Ahmedabad News: AMC દ્વારા આજે 8 જેટલી મિલકતો સીલ કરાઇ

4 સિનેમા, 2 હોસ્પિટલ અને 2 ફૂડ કોર્ટ કર્યા સીલસમર્પણ હોસ્પિટલ અને પ્લસ હોસ્પિટલ કરાઈ સિલબોડકદેવ, થલતેજ, શીલજ ચંદલોડિયામાં થિયેટર સીલ  ગત 25મી મેના રોજ રાજકોટ ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી જેમાં 28 જિંદગીઓ હોમાઈ ગઈ. આ ગોઝારી દુર્ઘટનાને પગલે રાજ્યભરમાં ફાયર સેફટીનો મુદ્દો ચર્ચામાં આવી ગયો હતો અને રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને વહીવટી તંત્ર દ્વારા તપાસ તેજ થઈ ગઈ. છેલ્લા કેટલાંક દિવસોથી ઠેર ઠેર તપાસ અને સીલિંગની કાર્યવાહી થઈ રહી છે. ત્યારે, આજે પણ અમદાવાદમાં ચેકિંગ અને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી. જેમાં આજે કુલ 8 એકમોને સીલ મારવામાં આવ્યા. આ તમામ એકમોમાં ફાયર સેફટી અને ફાયર NOCને લઈને બેદરકારી સામે આવી હતી. મળતી માહિતી મુજબ, આજે અમદાવાદ શહેરમાં 4 સિનેમા, 2 હોસ્પિટલ અને 2 ફૂડ કોર્ટ સીલ કરવામાં આવ્યા છે. જેમાં, સાયન્સ સિટી વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલ સીલ કરવામાં આવ્યું હતું. તો બીજી બાજુ, એસ જી હાઇવે પર આવેલ પ્લસ હોસ્પિટલ પણ સિલ કરવામાં આવી છે. દર્દીઓને નવજીવન આપતા હોસ્પિટલમાં જ ફાયર સેફટીના અભાવો સામે આવ્યા હતા જેને લઈને બંને હોસ્પિટલો સીલ કરવામાં આવી છે. તો બોડક દેવમાં બોડકદેવમાં ફૂડ પાર્ક અને કોનપ્લેક્ષ શિલાઝ સિનેમા સીલ કરવામાં આવ્યું છે. તો થલતેજનું બન્ના મીનીપ્લેક્સ સિનેમા સીલ કરવામાં આવ્યું છે. તેમજ, ચાંદલોડિયામાં એપ્પલ મલ્ટિપ્લેકસ સિનેમાને પણ સીલ મારવામાં આવ્યું છે. સાથે સાથે શિલજમાં સ્માર્ટ થિયેટર સિલ કરાયું છે. આ તમામ એકમો ખાતે ફાયર NOC અને ફાયર સેફ્ટીના અભાવ સામે આવ્યા હતા જેને લઈને તમામને સીલ મારવામાં આવ્યા હતા. BJP નેતાનું કાફે પણ સીલ કરાયું AMC દ્વારા આહે ભાજપના નેતાના કાફે પર પણ તવાઈ બોલાવવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે ભાજપના નેતા હાર્દિકસિંહ ડોડિયાના કાફેને સીલ કરવામાં આવ્યું છે. પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ હાર્દિકસિંહ ડોડિયાનું સિંધુભવન રોડ પર આવેલું હોબ નોબ કેફે સીલ કરવામાં આવ્યું છે. ફાયર સેફ્ટી અને NOCના અભાવને કારણે કાફે સીલ કરવામાં આવ્યું છે. 

Ahmedabad News: AMC દ્વારા આજે 8 જેટલી મિલકતો સીલ કરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 4 સિનેમા, 2 હોસ્પિટલ અને 2 ફૂડ કોર્ટ કર્યા સીલ
  • સમર્પણ હોસ્પિટલ અને પ્લસ હોસ્પિટલ કરાઈ સિલ
  • બોડકદેવ, થલતેજ, શીલજ ચંદલોડિયામાં થિયેટર સીલ  

ગત 25મી મેના રોજ રાજકોટ ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી જેમાં 28 જિંદગીઓ હોમાઈ ગઈ. આ ગોઝારી દુર્ઘટનાને પગલે રાજ્યભરમાં ફાયર સેફટીનો મુદ્દો ચર્ચામાં આવી ગયો હતો અને રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને વહીવટી તંત્ર દ્વારા તપાસ તેજ થઈ ગઈ. છેલ્લા કેટલાંક દિવસોથી ઠેર ઠેર તપાસ અને સીલિંગની કાર્યવાહી થઈ રહી છે. ત્યારે, આજે પણ અમદાવાદમાં ચેકિંગ અને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી. જેમાં આજે કુલ 8 એકમોને સીલ મારવામાં આવ્યા. આ તમામ એકમોમાં ફાયર સેફટી અને ફાયર NOCને લઈને બેદરકારી સામે આવી હતી. 

મળતી માહિતી મુજબ, આજે અમદાવાદ શહેરમાં 4 સિનેમા, 2 હોસ્પિટલ અને 2 ફૂડ કોર્ટ સીલ કરવામાં આવ્યા છે. જેમાં, સાયન્સ સિટી વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલ સીલ કરવામાં આવ્યું હતું. તો બીજી બાજુ, એસ જી હાઇવે પર આવેલ પ્લસ હોસ્પિટલ પણ સિલ કરવામાં આવી છે. દર્દીઓને નવજીવન આપતા હોસ્પિટલમાં જ ફાયર સેફટીના અભાવો સામે આવ્યા હતા જેને લઈને બંને હોસ્પિટલો સીલ કરવામાં આવી છે. 

તો બોડક દેવમાં બોડકદેવમાં ફૂડ પાર્ક અને કોનપ્લેક્ષ શિલાઝ સિનેમા સીલ કરવામાં આવ્યું છે. તો થલતેજનું બન્ના મીનીપ્લેક્સ સિનેમા સીલ કરવામાં આવ્યું છે. તેમજ, ચાંદલોડિયામાં એપ્પલ મલ્ટિપ્લેકસ સિનેમાને પણ સીલ મારવામાં આવ્યું છે. સાથે સાથે શિલજમાં સ્માર્ટ થિયેટર સિલ કરાયું છે. આ તમામ એકમો ખાતે ફાયર NOC અને ફાયર સેફ્ટીના અભાવ સામે આવ્યા હતા જેને લઈને તમામને સીલ મારવામાં આવ્યા હતા. 

BJP નેતાનું કાફે પણ સીલ કરાયું 

AMC દ્વારા આહે ભાજપના નેતાના કાફે પર પણ તવાઈ બોલાવવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે ભાજપના નેતા હાર્દિકસિંહ ડોડિયાના કાફેને સીલ કરવામાં આવ્યું છે. પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ હાર્દિકસિંહ ડોડિયાનું સિંધુભવન રોડ પર આવેલું હોબ નોબ કેફે સીલ કરવામાં આવ્યું છે. ફાયર સેફ્ટી અને NOCના અભાવને કારણે કાફે સીલ કરવામાં આવ્યું છે.