Gandhinagar News: આજે મહાનગરપાલિકાની સામાન્ય સભા મળશે, નવા હોદ્દેદારોની વરણી કરાશે

મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની વરણી કરાશે મેયર પદ માટે સામાન્ય મહિલા અનામત મેયર પદ માટે 4 મહિલા કોર્પોરેટર રેસમાં આગળ આજે પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળશે. આજે મળનારી આ સભામાં શહેરને નવા મહિલા મેયર મળવાની સાથે ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન પણ મળી જશે. મુખ્યમંત્રી બંગલે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામો નક્કી કર્યા બાદ આજે સવારે સામાન્ય સભામાં પક્ષ દ્વારા ત્રણેય પદ માટે નામ જાહેર કરવામાં આવશે. કોના નામ રેસમાં આગળ ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે મળશે જેમાં મનપાના નવા હોદ્દેદારોની વરણી કરાશે. જેમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની નિમણૂંક કરવામાં આવશે. મેયર પદ માટે સામાન્ય મહિલા અનામત છે. જેમાં 4 મહિલા કોર્પોરેટર રેસમાં આગળ જોવા મળી રહી છે. હેમા ભટ્ટ, દિપ્તી પટેલના નામ મેયરની રેસમાં છે તો સાથે જ શૈલા ત્રિવેદી, સોનાલી પટેલના નામ પણ રેસમાં છે. આ તમામ નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી થયા છે. નવી સરકારની શપથવિધિના કારણે થયું મોડું આમ તો ગાંધીનગરને નવા મહિલા મેયર એપ્રિલ મહિનામાં જ મળી જવાના હતા પરંતુ લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ નવી સરકારની શપથવિધિના કારણે નવા મહિલા મેયર મળવામાં બે મહિના જેટલો લાંબો સમય વીતી ગયો છે. ગત 10 જૂનના રોજ સામાન્ય સભામાં નવા મહિલા મેયર નક્કી થવાના હતા પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ વ્યસ્ત હોવાથી નામો નક્કી થઈ શક્યા ન હતા અને તેને કારણે સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી. હવે આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં નવા મહિલા મેયર,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરની નિમણૂક થવાની છે તે પહેલા ગઈકાલે સાંજે મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપના પ્રભારી અને પ્રદેશ પ્રમુખ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી અને તેમાં નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલી પેનલ અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી અને નામ નક્કી કરવામાં આવ્યા હતા. જોકે ગાંધીનગરના સાંસદને પણ આ નામો અંગે વાકેફ કરી દેવામાં આવ્યા છે. આજે મંગળવારે સવારે 11.30 કલાકે પક્ષ દ્વારા સામાન્ય સભામાં મેન્ડેટ આપવામાં આવશે અને તેના આધારે નવા મેયર અને પદાધિકારીઓની નિમણૂક ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. છેલ્લી ઘડી સુધી કોર્પોરેટરો દ્વારા પદ મેળવવા માટે મથામણો કરવામાં આવી હતી સ્થાનિક સંગઠન દ્વારા પણ આખરે આ મામલો પ્રદેશ કક્ષા ઉપર છોડી દેવામાં આવ્યો હતો અને કોઈ ચોક્કસ પેનલના નામ આપવામાં આવ્યા ન હતા. પક્ષ દ્વારા જે નિર્ણય લેવામાં આવે તેને વધાવી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બીજી બાજુ હજી સુધી સમિતિઓ અંગે સરકારમાંથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં હોવાથી હાલ સાત સમિતિના ચેરમેન અંગે પણ સસ્પેન્સ યથાવત રહેશે તે નક્કી છે. મેયર બ્રહ્મ સમાજના કે પાટીદારમાંથી સસ્પેન્સ યથાવત ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મહિલા મેયર નીમવા માટે ભાજપ દ્વારા જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. જેમાં પાટીદાર સમાજમાંથી મેયર મળે તો બ્રહ્મ સમાજને સ્થાયી સમિતિનું પદ અથવા તો બ્રહ્મ સમાજમાંથી મેયર મળશે તો પાટીદાર સમાજને સ્થાયી સમિતિનું પદ આપવામાં આવનાર છે. તો ડેપ્યુટી મેયર પદ માટે ક્ષત્રિય સમાજમાંથી નામ નક્કી કરવામાં આવશે. આખરે ભાજપ કયા સમીકરણો ઉપર વિચાર કરીને નામ નક્કી કરે છે તે જોવું રહ્યું.

