ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ઠરાવ મુજબ શેષ ફી-ચાર્જ નહિ વસુલતા 1 કરોડનું નુકસાન

સેંકડે 70 પૈસાને બદલે 50 પૈસા વસુલતા યાર્ડને નુકસાન યાર્ડના ડાયરેક્ટર અને કોંગ્રેસ અગ્રણીએ કરી રજૂઆત 1 વર્ષમાં યાર્ડને શેષ ફીની આવક 3.50 કરોડ થવી જોઈએ ભાવનગર માર્કેટ યાર્ડ દ્વારા જુદી જુદી જણસીઓ ઉપર સેંકડે 0.70 પૈસા શેષ ફી યુઝર્સ ચાર્જ વસુલવા થયો હોવા છતાં હાલમાં 0.50 પૈસા શેષ ફી અને યુઝર્સ ચાર્જ વસૂલવામાં આવે છે. જેથી યાર્ડને એક વર્ષમાં અંદાજે એક કરોડ જેટલી નુકસાની થઈ છે. યાર્ડમાં 3.50 કરોડની સામે માત્ર 2.50 કરોડની આવક થતા નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.હાલ યાર્ડમાં વહીવટદારનું શાસન હોવાથી નુકસાની થઇ હોવાનું તારણ સામે આવ્યું છે.વેપારીઓનુ કહેવુ છે કે 1 એપ્રિલથી ઠરાવ મુજબ ચાર્જ વસૂલવામાં આવે યાર્ડને મોટું નુકસાન માર્કેટિંગ યાર્ડમાં ઠરાવ મુજબ શેષ ફી ચાર્જ નહીં વસૂલતા યાર્ડ ને એક કરોડનું નુકશાન થયુ છે.યાર્ડ માં સેંકડે 70 પૈસા શેષ ફી ઉઘરાવવાની હતી જેની સામે 50 પૈસા ઉઘરાવતા યાર્ડ ને થયું છે નુકશાન ભાવનગર માર્કેટિંગ યાર્ડના ડાયરેકટર અને કોંગ્રેસ અગ્રણી ભીખાભાઈ જાજડિયાએ રજૂઆત કરી છે કે 1 વર્ષ માં યાર્ડ ને શેષ ફી ની આવક 3.50 કરોડ થવી જોઈએ તેના બદલે માત્ર 2.50 કરોડ થઈ છે.યાર્ડ માં લાંબા સમય થી વહીવટદારનું શાસન હોવાથી નુકશાની થઇ હોવાનું તારણ છે તો બીજી તરફ હવે યાર્ડમાં ભાજપ સત્તામાં આવી હોવાથી 1 એપ્રિલ થી ઠરાવ મુજબ ચાર્જ વસૂલવા વેપારીઓએ માંગ કરી છે. વીમો લેવાનું પણ ભૂલી ગયા ભાવનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિત સત્તાધિશોની ઘોર બેદરકારી સામે આવી છે. યાર્ડના અધિકારીઓ ખેડૂતો, મજૂરો, વેપારીઓનો વીમો લેવાનું ભૂલી ગયા. 15 તારીખ વીમો પૂર્ણ થતો હતો અને નવો વીમો લેવાનું યાર્ડના સત્તાધિશો ભૂલી ગયા. જે બાદ 16 મીથી ચૂંટણીની આચારસંહિતા લાગુ થતા હવે નવો વીમો નહીં લઈ શકાય.યાર્ડના સત્તાધિશોની બેદરકારીના પાપે ભાવનગર અને ઘોઘાના 1.47 લાખ ખેડૂતો વીમાથી વંચિત રહેશે. આગામી 3 મહિનામાં જો કોઈ ખેડૂતનો અકસ્માત થાય તો જવાબદારી કોની તે સવાલ હર કોઈ ખેડૂતના મનમાં થઈ રહ્યો છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ઠરાવ મુજબ શેષ ફી-ચાર્જ નહિ વસુલતા 1 કરોડનું નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સેંકડે 70 પૈસાને બદલે 50 પૈસા વસુલતા યાર્ડને નુકસાન
  • યાર્ડના ડાયરેક્ટર અને કોંગ્રેસ અગ્રણીએ કરી રજૂઆત
  • 1 વર્ષમાં યાર્ડને શેષ ફીની આવક 3.50 કરોડ થવી જોઈએ

ભાવનગર માર્કેટ યાર્ડ દ્વારા જુદી જુદી જણસીઓ ઉપર સેંકડે 0.70 પૈસા શેષ ફી યુઝર્સ ચાર્જ વસુલવા થયો હોવા છતાં હાલમાં 0.50 પૈસા શેષ ફી અને યુઝર્સ ચાર્જ વસૂલવામાં આવે છે. જેથી યાર્ડને એક વર્ષમાં અંદાજે એક કરોડ જેટલી નુકસાની થઈ છે. યાર્ડમાં 3.50 કરોડની સામે માત્ર 2.50 કરોડની આવક થતા નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.હાલ યાર્ડમાં વહીવટદારનું શાસન હોવાથી નુકસાની થઇ હોવાનું તારણ સામે આવ્યું છે.વેપારીઓનુ કહેવુ છે કે 1 એપ્રિલથી ઠરાવ મુજબ ચાર્જ વસૂલવામાં આવે

યાર્ડને મોટું નુકસાન

માર્કેટિંગ યાર્ડમાં ઠરાવ મુજબ શેષ ફી ચાર્જ નહીં વસૂલતા યાર્ડ ને એક કરોડનું નુકશાન થયુ છે.યાર્ડ માં સેંકડે 70 પૈસા શેષ ફી ઉઘરાવવાની હતી જેની સામે 50 પૈસા ઉઘરાવતા યાર્ડ ને થયું છે નુકશાન ભાવનગર માર્કેટિંગ યાર્ડના ડાયરેકટર અને કોંગ્રેસ અગ્રણી ભીખાભાઈ જાજડિયાએ રજૂઆત કરી છે કે 1 વર્ષ માં યાર્ડ ને શેષ ફી ની આવક 3.50 કરોડ થવી જોઈએ તેના બદલે માત્ર 2.50 કરોડ થઈ છે.યાર્ડ માં લાંબા સમય થી વહીવટદારનું શાસન હોવાથી નુકશાની થઇ હોવાનું તારણ છે તો બીજી તરફ હવે યાર્ડમાં ભાજપ સત્તામાં આવી હોવાથી 1 એપ્રિલ થી ઠરાવ મુજબ ચાર્જ વસૂલવા વેપારીઓએ માંગ કરી છે.

વીમો લેવાનું પણ ભૂલી ગયા 

ભાવનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિત સત્તાધિશોની ઘોર બેદરકારી સામે આવી છે. યાર્ડના અધિકારીઓ ખેડૂતો, મજૂરો, વેપારીઓનો વીમો લેવાનું ભૂલી ગયા. 15 તારીખ વીમો પૂર્ણ થતો હતો અને નવો વીમો લેવાનું યાર્ડના સત્તાધિશો ભૂલી ગયા. જે બાદ 16 મીથી ચૂંટણીની આચારસંહિતા લાગુ થતા હવે નવો વીમો નહીં લઈ શકાય.યાર્ડના સત્તાધિશોની બેદરકારીના પાપે ભાવનગર અને ઘોઘાના 1.47 લાખ ખેડૂતો વીમાથી વંચિત રહેશે. આગામી 3 મહિનામાં જો કોઈ ખેડૂતનો અકસ્માત થાય તો જવાબદારી કોની તે સવાલ હર કોઈ ખેડૂતના મનમાં થઈ રહ્યો છે.