રૂપાલા મામલે ભાજપ-ક્ષત્રિય સમાજની બેઠક નિષ્ફળ, હવે પાર્ટી લેશે નિર્ણય

બીજી બેઠક થાય એવું લાગતું નથીઃ ભૂપેન્દ્રસિંહક્ષત્રિય સમાજની વાત પાર્ટીને જણાવીશુઃ ભૂપેન્દ્રસિંહહવે પાર્ટી નિર્ણય લેશેઃ ભૂપેન્દ્રસિંહપરશોત્તમ રૂપાલા મુદ્દે ભાજપના આગેવાનો અને ક્ષત્રિય સમાજ સાથે ચર્ચા બંધ બારણે પૂર્ણ થઈ હતી. જે અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં બેઠક પૂર્ણ થઈ છે. આ દરમિયાન ભાજપના આગેવાનો ક્ષત્રિય આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી છે અને ચોક્કસ નિર્ણય પર આવી શકે તેવી ધારણ હતી પરંતુ બેઠક પૂર્ણ થઈ છે અને કોઈ પણ નિર્ણય આવ્યો નથી તેવી વિગતો સામે આવી રહી છે.ભાજપ અને ક્ષત્રિય સમાજની બેઠક પૂર્ણભાજપ અને ક્ષત્રિય સમાજની બેઠક નિષ્ફળ રહી છે. આ અંગે ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહે જણાવ્યું કે, ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે અને રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગ યથાવત છે. જેથી બેઠકમાં કોઇ નિરાકરણ આવ્યું નથી. રૂપાલા દ્વારા ત્રણ - ત્રણ વાર માફી મંગાઈ છે. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નથી. તેમજ બીજી બેઠક થાય એવું લાગતું નથી. ક્ષત્રિય સમાજની એક જ માગબેઠક બાદ ભાજપ ક્ષત્રિય નેતાએ જણાવ્યું કે, કોર કમિટી સાથે બેઠક કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર હતા. કોર કમિટી સાથે વાત કરી છે. રૂપાલાએ 30 મિનિટમાં માફી માગી હતી. ગોંડલ ખાતે માફી માગી હતી, પ્રદેશ પ્રમુખે પણ માફી માગી છે. પરંતુ બધાની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલે તેમ કહ્યું છે.આ માહિતી પાર્ટી હાઈકમાન્ડને આપવામાં આવશેઆ સાથે જ ભાજપ નેતાએ કહ્યું કે, આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો રૂપાલાની માફીની વાત લઈને આવ્યા છે. તે અમને મંજૂર નથી એમ કોર કમિટીએ કહ્યું છે, અમે પક્ષમાં રજૂઆત કરીશું. હવે પાર્ટી નિર્ણય લેશે. અમે પાર્ટીમાં અહીંયા બેઠકમાં જે વાત થઈ તે રજૂ કરીશું. આજે બેઠકમાં કોઈ નિર્ણય નહીં. ભાજપના નેતાઓ સમક્ષ માત્ર એક જ માગ રૂપાલાની ટિકિટ કાપી અને રાજકોટની સીટ ઉપરથી ઉમેદવાર બદલવામાં આવે. આ અંગે હવે પાર્ટી દ્વારા હવે આગામી નિર્ણય લેવામાં આવશે.  કોણ રહ્યું હતું હાજરઆ માટે અમદાવાદ ખાતેની બેઠકમાં બલવંતસિંહ રાજપૂત, ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજરી આપવા પહોંચ્યા છે. જ્યારે કેસરીદેવ સિંહ, આઈ.કે.જાડેજા પણ બેઠકમાં પહોંચ્યા છે. જ્યારે ક્ષત્રિય આગેવાન હકુભા જાડેજા, વિરેન્દ્રસિહ જાડેજા બેઠકમાં હાજર રહેશે. જ્યારે ક્ષત્રિય આગેવાન હકુભા જાડેજા, વિરેન્દ્રસિહ જાડેજા બેઠકમાં હાજર રહેશે. તેમજ રાજપૂત આગેવાન જયદ્રથસિંહ પરમાર, વીરભદ્રસિંહ જાડેજા, આઈ. કે. જાડેજા હાજર છે. ક્ષત્રિય સમાજ તરફથી મુખ્ય કોર કમિટીમાં કરણસિંહ ચાવડા, તૃપ્તિબા રાઓલ, વિજયસિંહ, અશ્વિનસિંહ સરવૈયા, સુખદેવસિંહ વાઘેલા છે. એટલું જ નહીં આ બેઠક માટે ભાજપ કોર કમિટી દ્વારા સમજાવટ માટે પદ્મિનીબા વાળાને રાજકોટથી અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા.શું છે ક્ષત્રિય સમાજની માંગતેમજ બેઠક બાદ ક્ષત્રિય સમાજના આંદોલનની દિશા પર નિર્ણય લેવામાં આવશે. એક તરફ ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટની રદ્દ કરવા માગ કરી રહ્યા છે. જોકે ભાજપના આગેવાનો સાથે ચર્ચા કરવા પહેલાં રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટીની બેઠક મળી હતી.ક્ષત્રિય સમાજ વચ્ચે નિર્ણાયક બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે મુખ્ય કોર કમિટી અને ભાજપના ક્ષત્રિય આગેવાનો વચ્ચે બેઠક શરૂ થઈ છે. આ બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાતની વિવિધ રાજપૂત સંસ્થાઓના આગેવાનો સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ અને કમિટીના સભ્યો ચર્ચા કરશે. ભાજપના ક્ષત્રિય આગેવાનો અને રાજપૂત સમાજના કેટલાક જ મુખ્ય આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી છે. મુખ્ય આગેવાનોને જ માત્ર પ્રવેશઆ બેઠક માટે કેટલાંક ચોક્કસ આગેવાનોને પ્રવેશ આપવામાં આવ્યો છે. બાકીના લોકોને પ્રવેશ ન આપવામાં આવતાં પણ ત્યાં હાજર લોકો રોષે ભરાયાં હતાં. જેમાં મુખ્ય આગેવાનોએ વચ્ચે પડી અને તમામને હાથ જોડી વિનંતી કરી હતી કે આ મિટિંગ પૂર્ણ થયા બાદ તમામ સંસ્થાઓના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે. જેમાં નિર્ણય કોઈના પરણ પણ બેસાડી દેવામાં ન આવશે. 

