Godhra: રજાયતા ગામે યુવકને માર્ગ પર ઢસડી જઈને માર મારતાં ચકચાર

યુવતીને ભગાડી જવાની અદાવતે એક યુવકને જાહેર માર્ગ ઉપર ઢસડી માર માર્યો હતો.બનાવમાં સંડોવાયેલા સાત વ્યક્તિઓની ધરપકડ કરાઈ સંતરામપુરના ઝાલદડા ગામના ચીમન નિનામાએ મોરવા હડફ્ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે મોરવાહડફ્ તાલુકાના રજાયતા ગામે યુવતીને ભગાડી જવાની અદાવતે એક યુવકને જાહેર માર્ગ ઉપર ઢસડી માર મારવા ઉપરાંત રીક્ષામાં ઘરે લઈ જઈ બાંધી દેવાની ઘટના બની હતી.આ બનાવમાં મોરવા હડફ્ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કુલ છ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે ગણતરીના સમયમાં સાત આરોપીઓની ધરપકડ પણ કરી કાર્યવાહી કરી છે.જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. સંતરામપુરના ઝાલદડા ગામના ચીમન નિનામાએ મોરવા હડફ્ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ બાઈક લઈ મોરવાના વાડોદર ગામે જવા નીકળ્યા હતા. દરમિયાન રજાયતા સ્ટેશન નજીક મિત્ર સંદીપ રહેતો હોવાથી રજાયતા બસ સ્ટેશન પાસે જઈ શાકભાજી વેચાણ કરતાં વ્યક્તિને સંદીપ ઘરે છે કે નહીં જે અંગેની પૃચ્છા કરતાં સંદીપ ઘરે નહીં હોવાનું જાણવા મળતાં ચીમન નિનામાએ બાઈક પાસે જઈ જોતાં બાઈકની ચાવી નહિં જોવા મળતાં ચાવીની શોધખોળ કરતાં હતા. દરમિયાન રજાયતા સ્ટેશન ઉપર રજાયતા ગામના મુકેશ રતન મુનીયા તથા અન્ય એક વ્યક્તિ તેમના હાથમાં લાકડી લઈ આવી બંન્નેએ ચીમનને કંઈપણ કહ્યા વગર માર માર્યો હતો અને તુ સંજયભાઈ મુનીયાની પત્નીને કેમ લઇને નાસી ગયો હતો એમ જણાવી માર મારતા હતા એ વેળાએ રીક્ષામાં ચાર વ્યક્તિઓએ આવી ચીમનને રોડ ઉપર ઢસડીને ઉચકીને રીક્ષામાં નાંખી દઈ સંજય મુનીયાના ઘરે લઈ જઈ લાકડાની થાંભલી સાથે બાંધી દઈ મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સમગ્ર બનાવ અંગે મોરવા હડફ્ પોલીસે બે વ્યક્તિઓ સામે અને રિક્ષામાં આવેલા અન્ય ચાર વ્યક્તિઓ સામે અલગ અલગ જોગવાઈ મુજબ ગુનો નોંધી પીએસઆઈ આર.એસ.દેવરે અને ટીમે ગણતરીના કલાકોમાં સાતની ધરપકડ કરી હતી. રજાયતાની ઘટનામાં કોની કોની થઈ ધરપકડ મોરવા હડફ્ના રજાયતા ગામે યુવક અને ઢસડીના માર મારવાની ઘટનામાં મોરવા હડફ્ પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી કરી છે. જેમાં મુકેશભાઇ રતનભાઇ મુનિયા ,અનિલભાઈ રતનભાઇ મુનિયા ,રાજેશભાઈ વીરસીંગભાઇ મુનિયા, રમેશભાઈ વિરસિંગ ભાઈ મુનિયા નિમેષભાઈ પર્વતભાઈમુનિયા, પીન્ટુભાઇ પર્વતભાઈ મુનિયા અને સંજય કુમાર માનસિંગ મુનિયા નો સમાવેશ થાય છે.

