Vadodaraમાં MGVCLના 20 જુનિયર આસિસ્ટન્ટે પરીક્ષામાં ગેરરીતિ કરાવતા સસ્પેન્ડ કરાયા

ગેરરીતિ કરીને પરીક્ષા પાસ કરી હોવાનું સામે આવ્યું 2020-21માં વિદ્યુત સહાયકોની પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી પરીક્ષામાં ગેરરીતિની સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી હતી તપાસ ગુજરાત રાજ્યના જુદા-જુદા વિદ્યુત વિભાગ માટે વિદ્યુત સહાયકની કરવામાં આવેલી ભરતીની પરીક્ષામાં ગેરરીતિથી કરવામાં આવેલી પરીક્ષા કૌભાંડનો પર્દાફાશ થયા બાદ એમજીવીસીએલના 20 જુનિયર આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરવામાં આવતાં વીજ કંપનીની વિવિધ કંપનીના કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે.આગામી દિવસમાં જૂની.આસિસ્ટન્ટને ચાર્જશીટ અપાશે. કુલ 17 લોકોની કરાઈ હતી ધરપકડ સુરત ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર તપાસ દરમિયાન 5 મહિલા સહિત 11 લોકોની કરી હતી ધરપકડ,હાલમાં આ તમામ 11 લોકો જેલવાસ ભોગવી રહ્યા છે. રૂ.7 થી 10 લાખ લઈ ઓનલાઈન પરીક્ષા પાસ કરાઈ હતી.વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદમાં લેવાઈ હતી પરીક્ષા.આગામી દિવસોમાં તેમને ચાર્જશીટ પણ આપવામાં આવશે, ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ લેવાઈ હતી પરીક્ષા આ ગુનામાં અગાઉ સંચાલકો, મુખ્ય એજન્ટો સહિત કુલ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.ગુજરાત રાજ્યની વીજ કંપનીઓ ડીજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ, જીસેકમાં કુલ 2156 વિધુત સહાયકની ભરતી પરીક્ષા વડોદરા, રાજકોટ, સુરત, અમદાવાદ ખાતે અલગ અલગ સેન્ટરોમાં 9-12-2020 થી. 06-01-2021 દરમિયાન અલગ તારીખોએ લેવામાં આવી હતી. યાદી મોકલાઈ હતી અને તેમા સસ્પેન્ડ કરાયા આ પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રના માલિકો, કોમ્યુટર લેબના ઇન્ચાર્જ અને તેમના મળતીયા અને એજન્ટોએ એકબીજાના મેળાપીપણામાં આર્થિક લાભ મેળવી પરીક્ષામાં ગેરરીતી આચરી ઉમેદવારોએ ઓનલાઈન પરીક્ષામાં પાસ થઇને ઠગાઇ કરી હતી, આ ઘટનામાં સુરત પોલીસ દ્વારા એમજીવીસીએલને એક યાદી મોકલવામાં આવી હતી જેમાં વીસ કર્મીઓની સંડોવણી હોવાનો ઉલ્લેખ કરેલો હતો જેથી એમજીવીસીએલના સતાધીશોએ વીસ જુનિયર આસીસ્ટન્ટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. અગાઉ યુજીવીસીએલના 11 કર્મચારીની ધરપકડ થયેલી આ તમામ આરોપીઓ હાલ જ્યુડીશીયલ કસ્ટડીમાં છે ત્યારે આ પ્રકરણમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ગેરરીતીથી પાસ થયેલા ઉમેદવાર-કર્મચારીઓને શોધવા મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં તપાસ હાથ ધરી હતી.અને ત્યાંથી પોલીસે ગેરરીતી આચરીને સરકારી નોકરી મેળવી લેનાર યુજીવીસીએલ 11 કર્મચારીઓની ધરપકડ કરી હતી પોલીસે પાંચ મહિલા કર્મચારીની પણ ધરપકડ કરી હતી.