રૂપાલા મામલે ભાજપ-ક્ષત્રિય સમાજની બેઠક નિષ્ફળ, હવે પાર્ટી લેશે નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બીજી બેઠક થાય એવું લાગતું નથીઃ ભૂપેન્દ્રસિંહ
  • ક્ષત્રિય સમાજની વાત પાર્ટીને જણાવીશુઃ ભૂપેન્દ્રસિંહ
  • હવે પાર્ટી નિર્ણય લેશેઃ ભૂપેન્દ્રસિંહ

પરશોત્તમ રૂપાલા મુદ્દે ભાજપના આગેવાનો અને ક્ષત્રિય સમાજ સાથે ચર્ચા બંધ બારણે પૂર્ણ થઈ હતી. જે અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં બેઠક પૂર્ણ થઈ છે. આ દરમિયાન ભાજપના આગેવાનો ક્ષત્રિય આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી છે અને ચોક્કસ નિર્ણય પર આવી શકે તેવી ધારણ હતી પરંતુ બેઠક પૂર્ણ થઈ છે અને કોઈ પણ નિર્ણય આવ્યો નથી તેવી વિગતો સામે આવી રહી છે.

ભાજપ અને ક્ષત્રિય સમાજની બેઠક પૂર્ણ

ભાજપ અને ક્ષત્રિય સમાજની બેઠક નિષ્ફળ રહી છે. આ અંગે ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહે જણાવ્યું કે, ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે અને રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગ યથાવત છે. જેથી બેઠકમાં કોઇ નિરાકરણ આવ્યું નથી. રૂપાલા દ્વારા ત્રણ - ત્રણ વાર માફી મંગાઈ છે. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નથી. તેમજ બીજી બેઠક થાય એવું લાગતું નથી. 

ક્ષત્રિય સમાજની એક જ માગ

બેઠક બાદ ભાજપ ક્ષત્રિય નેતાએ જણાવ્યું કે, કોર કમિટી સાથે બેઠક કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર હતા. કોર કમિટી સાથે વાત કરી છે. રૂપાલાએ 30 મિનિટમાં માફી માગી હતી. ગોંડલ ખાતે માફી માગી હતી, પ્રદેશ પ્રમુખે પણ માફી માગી છે. પરંતુ બધાની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલે તેમ કહ્યું છે.