Godhra: રજાયતા ગામે યુવકને માર્ગ પર ઢસડી જઈને માર મારતાં ચકચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • યુવતીને ભગાડી જવાની અદાવતે એક યુવકને જાહેર માર્ગ ઉપર ઢસડી માર માર્યો હતો.
  • બનાવમાં સંડોવાયેલા સાત વ્યક્તિઓની ધરપકડ કરાઈ
  • સંતરામપુરના ઝાલદડા ગામના ચીમન નિનામાએ મોરવા હડફ્ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

મોરવાહડફ્ તાલુકાના રજાયતા ગામે યુવતીને ભગાડી જવાની અદાવતે એક યુવકને જાહેર માર્ગ ઉપર ઢસડી માર મારવા ઉપરાંત રીક્ષામાં ઘરે લઈ જઈ બાંધી દેવાની ઘટના બની હતી.આ બનાવમાં મોરવા હડફ્ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કુલ છ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે ગણતરીના સમયમાં સાત આરોપીઓની ધરપકડ પણ કરી કાર્યવાહી કરી છે.જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.

સંતરામપુરના ઝાલદડા ગામના ચીમન નિનામાએ મોરવા હડફ્ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ બાઈક લઈ મોરવાના વાડોદર ગામે જવા નીકળ્યા હતા. દરમિયાન રજાયતા સ્ટેશન નજીક મિત્ર સંદીપ રહેતો હોવાથી રજાયતા બસ સ્ટેશન પાસે જઈ શાકભાજી વેચાણ કરતાં વ્યક્તિને સંદીપ ઘરે છે કે નહીં જે અંગેની પૃચ્છા કરતાં સંદીપ ઘરે નહીં હોવાનું જાણવા મળતાં ચીમન નિનામાએ બાઈક પાસે જઈ જોતાં બાઈકની ચાવી નહિં જોવા મળતાં ચાવીની શોધખોળ કરતાં હતા. દરમિયાન રજાયતા સ્ટેશન ઉપર રજાયતા ગામના મુકેશ રતન મુનીયા તથા અન્ય એક વ્યક્તિ તેમના હાથમાં લાકડી લઈ આવી બંન્નેએ ચીમનને કંઈપણ કહ્યા વગર માર માર્યો હતો અને તુ સંજયભાઈ મુનીયાની પત્નીને કેમ લઇને નાસી ગયો હતો એમ જણાવી માર મારતા હતા એ વેળાએ રીક્ષામાં ચાર વ્યક્તિઓએ આવી ચીમનને રોડ ઉપર ઢસડીને ઉચકીને રીક્ષામાં નાંખી દઈ સંજય મુનીયાના ઘરે લઈ જઈ લાકડાની થાંભલી સાથે બાંધી દઈ મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સમગ્ર બનાવ અંગે મોરવા હડફ્ પોલીસે બે વ્યક્તિઓ સામે અને રિક્ષામાં આવેલા અન્ય ચાર વ્યક્તિઓ સામે અલગ અલગ જોગવાઈ મુજબ ગુનો નોંધી પીએસઆઈ આર.એસ.દેવરે અને ટીમે ગણતરીના કલાકોમાં સાતની ધરપકડ કરી હતી.

રજાયતાની ઘટનામાં કોની કોની થઈ ધરપકડ

મોરવા હડફ્ના રજાયતા ગામે યુવક અને ઢસડીના માર મારવાની ઘટનામાં મોરવા હડફ્ પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી કરી છે. જેમાં મુકેશભાઇ રતનભાઇ મુનિયા ,અનિલભાઈ રતનભાઇ મુનિયા ,રાજેશભાઈ વીરસીંગભાઇ મુનિયા, રમેશભાઈ વિરસિંગ ભાઈ મુનિયા નિમેષભાઈ પર્વતભાઈમુનિયા, પીન્ટુભાઇ પર્વતભાઈ મુનિયા અને સંજય કુમાર માનસિંગ મુનિયા નો સમાવેશ થાય છે.