Bhavnagar: ઈશ્વરિયાની સીમમાં રાત્રિના દીપડાએ વાછરડીનુ કર્યું મારણ

સણોસરા, ઈશ્વરિયા, રામધરી સહિતના ગામોના માલધારીઓમા ભયફરજામાં બાંધેલી વાછરડીને દીપડો ખેંચીને બહાર લઈ ગયો આ વિસ્તારમાં અવારનવાર પાલતું પશુઓનાં મારણ શિકાર થતાં રહ્યાં છે સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામની સીમમાં રાત્રીનાં સમયે દીપડાએ વાછરડીનું મારણ કર્યું છે. ફરજામાં બાંધેલી વાછરડીને દીપડો ખેંચીને બહાર લઈ ગયો હતો. સણોસરા પંથકમાં કેટલાંક સમયથી વન્ય પશુઓની હલચલથી ડર ઊભો થયો છે. આ વિસ્તારમાં અવારનવાર પાલતું પશુઓનાં મારણ શિકાર થતાં રહ્યાં છે. આ દીપડાને જલદી પકડી લેવામાં આવે તેવી માંગ રહેલી છે. ઈશ્વરિયા ગામની સીમમાં રવિવાર રાતથી સોમવાર સવાર દરમિયાન કોઈ સમયે દીપડાએ આશરે પાંચ વર્ષની વાછરડીનું મારણ કર્યું છે.ખેડૂત મહિપતસિંહ સોલંકીએ જણાવ્યાં મુજબ, પોતાની વાડીએ ફરજામાં બાંધેલી વાછરડી આ પ્રાણી ખેંચીને બહાર લઈ ગયો હતો. અહી આડી ઝાળી હોવાં છતાં અંદર ઘૂસી થોડે દૂર લઈ જઈ મારણ કર્યુ હતું.  સણોસરા, ઈશ્વરિયા, રામધરી ઉપરાંત આસપાસનાં ગામોમાં દીપડા કે અન્ય હિંસક પશુઓથી માલધારી તથા ખેડૂતો વગેરેને ભારે ડર રહ્યો છે. આ ઘટનાથી વનવિભાગનાં સંબંધિત કર્મચારીઓ ઘટના સ્થળે મુલાકાત લઈ ગયાં છે, પરંતુ આ દીપડાને જલદી પકડીલેવામાં આવે તેવી માંગ રહેલી છે.

Bhavnagar: ઈશ્વરિયાની સીમમાં રાત્રિના દીપડાએ વાછરડીનુ કર્યું મારણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સણોસરા, ઈશ્વરિયા, રામધરી સહિતના ગામોના માલધારીઓમા ભય
  • ફરજામાં બાંધેલી વાછરડીને દીપડો ખેંચીને બહાર લઈ ગયો
  • આ વિસ્તારમાં અવારનવાર પાલતું પશુઓનાં મારણ શિકાર થતાં રહ્યાં છે

સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામની સીમમાં રાત્રીનાં સમયે દીપડાએ વાછરડીનું મારણ કર્યું છે. ફરજામાં બાંધેલી વાછરડીને દીપડો ખેંચીને બહાર લઈ ગયો હતો.

સણોસરા પંથકમાં કેટલાંક સમયથી વન્ય પશુઓની હલચલથી ડર ઊભો થયો છે. આ વિસ્તારમાં અવારનવાર પાલતું પશુઓનાં મારણ શિકાર થતાં રહ્યાં છે. આ દીપડાને જલદી પકડી લેવામાં આવે તેવી માંગ રહેલી છે. ઈશ્વરિયા ગામની સીમમાં રવિવાર રાતથી સોમવાર સવાર દરમિયાન કોઈ સમયે દીપડાએ આશરે પાંચ વર્ષની વાછરડીનું મારણ કર્યું છે.ખેડૂત મહિપતસિંહ સોલંકીએ જણાવ્યાં મુજબ, પોતાની વાડીએ ફરજામાં બાંધેલી વાછરડી આ પ્રાણી ખેંચીને બહાર લઈ ગયો હતો. અહી આડી ઝાળી હોવાં છતાં અંદર ઘૂસી થોડે દૂર લઈ જઈ મારણ કર્યુ હતું.

 સણોસરા, ઈશ્વરિયા, રામધરી ઉપરાંત આસપાસનાં ગામોમાં દીપડા કે અન્ય હિંસક પશુઓથી માલધારી તથા ખેડૂતો વગેરેને ભારે ડર રહ્યો છે. આ ઘટનાથી વનવિભાગનાં સંબંધિત કર્મચારીઓ ઘટના સ્થળે મુલાકાત લઈ ગયાં છે, પરંતુ આ દીપડાને જલદી પકડીલેવામાં આવે તેવી માંગ રહેલી છે.