આ માહિતી પાર્ટી હાઈકમાન્ડને આપવામાં આવશે

આ સાથે જ ભાજપ નેતાએ કહ્યું કે, આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો રૂપાલાની માફીની વાત લઈને આવ્યા છે. તે અમને મંજૂર નથી એમ કોર કમિટીએ કહ્યું છે, અમે પક્ષમાં રજૂઆત કરીશું. હવે પાર્ટી નિર્ણય લેશે. અમે પાર્ટીમાં અહીંયા બેઠકમાં જે વાત થઈ તે રજૂ કરીશું. આજે બેઠકમાં કોઈ નિર્ણય નહીં. ભાજપના નેતાઓ સમક્ષ માત્ર એક જ માગ રૂપાલાની ટિકિટ કાપી અને રાજકોટની સીટ ઉપરથી ઉમેદવાર બદલવામાં આવે. આ અંગે હવે પાર્ટી દ્વારા હવે આગામી નિર્ણય લેવામાં આવશે. 

 કોણ રહ્યું હતું હાજર

આ માટે અમદાવાદ ખાતેની બેઠકમાં બલવંતસિંહ રાજપૂત, ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજરી આપવા પહોંચ્યા છે. જ્યારે કેસરીદેવ સિંહ, આઈ.કે.જાડેજા પણ બેઠકમાં પહોંચ્યા છે. જ્યારે ક્ષત્રિય આગેવાન હકુભા જાડેજા, વિરેન્દ્રસિહ જાડેજા બેઠકમાં હાજર રહેશે. જ્યારે ક્ષત્રિય આગેવાન હકુભા જાડેજા, વિરેન્દ્રસિહ જાડેજા બેઠકમાં હાજર રહેશે. તેમજ રાજપૂત આગેવાન જયદ્રથસિંહ પરમાર, વીરભદ્રસિંહ જાડેજા, આઈ. કે. જાડેજા હાજર છે. ક્ષત્રિય સમાજ તરફથી મુખ્ય કોર કમિટીમાં કરણસિંહ ચાવડા, તૃપ્તિબા રાઓલ, વિજયસિંહ, અશ્વિનસિંહ સરવૈયા, સુખદેવસિંહ વાઘેલા છે. એટલું જ નહીં આ બેઠક માટે ભાજપ કોર કમિટી દ્વારા સમજાવટ માટે પદ્મિનીબા વાળાને રાજકોટથી અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા.

શું છે ક્ષત્રિય સમાજની માંગ

તેમજ બેઠક બાદ ક્ષત્રિય સમાજના આંદોલનની દિશા પર નિર્ણય લેવામાં આવશે. એક તરફ ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટની રદ્દ કરવા માગ કરી રહ્યા છે. જોકે ભાજપના આગેવાનો સાથે ચર્ચા કરવા પહેલાં રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટીની બેઠક મળી હતી.

ક્ષત્રિય સમાજ વચ્ચે નિર્ણાયક બેઠક 

ગોતા રાજપૂત ભવન ખાતે મુખ્ય કોર કમિટી અને ભાજપના ક્ષત્રિય આગેવાનો વચ્ચે બેઠક શરૂ થઈ છે. આ બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાતની વિવિધ રાજપૂત સંસ્થાઓના આગેવાનો સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ અને કમિટીના સભ્યો ચર્ચા કરશે. ભાજપના ક્ષત્રિય આગેવાનો અને રાજપૂત સમાજના કેટલાક જ મુખ્ય આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી છે.

મુખ્ય આગેવાનોને જ માત્ર પ્રવેશ

આ બેઠક માટે કેટલાંક ચોક્કસ આગેવાનોને પ્રવેશ આપવામાં આવ્યો છે. બાકીના લોકોને પ્રવેશ ન આપવામાં આવતાં પણ ત્યાં હાજર લોકો રોષે ભરાયાં હતાં. જેમાં મુખ્ય આગેવાનોએ વચ્ચે પડી અને તમામને હાથ જોડી વિનંતી કરી હતી કે આ મિટિંગ પૂર્ણ થયા બાદ તમામ સંસ્થાઓના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે. જેમાં નિર્ણય કોઈના પરણ પણ બેસાડી દેવામાં ન આવશે.