Gandhinagar News: આજે મહાનગરપાલિકાની સામાન્ય સભા મળશે, નવા હોદ્દેદારોની વરણી કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની વરણી કરાશે
  • મેયર પદ માટે સામાન્ય મહિલા અનામત
  • મેયર પદ માટે 4 મહિલા કોર્પોરેટર રેસમાં આગળ

આજે પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળશે. આજે મળનારી આ સભામાં શહેરને નવા મહિલા મેયર મળવાની સાથે ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન પણ મળી જશે. મુખ્યમંત્રી બંગલે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામો નક્કી કર્યા બાદ આજે સવારે સામાન્ય સભામાં પક્ષ દ્વારા ત્રણેય પદ માટે નામ જાહેર કરવામાં આવશે.

કોના નામ રેસમાં આગળ

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે મળશે જેમાં મનપાના નવા હોદ્દેદારોની વરણી કરાશે. જેમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની નિમણૂંક કરવામાં આવશે. મેયર પદ માટે સામાન્ય મહિલા અનામત છે. જેમાં 4 મહિલા કોર્પોરેટર રેસમાં આગળ જોવા મળી રહી છે. હેમા ભટ્ટ, દિપ્તી પટેલના નામ મેયરની રેસમાં છે તો સાથે જ શૈલા ત્રિવેદી, સોનાલી પટેલના નામ પણ રેસમાં છે. આ તમામ નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી થયા છે.

નવી સરકારની શપથવિધિના કારણે થયું મોડું

આમ તો ગાંધીનગરને નવા મહિલા મેયર એપ્રિલ મહિનામાં જ મળી જવાના હતા પરંતુ લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ નવી સરકારની શપથવિધિના કારણે નવા મહિલા મેયર મળવામાં બે મહિના જેટલો લાંબો સમય વીતી ગયો છે. ગત 10 જૂનના રોજ સામાન્ય સભામાં નવા મહિલા મેયર નક્કી થવાના હતા પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ વ્યસ્ત હોવાથી નામો નક્કી થઈ શક્યા ન હતા અને તેને કારણે સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી. હવે આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં નવા મહિલા મેયર,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરની નિમણૂક થવાની છે તે પહેલા ગઈકાલે સાંજે મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપના પ્રભારી અને પ્રદેશ પ્રમુખ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી અને તેમાં નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલી પેનલ અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી અને નામ નક્કી કરવામાં આવ્યા હતા.

જોકે ગાંધીનગરના સાંસદને પણ આ નામો અંગે વાકેફ કરી દેવામાં આવ્યા છે. આજે મંગળવારે સવારે 11.30 કલાકે પક્ષ દ્વારા સામાન્ય સભામાં મેન્ડેટ આપવામાં આવશે અને તેના આધારે નવા મેયર અને પદાધિકારીઓની નિમણૂક ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. છેલ્લી ઘડી સુધી કોર્પોરેટરો દ્વારા પદ મેળવવા માટે મથામણો કરવામાં આવી હતી સ્થાનિક સંગઠન દ્વારા પણ આખરે આ મામલો પ્રદેશ કક્ષા ઉપર છોડી દેવામાં આવ્યો હતો અને કોઈ ચોક્કસ પેનલના નામ આપવામાં આવ્યા ન હતા. પક્ષ દ્વારા જે નિર્ણય લેવામાં આવે તેને વધાવી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બીજી બાજુ હજી સુધી સમિતિઓ અંગે સરકારમાંથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં હોવાથી હાલ સાત સમિતિના ચેરમેન અંગે પણ સસ્પેન્સ યથાવત રહેશે તે નક્કી છે.

મેયર બ્રહ્મ સમાજના કે પાટીદારમાંથી સસ્પેન્સ યથાવત

ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મહિલા મેયર નીમવા માટે ભાજપ દ્વારા જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. જેમાં પાટીદાર સમાજમાંથી મેયર મળે તો બ્રહ્મ સમાજને સ્થાયી સમિતિનું પદ અથવા તો બ્રહ્મ સમાજમાંથી મેયર મળશે તો પાટીદાર સમાજને સ્થાયી સમિતિનું પદ આપવામાં આવનાર છે. તો ડેપ્યુટી મેયર પદ માટે ક્ષત્રિય સમાજમાંથી નામ નક્કી કરવામાં આવશે. આખરે ભાજપ કયા સમીકરણો ઉપર વિચાર કરીને નામ નક્કી કરે છે તે જોવું રહ્યું.