શહેરના 48 વોર્ડમાં વેજિટેબલ માર્કેટ અને હોર્ડિંગ્સ વધારવા એસ્ટેટ-TDOને આદેશ

વધુ આવક ઊભી કરવાનો મ્યુનિ. કમિશનરનો ટાર્ગેટઅત્યાર સુધીમાં માત્ર 8થી 10 વેજિટેબલ માર્કેટ ઊભા કરાયા છે પ્લોટની માથાકૂટની સામે એસ્ટેટ અને ટીડીઓ વિભાગ અવઢવમાં અમદાવાદ મ્યુનિ. કમિશનરે કોઈ પણ સંજોગોમાં 48 વોર્ડમાં વેજિટેબલ માર્કેટ ઊભા કરી દેવા સૂચના આપી હતી, જેની સામે અત્યાર સુધીમાં માત્ર 8થી 10 વેજિટેબલ માર્કેટ ઊભા થાય છે. તેમાંય કકળાટ ચાલી રહ્યો છે. પ્લોટની માથાકૂટની સામે એસ્ટેટ અને ટીડીઓ વિભાગ અવઢવમાં છે. ઉપરાંત હોર્ડિંગ્સની સંખ્યા વધારી આવક ઊભી કરવા પણ કમિશનરે સૂચના આપી છે. શહેરમાં કોઈ પણ વોર્ડમાં વેજિટેબલ માર્કેટ ઊભા કરવા સરળ નથી. તેવું કહેતા એસ્ટેટ અને ટીડીઓ વિભાગના અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, વેજિટેબલ માર્કેટ માટે પ્લોટની પસંદગી થઈ જાય છે. પરંતુ પ્લોટ અન્ય હેતુ માટે રિઝર્વ કરાયાની જાણ થાય ત્યારે ફરી શોધખોળ આદરવી પડે છે. એકવાર વેજીટેબલ માર્કેટ ઊભું થઇ ગયા પછી ગંદકી, લારી-ગલ્લાનું દબાણ અને ટ્રાફિક સમસ્યા થતી હોય છે. આથી આવી સમસ્યાના લીધે પ્લોટ મળી જાય તો સ્થાનિક રાજકીય નેતાઓ વેજિટેબલ માર્કેટને થોડે દૂર ખોલવા દબાણ કરે છે. ખાનગી હોર્ડિંગ્સના લીધે મ્યુનિ.ની આવક પર સીધી અસર થઈ રહી છે. આથી શહેરના દરેક વિસ્તારમાં સ્પોર્ટ તૈયાર કરીને નવા હોર્ડિંગ્સ ઊભા કરાય અને આવકના સ્ત્રોત વધારાય તે માટે કમિશનરે જરૂરી સૂચના આપી છે. જેના માટે અધિકારીઓ દોડધામ કરી રહ્યા છે.

શહેરના 48 વોર્ડમાં વેજિટેબલ માર્કેટ અને હોર્ડિંગ્સ વધારવા એસ્ટેટ-TDOને આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વધુ આવક ઊભી કરવાનો મ્યુનિ. કમિશનરનો ટાર્ગેટ
  • અત્યાર સુધીમાં માત્ર 8થી 10 વેજિટેબલ માર્કેટ ઊભા કરાયા છે
  • પ્લોટની માથાકૂટની સામે એસ્ટેટ અને ટીડીઓ વિભાગ અવઢવમાં

અમદાવાદ મ્યુનિ. કમિશનરે કોઈ પણ સંજોગોમાં 48 વોર્ડમાં વેજિટેબલ માર્કેટ ઊભા કરી દેવા સૂચના આપી હતી, જેની સામે અત્યાર સુધીમાં માત્ર 8થી 10 વેજિટેબલ માર્કેટ ઊભા થાય છે. તેમાંય કકળાટ ચાલી રહ્યો છે. પ્લોટની માથાકૂટની સામે એસ્ટેટ અને ટીડીઓ વિભાગ અવઢવમાં છે. ઉપરાંત હોર્ડિંગ્સની સંખ્યા વધારી આવક ઊભી કરવા પણ કમિશનરે સૂચના આપી છે.

શહેરમાં કોઈ પણ વોર્ડમાં વેજિટેબલ માર્કેટ ઊભા કરવા સરળ નથી. તેવું કહેતા એસ્ટેટ અને ટીડીઓ વિભાગના અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, વેજિટેબલ માર્કેટ માટે પ્લોટની પસંદગી થઈ જાય છે. પરંતુ પ્લોટ અન્ય હેતુ માટે રિઝર્વ કરાયાની જાણ થાય ત્યારે ફરી શોધખોળ આદરવી પડે છે. એકવાર વેજીટેબલ માર્કેટ ઊભું થઇ ગયા પછી ગંદકી, લારી-ગલ્લાનું દબાણ અને ટ્રાફિક સમસ્યા થતી હોય છે. આથી આવી સમસ્યાના લીધે પ્લોટ મળી જાય તો સ્થાનિક રાજકીય નેતાઓ વેજિટેબલ માર્કેટને થોડે દૂર ખોલવા દબાણ કરે છે. ખાનગી હોર્ડિંગ્સના લીધે મ્યુનિ.ની આવક પર સીધી અસર થઈ રહી છે. આથી શહેરના દરેક વિસ્તારમાં સ્પોર્ટ તૈયાર કરીને નવા હોર્ડિંગ્સ ઊભા કરાય અને આવકના સ્ત્રોત વધારાય તે માટે કમિશનરે જરૂરી સૂચના આપી છે. જેના માટે અધિકારીઓ દોડધામ કરી રહ્યા છે.