લગ્ન ફોક કરનાર યુવતી તથા તેની માતા પર જીવલેણ હુમલો કરનાર આરોપીના જામીન રદ

સુરતપ્રેમસંબંધ બાદ ખાનગીમાં લગ્ન કરનાર યુવતીને આરોપી સાથેના સંબંધ પસંદ ન હોવાથી લગ્નની ના આરોપીએ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો   પ્રેમસંબંધ બાદ ખાનગીમાં કરેલા લગ્ન માતાપિતાને પસંદ ન હોઈ લગ્ન ફોક કરનાર યુવતિ તથા તેની માતા પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરનાર આરોપી યુવકની જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ રાકેશ આર.ભટ્ટે નકારી કાઢી છે.જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી ફરિયાદી યુવતિ તથા આરોપી પ્રતિક મનોજભાઈ પટેલ (રે.ખાંડાકુવા,મોરાભાગળ,રાંદેર) વચ્ચે પ્રેમસંબંધ હોઈ ખાનગીમાં લગ્ન કર્યા હતા.પરંતુ યુવતિના માતા પિતાને પસંદ ન હોવાથી યુવતિએ લગ્ન ફોક કરી લગ્ન કરવાની ના પાડી હતી.જેની અદાવત  રાખી ગઈ તા.9-3-24ના રોજ પોતાની માતા તથા ભાઈ સાથે મોપેડ પર ક્લાસીસમાં જતી ફરિયાદી યુવતિને આરોપી પ્રતિક પટેલે રસ્તામાં મોપેડ ઉભુ રખાવાની કોશિષ કરી હતી.પરંતુ મોપેડ ઉભુ ન રાખતા ફરિયાદીને ગંદી ગાળો બોલીને આરોપી પ્રતિક પટેલે ચપ્પુ વડે ફરિયાદી યુવતિ તથા તેની માતા પર જીવલેણ હુમલો કરી તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદી યુવતિએ નોંધાવેલી ફરિયાદના આધારે જહાંગીરપુરા પોલીેસે આરોપી પ્રતિક પટેલની ઈપીકો-307,324,504,506(2) હેઠળ ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.હાલમાં જેલવાસ ભોગવતા આરોપીએ જામીન મુક્તિ માટે માંગ કરી હતી.આરોપીના બચાવપક્ષે જણાવ્યું હતું કે આરોપીએ મારી નાખવાના ઈરાદે કૃત્ય કર્યું નથી.હાલમાં ઈજા પામનાર ભયમુક્ત હોઈ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી મુંજાલ બ્રહ્મભટ્ટે મૂળ ફરિયાદી તરફે વિશાલ લાઠીયાની એફીડેવિટ  રજુ કરી જમાવ્યું હતતું કે આરોપીએ ફરિયાદી તેની નહીં તો બીજાની પણ નહીં તે સુત્રને સાર્થક કરીને ફરિયાદીના મોપેડને લાત મારી પાડી દઈને રામપુરી ચપ્પુના ઘા મારીને ખાનદાનને નાશ કરવાની ધમકી આપી છે.આરોપી સામે પ્રથમ દર્શનીય ગંભીર ગુનાનો આક્ષેપ હોઈ જામીન આપવાથી સાક્ષી પુરાવા  સાથે ચેડા થવાની તથા  સમાજ પર વિપરિત અસર પડે તેમ છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપીના જામીનની માંગને નકારી કાઢી છે.

લગ્ન ફોક કરનાર યુવતી તથા તેની માતા પર જીવલેણ હુમલો કરનાર આરોપીના જામીન રદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -



સુરત

પ્રેમસંબંધ બાદ ખાનગીમાં લગ્ન કરનાર યુવતીને આરોપી સાથેના સંબંધ પસંદ ન હોવાથી લગ્નની ના આરોપીએ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો

   

પ્રેમસંબંધ બાદ ખાનગીમાં કરેલા લગ્ન માતાપિતાને પસંદ ન હોઈ લગ્ન ફોક કરનાર યુવતિ તથા તેની માતા પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરનાર આરોપી યુવકની જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ રાકેશ આર.ભટ્ટે નકારી કાઢી છે.

જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી ફરિયાદી યુવતિ તથા આરોપી પ્રતિક મનોજભાઈ પટેલ (રે.ખાંડાકુવા,મોરાભાગળ,રાંદેર) વચ્ચે પ્રેમસંબંધ હોઈ ખાનગીમાં લગ્ન કર્યા હતા.પરંતુ યુવતિના માતા પિતાને પસંદ ન હોવાથી યુવતિએ લગ્ન ફોક કરી લગ્ન કરવાની ના પાડી હતી.જેની અદાવત  રાખી ગઈ તા.9-3-24ના રોજ પોતાની માતા તથા ભાઈ સાથે મોપેડ પર ક્લાસીસમાં જતી ફરિયાદી યુવતિને આરોપી પ્રતિક પટેલે રસ્તામાં મોપેડ ઉભુ રખાવાની કોશિષ કરી હતી.પરંતુ મોપેડ ઉભુ ન રાખતા ફરિયાદીને ગંદી ગાળો બોલીને આરોપી પ્રતિક પટેલે ચપ્પુ વડે ફરિયાદી યુવતિ તથા તેની માતા પર જીવલેણ હુમલો કરી તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે ફરિયાદી યુવતિએ નોંધાવેલી ફરિયાદના આધારે જહાંગીરપુરા પોલીેસે આરોપી પ્રતિક પટેલની ઈપીકો-307,324,504,506(2) હેઠળ ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.હાલમાં જેલવાસ ભોગવતા આરોપીએ જામીન મુક્તિ માટે માંગ કરી હતી.આરોપીના બચાવપક્ષે જણાવ્યું હતું કે આરોપીએ મારી નાખવાના ઈરાદે કૃત્ય કર્યું નથી.હાલમાં ઈજા પામનાર ભયમુક્ત હોઈ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી મુંજાલ બ્રહ્મભટ્ટે મૂળ ફરિયાદી તરફે વિશાલ લાઠીયાની એફીડેવિટ  રજુ કરી જમાવ્યું હતતું કે આરોપીએ ફરિયાદી તેની નહીં તો બીજાની પણ નહીં તે સુત્રને સાર્થક કરીને ફરિયાદીના મોપેડને લાત મારી પાડી દઈને રામપુરી ચપ્પુના ઘા મારીને ખાનદાનને નાશ કરવાની ધમકી આપી છે.આરોપી સામે પ્રથમ દર્શનીય ગંભીર ગુનાનો આક્ષેપ હોઈ જામીન આપવાથી સાક્ષી પુરાવા  સાથે ચેડા થવાની તથા  સમાજ પર વિપરિત અસર પડે તેમ છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપીના જામીનની માંગને નકારી કાઢી છે.