Surendranagar News: ધ્રાંગધ્રાના સજ્જનપુરની હાઇસ્કૂલની જગ્યાનો ઉમા સંકુલથી ફેરબદલીનો મામલો ગૂંચવાયો

સજ્જનપુર સ્કૂલ જાય તો ઉમા સંકુલમાં બીજા ક્લાસની મંજૂરી છે કોઇ તકલીફ નહીં પડે : ટ્રસ્ટીગાંધીનગરથી મંજૂરી આવ્યા બાદ અમે મંજૂરી આપી શકીએ : જિલ્લા શિક્ષણાધિકારી ધ્રાંગધ્રાની ઉમા સંકુલમાં તત્કાલિન પ્રમુખ ગણેશભાઇ પટેલ દ્વારા લઇ જવાઇ હતી. ધ્રાંગધ્રા તાલુકાના સજ્જનપુર ગામની હાઇસ્કુલ ધ્રાંગધ્રા ખાતે લાવ્યા હતા. પરંતુ સમુહ લગ્નોત્સવના વિવાદ બાદ પ્રમુખ દ્વારા સ્કૂલ ફરીથી ગામડે લઇ જવાની કાર્યવાહી કરાતા સ્કૂલ ગ્રાઉન્ડ રિન્યુ ન થવાના કારણે મામલો વિવાદમાં પડતા હાઈસ્કૂલ ફેરબદલીની મંજૂરી નહીં થતા વિદ્યાર્થીઓ મોટીમાલવણ સ્કૂલમાં એડમિશન લેવા જતા મામલો ગુંચવાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના સજ્જનપુર ગામની હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓની સંખ્યાના અભાવે હાઇસ્કૂલ ધ્રાંગધ્રાની ઉમા સંકુલમાં તત્કાલિન પ્રમુખ ગણેશભાઇ પટેલ દ્વારા લઇ જવાઇ હતી. એવામાં ચુંટણી પહેલા જ પાટીદાર સમાજની સામાજિક સંસ્થા ઉમા સંકુલના પ્રમુખ ગણેશભાઇ પટેલે તત્કાલિન કેન્દ્રીય મંત્રી રૂપાલાની હાજરીમાં ઉમા સંકુલમાં સમુહલગ્નમાં મન કી બાત કાર્યક્રમ રાખ્યો હતો. ત્યારબાદ પાટીદારોમાં અંદરોઅંદર વિવાદ થયો હતો અને ટુંક સમયમાં જ ઉમા સંકુલના પ્રમુખ ગણેશભાઇને હટાવી મુકેશભાઇ પટેલની સર્વાનુમતે વરણી કરાઇ હતી. ત્યારબાદ તત્કાલિન પ્રમુખ ગણેશભાઇએ ઉમા સંકુલમાં સજ્જનપુરથી લાવેલા હાઇસ્કૂલના વર્ગ પરત લઇ જવાની કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ સરકારે સજ્જનપુરની સ્કૂલને ભાડા પટે આપેલા કમ્પાઉન્ડનો કરાર 2019મા પુર્ણ થતો હોવા છતાંય રીન્યુ કરવાની કાર્યવાહી ન કરી હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા સજ્જનપુરમાં હાઇસ્કૂલ ટ્રાન્સફર કરવાની મંજૂરી ન અપાતી હોવાથી સજ્જનપુર આજુબાજુના વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાતા મોટીમાલવણ હાઇસ્કૂલમાં પ્રવેશ માટે દોડી રહયા છે. આમ સામાજિક સંસ્થા ઉમા સંકુલમાં રાજકીય મન કી બાત કાર્યક્રમ રાખ્યા બાદ વિવાદ છેડાતા હાઇસ્કૂલ ત્યાંથી લઇ જવા દોડધામ કરાઇ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝાએ જણાવેલ કે 1 કિ.મી.થી વધારે અંતરની આ દૂરના સ્થળે હાઇસ્કૂલની ફેરબદલીની કાર્યવાહી ગાંધીનગર વિભાગથી થતી હોય છે ત્યાંથી મંજૂરી આવ્યા બાદ બદલી શકાય. જ્યારે ઉમા સંકુલના ટ્રસ્ટી હસુભાઇ પટેલે જણાવેલ કે સજ્જનપુર પુરતી સંખ્યાના અભાવે ઉમા સંકુલમાં લાવતા સંખ્યા આપી હતી. અહીથી સ્કૂલ લઇ જાય તો ઉમા સંકુલમાં તો મંજૂરી વાળા કલાસ ચાલુ જ છે. એથી ઉમા સંકુલના વિદ્યાર્થીઓને કોઇ મુસ્ક્ેલી નહીં પડે.

