડ ફટકાર્યો ડીસા તાલુકાના ભિલડી પંથકમાં 4 દિવસ પહેલાં પાણીપુરી ખાધા બાદ ફુડ પોઈઝનીંગની અસર થઈ હતી. ત્યાર બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવતાં જ ફરસાણ, ઠંડા પીણા અને મીઠાઈની દુકાનોમાં દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

આરોગ્ય વિભાગની કામગીરી શું

સમગ્ર જિલ્લાના આરોગ્ય અને સુખાકારીને જાળવવા અને જિલ્લાના કોઈપણ સ્થળે રોગચાળા નિવારણ કરવા માટેના ફરજોની જવાબદારી આરોગ્ય વિભાગની છે. જાહેર જનતાના સુખાકારી માટે સારી સ્વચ્છતા જરૂરી છે જેના માટે જીલ્લા આરોગ્યના કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે ફરીને રસીકરણ દ્વારા જાહેર આરોગ્યની કામગીરી પર જાગૃત નજરથી દેખરેખ રાખે છે.