ગંભીરા નજીક મહી નદીમાં રેતી ખનન કરતી 3 નાવડી જપ્ત

- બે નાવડીઓ બિનવારસી હોવાનું ખૂલ્યું - ખાણ ખનીજ વિભાગ દેખાવ પુરતી કામગીરી કરતું હોવાના આક્ષેપ  આણંદ : આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીના પટમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ તંત્રની રહેમનજર હેઠળ બેફામ બન્યા હોવાની ફરિયાદ વચ્ચે ગુરુવારે ખાણ-ખનીજ વિભાગની ટીમે આંકલાવ તાલુકાના ગંભીરા નજીક મહી નદીમાં ગેરકાયદે ચાલતા રેતી ખનન ઉપર દરોડો પાડયો હતો. જેમાં માત્ર ત્રણ નાવડી જપ્ત કરતા વિભાગની કામગીરી સામે સવાલો ઉઠયા છે. ગંભીરા નજીકથી પસાર થતી મહી નદીમાં રાત્રિ દરમિયાન ઓવરલોડ ટ્રેક્ટરો તથા ડમ્પરો દ્વારા લાખો રૂપિયાની ખનીજ ચોરી કરી પસાર થતાં હોવાથી માર્ગોની હાલત ખરાબ થઈ હોવાની વારંવાર ફરિયાદો ઉઠી છે. જેને લઈ આણંદ ખાણ-ખનીજ વિભાગ દ્વારા ગુરુવારે બપોરે ગંભીરા ગામ નજીક મહી નદીમાંથી ગેરકાયદે રેતી કાઢતી ત્રણ નાવડી જપ્ત કરી હતી. જેમાં એક નાવડી બોરસદ તાલુકાના કઠાણા ગામના લક્ષ્મણભાઈ જીકાભાઈ પરમારની હોવાનું ખૂલવા પામ્યું હતું. તો બીજી તરફ અન્ય બે નાવડીઓ બીનવારસી હોવાનું જાણવા મળ્યું હતું.મહી નદીમાંથી રેતી ખનન કરી અલગ અલગ સ્થળોએ રેતી પહોંચાડતા વાહનો સામે તંત્ર મૂકપ્રેક્ષક બન્યું હોવાના આક્ષેપો ઉઠયા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા માત્ર ત્રણ નાવડી જપ્ત કરી કામગીરી કર્યાનો સંતોષ માન્યો હોવાનો રોષ સ્થાનિકોએ ઠાલવ્યો હતો. તેમજ તંત્રની રહેમનજર હેઠળ ગેરકાયદે રેતીનું ખનન અને વહન કરનાર લોકો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. 

ગંભીરા નજીક મહી નદીમાં રેતી ખનન કરતી 3 નાવડી જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- બે નાવડીઓ બિનવારસી હોવાનું ખૂલ્યું 

- ખાણ ખનીજ વિભાગ દેખાવ પુરતી કામગીરી કરતું હોવાના આક્ષેપ  

આણંદ : આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીના પટમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ તંત્રની રહેમનજર હેઠળ બેફામ બન્યા હોવાની ફરિયાદ વચ્ચે ગુરુવારે ખાણ-ખનીજ વિભાગની ટીમે આંકલાવ તાલુકાના ગંભીરા નજીક મહી નદીમાં ગેરકાયદે ચાલતા રેતી ખનન ઉપર દરોડો પાડયો હતો. જેમાં માત્ર ત્રણ નાવડી જપ્ત કરતા વિભાગની કામગીરી સામે સવાલો ઉઠયા છે. 

ગંભીરા નજીકથી પસાર થતી મહી નદીમાં રાત્રિ દરમિયાન ઓવરલોડ ટ્રેક્ટરો તથા ડમ્પરો દ્વારા લાખો રૂપિયાની ખનીજ ચોરી કરી પસાર થતાં હોવાથી માર્ગોની હાલત ખરાબ થઈ હોવાની વારંવાર ફરિયાદો ઉઠી છે. 

જેને લઈ આણંદ ખાણ-ખનીજ વિભાગ દ્વારા ગુરુવારે બપોરે ગંભીરા ગામ નજીક મહી નદીમાંથી ગેરકાયદે રેતી કાઢતી ત્રણ નાવડી જપ્ત કરી હતી. જેમાં એક નાવડી બોરસદ તાલુકાના કઠાણા ગામના લક્ષ્મણભાઈ જીકાભાઈ પરમારની હોવાનું ખૂલવા પામ્યું હતું. તો બીજી તરફ અન્ય બે નાવડીઓ બીનવારસી હોવાનું જાણવા મળ્યું હતું.

મહી નદીમાંથી રેતી ખનન કરી અલગ અલગ સ્થળોએ રેતી પહોંચાડતા વાહનો સામે તંત્ર મૂકપ્રેક્ષક બન્યું હોવાના આક્ષેપો ઉઠયા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા માત્ર ત્રણ નાવડી જપ્ત કરી કામગીરી કર્યાનો સંતોષ માન્યો હોવાનો રોષ સ્થાનિકોએ ઠાલવ્યો હતો. તેમજ તંત્રની રહેમનજર હેઠળ ગેરકાયદે રેતીનું ખનન અને વહન કરનાર લોકો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.