Surendranagar News: ધ્રાંગધ્રાના સજ્જનપુરની હાઇસ્કૂલની જગ્યાનો ઉમા સંકુલથી ફેરબદલીનો મામલો ગૂંચવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સજ્જનપુર સ્કૂલ જાય તો ઉમા સંકુલમાં બીજા ક્લાસની મંજૂરી છે કોઇ તકલીફ નહીં પડે : ટ્રસ્ટી
  • ગાંધીનગરથી મંજૂરી આવ્યા બાદ અમે મંજૂરી આપી શકીએ : જિલ્લા શિક્ષણાધિકારી
  • ધ્રાંગધ્રાની ઉમા સંકુલમાં તત્કાલિન પ્રમુખ ગણેશભાઇ પટેલ દ્વારા લઇ જવાઇ હતી.

ધ્રાંગધ્રા તાલુકાના સજ્જનપુર ગામની હાઇસ્કુલ ધ્રાંગધ્રા ખાતે લાવ્યા હતા. પરંતુ સમુહ લગ્નોત્સવના વિવાદ બાદ પ્રમુખ દ્વારા સ્કૂલ ફરીથી ગામડે લઇ જવાની કાર્યવાહી કરાતા સ્કૂલ ગ્રાઉન્ડ રિન્યુ ન થવાના કારણે મામલો વિવાદમાં પડતા હાઈસ્કૂલ ફેરબદલીની મંજૂરી નહીં થતા વિદ્યાર્થીઓ મોટીમાલવણ સ્કૂલમાં એડમિશન લેવા જતા મામલો ગુંચવાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના સજ્જનપુર ગામની હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓની સંખ્યાના અભાવે હાઇસ્કૂલ ધ્રાંગધ્રાની ઉમા સંકુલમાં તત્કાલિન પ્રમુખ ગણેશભાઇ પટેલ દ્વારા લઇ જવાઇ હતી. એવામાં ચુંટણી પહેલા જ પાટીદાર સમાજની સામાજિક સંસ્થા ઉમા સંકુલના પ્રમુખ ગણેશભાઇ પટેલે તત્કાલિન કેન્દ્રીય મંત્રી રૂપાલાની હાજરીમાં ઉમા સંકુલમાં સમુહલગ્નમાં મન કી બાત કાર્યક્રમ રાખ્યો હતો. ત્યારબાદ પાટીદારોમાં અંદરોઅંદર વિવાદ થયો હતો અને ટુંક સમયમાં જ ઉમા સંકુલના પ્રમુખ ગણેશભાઇને હટાવી મુકેશભાઇ પટેલની સર્વાનુમતે વરણી કરાઇ હતી. ત્યારબાદ તત્કાલિન પ્રમુખ ગણેશભાઇએ ઉમા સંકુલમાં સજ્જનપુરથી લાવેલા હાઇસ્કૂલના વર્ગ પરત લઇ જવાની કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ સરકારે સજ્જનપુરની સ્કૂલને ભાડા પટે આપેલા કમ્પાઉન્ડનો કરાર 2019મા પુર્ણ થતો હોવા છતાંય રીન્યુ કરવાની કાર્યવાહી ન કરી હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા સજ્જનપુરમાં હાઇસ્કૂલ ટ્રાન્સફર કરવાની મંજૂરી ન અપાતી હોવાથી સજ્જનપુર આજુબાજુના વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાતા મોટીમાલવણ હાઇસ્કૂલમાં પ્રવેશ માટે દોડી રહયા છે. આમ સામાજિક સંસ્થા ઉમા સંકુલમાં રાજકીય મન કી બાત કાર્યક્રમ રાખ્યા બાદ વિવાદ છેડાતા હાઇસ્કૂલ ત્યાંથી લઇ જવા દોડધામ કરાઇ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝાએ જણાવેલ કે 1 કિ.મી.થી વધારે અંતરની આ દૂરના સ્થળે હાઇસ્કૂલની ફેરબદલીની કાર્યવાહી ગાંધીનગર વિભાગથી થતી હોય છે ત્યાંથી મંજૂરી આવ્યા બાદ બદલી શકાય. જ્યારે ઉમા સંકુલના ટ્રસ્ટી હસુભાઇ પટેલે જણાવેલ કે સજ્જનપુર પુરતી સંખ્યાના અભાવે ઉમા સંકુલમાં લાવતા સંખ્યા આપી હતી. અહીથી સ્કૂલ લઇ જાય તો ઉમા સંકુલમાં તો મંજૂરી વાળા કલાસ ચાલુ જ છે. એથી ઉમા સંકુલના વિદ્યાર્થીઓને કોઇ મુસ્ક્ેલી નહીં પડે.