Vadodaraમાં MGVCLના 20 જુનિયર આસિસ્ટન્ટે પરીક્ષામાં ગેરરીતિ કરાવતા સસ્પેન્ડ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગેરરીતિ કરીને પરીક્ષા પાસ કરી હોવાનું સામે આવ્યું
  • 2020-21માં વિદ્યુત સહાયકોની પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી
  • પરીક્ષામાં ગેરરીતિની સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી હતી તપાસ

ગુજરાત રાજ્યના જુદા-જુદા વિદ્યુત વિભાગ માટે વિદ્યુત સહાયકની કરવામાં આવેલી ભરતીની પરીક્ષામાં ગેરરીતિથી કરવામાં આવેલી પરીક્ષા કૌભાંડનો પર્દાફાશ થયા બાદ એમજીવીસીએલના 20 જુનિયર આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરવામાં આવતાં વીજ કંપનીની વિવિધ કંપનીના કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે.આગામી દિવસમાં જૂની.આસિસ્ટન્ટને ચાર્જશીટ અપાશે.

કુલ 17 લોકોની કરાઈ હતી ધરપકડ

સુરત ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર તપાસ દરમિયાન 5 મહિલા સહિત 11 લોકોની કરી હતી ધરપકડ,હાલમાં આ તમામ 11 લોકો જેલવાસ ભોગવી રહ્યા છે. રૂ.7 થી 10 લાખ લઈ ઓનલાઈન પરીક્ષા પાસ કરાઈ હતી.વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદમાં લેવાઈ હતી પરીક્ષા.આગામી દિવસોમાં તેમને ચાર્જશીટ પણ આપવામાં આવશે,

ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ લેવાઈ હતી પરીક્ષા

આ ગુનામાં અગાઉ સંચાલકો, મુખ્ય એજન્ટો સહિત કુલ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.ગુજરાત રાજ્યની વીજ કંપનીઓ ડીજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ, જીસેકમાં કુલ 2156 વિધુત સહાયકની ભરતી પરીક્ષા વડોદરા, રાજકોટ, સુરત, અમદાવાદ ખાતે અલગ અલગ સેન્ટરોમાં 9-12-2020 થી. 06-01-2021 દરમિયાન અલગ તારીખોએ લેવામાં આવી હતી.

યાદી મોકલાઈ હતી અને તેમા સસ્પેન્ડ કરાયા

આ પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રના માલિકો, કોમ્યુટર લેબના ઇન્ચાર્જ અને તેમના મળતીયા અને એજન્ટોએ એકબીજાના મેળાપીપણામાં આર્થિક લાભ મેળવી પરીક્ષામાં ગેરરીતી આચરી ઉમેદવારોએ ઓનલાઈન પરીક્ષામાં પાસ થઇને ઠગાઇ કરી હતી, આ ઘટનામાં સુરત પોલીસ દ્વારા એમજીવીસીએલને એક યાદી મોકલવામાં આવી હતી જેમાં વીસ કર્મીઓની સંડોવણી હોવાનો ઉલ્લેખ કરેલો હતો જેથી એમજીવીસીએલના સતાધીશોએ વીસ જુનિયર આસીસ્ટન્ટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો.

અગાઉ યુજીવીસીએલના 11 કર્મચારીની ધરપકડ થયેલી

આ તમામ આરોપીઓ હાલ જ્યુડીશીયલ કસ્ટડીમાં છે ત્યારે આ પ્રકરણમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ગેરરીતીથી પાસ થયેલા ઉમેદવાર-કર્મચારીઓને શોધવા મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં તપાસ હાથ ધરી હતી.અને ત્યાંથી પોલીસે ગેરરીતી આચરીને સરકારી નોકરી મેળવી લેનાર યુજીવીસીએલ 11 કર્મચારીઓની ધરપકડ કરી હતી પોલીસે પાંચ મહિલા કર્મચારીની પણ ધરપકડ કરી હતી.