Vadodara News : 27 હજાર લોકોના ઘરે સ્માર્ટ મીટર લગાવાયાં

નાગરીકોની વધુ બિલ, લાઈટ બંધ થવી સાહિતની ફરિયાદો આવતા નિર્ણય હવે નાગરિકોની ઘરે સ્માર્ટ મીટર ની સમસ્યાનું નિરાકરણ કરાશે સરકારના આદેશ બાદ બીજો પ્રોજેક્ટ શરૂ કરાશે શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવેલા સ્માર્ટ વીજ મીટરોમાં વધુ બિલ આવતું હોવાના અને આડેધડ પૈસા કપાતા હોવાના આક્ષેપ સાથે સપ્તાહથી લોકોએ વીજ કચેરીએ વિરોધ પ્રદર્શન અને દેખાવો કર્યા હતા. આખરે વીજ કંપનીના સત્તાધીશોએ સ્માર્ટ મીટર પર હંગામી બ્રેક લગાવી છે. જોકે જે 27 હજાર ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવાયાં છે, તે નહીં હટાવાય. ગ્રાહકની ફરિયાદ હશે તો ચેક મીટર લગાવવાનો વીજ કંપનીએ નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સ્માર્ટ પ્રિપેઇડ મીટર અંતર્ગત જાન્યુઆરીમાં અલકાપુરી-અકોટામાં પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જેમાં 25 હજાર સ્માર્ટ મીટર લગાવાયાં હતાં.વિદ્યુતનગર કોલાેની સહિતના વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવ્યાં હતાં. જે બાદ સુભાનપુરા અને સમામાં પણ સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરાયું હતું. જોકે નવાં મીટર વધુ વપરાશ બતાવે છે અને બિલ પણ જૂનાં મીટરો કરતાં વધુ આવે છે તેવા આક્ષેપ સાથે લોકોએ વિરોધ કર્યો હતો. ગયા સપ્તાહમાં સુભાનપુરાના રહીશોએ સ્માર્ટ મીટરનાે વિરોધ કરી જૂનાં મીટર લગાવવા પ્રબળ માગ કરી હતી. આ વિરોધ સમા, અકોટા, અલકાપુરી, ફતેગંજમાં પ્રસર્યો હતો. વિરોધમાં રાજકીય પક્ષો પણ જોડાયા હતા. આખરે એમજીવીસીએલે સ્માર્ટ મીટરના પ્રોજેક્ટ પર હંગામી બ્રેક લગાવી છે. સરકારી કચેરીમાં પણ લગાવાશે મીટર જણાવી દઈએ કે રાજ્યના ઘણા શહેરોમાં ગ્રાહકોએ સ્માર્ટ મીટર સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે વીજ કંપનીની કચેરીએ જઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે હવે સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે લોકોમાં ઉભી થયેલી ગેરસમજને દૂર કરવા માટે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવે. આ માટેની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે. રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસના ભાગરૂપે સામાન્ય જનતાની ગેર સમજ દૂર કરવા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે. સ્માર્ટ મીટર શું છે જાણો સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાશે. સાદા મીટરમાં બીલ રિડિંગ માટે કર્મચારી આવતો હતો. સ્માર્ટ મીટરમાં બીલ રિંડીંગની જરૂર નહીં પડે, સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું. સ્માર્ટ મીટરમાં પહેલા જ રિચાર્જ કરાવું પડે છે, સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો ન હતો.

Vadodara News : 27 હજાર લોકોના ઘરે સ્માર્ટ મીટર લગાવાયાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નાગરીકોની વધુ બિલ, લાઈટ બંધ થવી સાહિતની ફરિયાદો આવતા નિર્ણય
  • હવે નાગરિકોની ઘરે સ્માર્ટ મીટર ની સમસ્યાનું નિરાકરણ કરાશે
  • સરકારના આદેશ બાદ બીજો પ્રોજેક્ટ શરૂ કરાશે

શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવેલા સ્માર્ટ વીજ મીટરોમાં વધુ બિલ આવતું હોવાના અને આડેધડ પૈસા કપાતા હોવાના આક્ષેપ સાથે સપ્તાહથી લોકોએ વીજ કચેરીએ વિરોધ પ્રદર્શન અને દેખાવો કર્યા હતા. આખરે વીજ કંપનીના સત્તાધીશોએ સ્માર્ટ મીટર પર હંગામી બ્રેક લગાવી છે. જોકે જે 27 હજાર ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવાયાં છે, તે નહીં હટાવાય. ગ્રાહકની ફરિયાદ હશે તો ચેક મીટર લગાવવાનો વીજ કંપનીએ નિર્ણય કર્યો છે.

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય

કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સ્માર્ટ પ્રિપેઇડ મીટર અંતર્ગત જાન્યુઆરીમાં અલકાપુરી-અકોટામાં પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જેમાં 25 હજાર સ્માર્ટ મીટર લગાવાયાં હતાં.વિદ્યુતનગર કોલાેની સહિતના વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવ્યાં હતાં. જે બાદ સુભાનપુરા અને સમામાં પણ સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરાયું હતું. જોકે નવાં મીટર વધુ વપરાશ બતાવે છે અને બિલ પણ જૂનાં મીટરો કરતાં વધુ આવે છે તેવા આક્ષેપ સાથે લોકોએ વિરોધ કર્યો હતો. ગયા સપ્તાહમાં સુભાનપુરાના રહીશોએ સ્માર્ટ મીટરનાે વિરોધ કરી જૂનાં મીટર લગાવવા પ્રબળ માગ કરી હતી. આ વિરોધ સમા, અકોટા, અલકાપુરી, ફતેગંજમાં પ્રસર્યો હતો. વિરોધમાં રાજકીય પક્ષો પણ જોડાયા હતા. આખરે એમજીવીસીએલે સ્માર્ટ મીટરના પ્રોજેક્ટ પર હંગામી બ્રેક લગાવી છે.

સરકારી કચેરીમાં પણ લગાવાશે મીટર

જણાવી દઈએ કે રાજ્યના ઘણા શહેરોમાં ગ્રાહકોએ સ્માર્ટ મીટર સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે વીજ કંપનીની કચેરીએ જઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે હવે સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે લોકોમાં ઉભી થયેલી ગેરસમજને દૂર કરવા માટે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવે. આ માટેની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે. રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસના ભાગરૂપે સામાન્ય જનતાની ગેર સમજ દૂર કરવા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે.

સ્માર્ટ મીટર શું છે જાણો

સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાશે. સાદા મીટરમાં બીલ રિડિંગ માટે કર્મચારી આવતો હતો. સ્માર્ટ મીટરમાં બીલ રિંડીંગની જરૂર નહીં પડે, સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું. સ્માર્ટ મીટરમાં પહેલા જ રિચાર્જ કરાવું પડે છે, સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો ન હતો.