ચાણપાની સીમમાંથી છ જુગારી ઝડપાયા, ચાર ફરાર

- 10 શખ્સો સામે ગુનો નોંધાયો - 1 લાખ રોકડ, પાંચ મોબાઈલ સહિત બે લાખનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના ચાણપા ગામની સીમમાંથી છ જુગારી ઝડપાયા હતા. જ્યારે ચાર શખ્સો નાસી છુટયા હતા. આ અંગે ચોટીલા પોલીસે રૂ.૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ૧૦ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ચાણપા ગામની સીમમાં જાનીવડલા ગામ તરફ જવાના રસ્તે આવેલી વાડીના શેઢે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે ચોટીલા પોલીસ ટીમે દરોડો કર્યો હતો.  પોલીસે જુગાર રમતા રાજુભાઇ સોમાભાઇ જાદવ, જયેશભાઇ મગનભાઇ માલકીયા, રવિરાજભાઇ સામતભાઇ બસીયા, ચન્દ્રદીપભાઇ દીલીપભાઇ જેબલીયા, મીલનભાઇ પરેશભાઇ પરમાર અને મિહીરભાઇ મહેન્દ્રભાઇ ચાવડાને ઝડપી લીધા હતા. જ્યારે દરોડા દરમિયાન ધીરૂભાઇ ઉર્ફે ધીરો, મુનાભાઇ, મહારાજ અને એક અજાણ્યો શખ્સ નાસી છુટયો હતો. પોલીસે રોકડ રૂ.૧,૦૫,૩૦૦, પાંચ મોબાઈલ અને બે બાઇક મળી કુલ રૂા.૨,૦૧,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરી નાસી છુટેલા શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ચાણપાની સીમમાંથી છ જુગારી ઝડપાયા, ચાર ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- 10 શખ્સો સામે ગુનો નોંધાયો 

- 1 લાખ રોકડ, પાંચ મોબાઈલ સહિત બે લાખનો મુદ્દામાલ જપ્ત 

સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના ચાણપા ગામની સીમમાંથી છ જુગારી ઝડપાયા હતા. જ્યારે ચાર શખ્સો નાસી છુટયા હતા. આ અંગે ચોટીલા પોલીસે રૂ.૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ૧૦ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

ચાણપા ગામની સીમમાં જાનીવડલા ગામ તરફ જવાના રસ્તે આવેલી વાડીના શેઢે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે ચોટીલા પોલીસ ટીમે દરોડો કર્યો હતો. 

 પોલીસે જુગાર રમતા રાજુભાઇ સોમાભાઇ જાદવ, જયેશભાઇ મગનભાઇ માલકીયા, રવિરાજભાઇ સામતભાઇ બસીયા, ચન્દ્રદીપભાઇ દીલીપભાઇ જેબલીયા, મીલનભાઇ પરેશભાઇ પરમાર અને મિહીરભાઇ મહેન્દ્રભાઇ ચાવડાને ઝડપી લીધા હતા. 

જ્યારે દરોડા દરમિયાન ધીરૂભાઇ ઉર્ફે ધીરો, મુનાભાઇ, મહારાજ અને એક અજાણ્યો શખ્સ નાસી છુટયો હતો. પોલીસે રોકડ રૂ.૧,૦૫,૩૦૦, પાંચ મોબાઈલ અને બે બાઇક મળી કુલ રૂા.૨,૦૧,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરી નાસી છુટેલા શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.